દેશમાં 1 ઓક્ટોબરથી શરૂ થશે 5G સેવાઓ, PM મોદી ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસમાં કરશે લોન્ચ

|

Sep 25, 2022 | 11:06 AM

દેશમાં 5G સેવાઓ 1 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) 1 ઓક્ટોબરે ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસમાં 5G સેવાઓ લોન્ચ કરશે. તે ભારતના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને કનેક્ટિવિટીને નવી ઊંચાઈઓ પર લઈ જાય છે.

દેશમાં 1 ઓક્ટોબરથી શરૂ થશે 5G સેવાઓ, PM મોદી ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસમાં કરશે લોન્ચ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Image Credit source: ફાઇલ તસવીર

Follow us on

દેશમાં 5G સેવાઓ (5G In India) 1 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) 1 ઓક્ટોબરે ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસમાં 5G સેવાઓ લોન્ચ કરશે. લોન્ચ થયા બાદ 5G સર્વિસ માટે લોકોની રાહનો અંત આવશે. સરકારના નેશનલ બ્રોડબેન્ડ મિશનએ આજે ​​ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ભારતના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને કનેક્ટિવિટીને નવી ઊંચાઈઓ પર લઈ જાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતમાં એશિયાના સૌથી મોટા ટેકનોલોજી પ્રદર્શન ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસમાં 5G સેવાઓ શરૂ કરશે.

ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસમાં થશે મેગા લોન્ચ

ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ એશિયામાં સૌથી મોટી ટેલિકોમ, મીડિયા અને ટેકનોલોજી ફોરમ માનવામાં આવે છે. તે સંયુક્ત રીતે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) અને સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (COAI) દ્વારા આયોજિત કરવામાં આવે છે. જાણકારોનું કહેવું છે કે 5G ટેક્નોલોજીની આવવાથી ભારતને ઘણો ફાયદો થશે. મોબાઈલ નેટવર્ક ઓપરેટર્સનું પ્રતિનિધિત્વ કરતી વૈશ્વિક ઔદ્યોગિક સંસ્થાનું અનુમાન છે કે વર્ષ 2023 અને 2040 વચ્ચે ભારતીય અર્થવ્યવસ્થાને 36.4 ટ્રિલિયન રૂપિયા અથવા 455 અરબ ડોલરનો ફાયદો થવાની આશા છે.

શું થશે 5G સેવાનો ફાયદો?

5G સેવામાં ડેટા મોકલવાની અને પ્રાપ્ત કરવાની ઝડપ પહેલા કરતા વધુ ઝડપી થવા જઈ રહી છે. આનાથી લોકોનો સમય તો બચશે જ, પરંતુ નવા યુગની ઘણી એપ્લીકેશનનો પણ સરળતાથી ઉપયોગ કરી શકાશે. 5G ની મદદથી ગ્રાહકનો અનુભવ પહેલા કરતા વધુ સારો થશે અને હવે ટ્રાન્ઝેક્શનથી લઈને ફાઈલ્સને ડાઉનલોડ કે અપલોડ કરવામાં ખૂબ જ ઓછો સમય લાગશે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

5G ટેલિકોમ્યુનિકેશન સેવાઓ દ્વારા થોડી જ સેકન્ડમાં મોબાઈલ અને અન્ય ઉપકરણો પર હાઈ ક્વોલિટીની લાંબી વીડિયો અથવા મૂવી ડાઉનલોડ કરી શકાય છે. તે એક ચોરસ કિલોમીટરમાં લગભગ એક લાખ કોમ્યુનિકેશન ડિવાઇસને સપોર્ટ કરશે. આ સેવા સુપરફાસ્ટ સ્પીડ (4G કરતાં લગભગ 10 ગણી ઝડપી), કનેક્ટિવિટી વિલંબમાં ઘટાડો અને અબજો કનેક્ટેડ ઉપકરણો પર રીઅલ-ટાઇમ ડેટા શેરિંગ કરવામાં સક્ષમ બનાવે છે. આના દ્વારા 3D હોલોગ્રામ કોલિંગ, મેટાવર્સ અનુભવ અને શૈક્ષણિક એપ્લિકેશનને ફરીથી વ્યાખ્યાયિત કરી શકાય છે.

ભારતીય ગ્રાહકો ટૂંક સમયમાં પસંદગીના શહેરોમાં 5G સેવાઓ મેળવવાનું શરૂ કરશે અને આગામી 12-18 મહિનામાં તેનો વ્યાપક પ્રસાર જોવા મળશે. સમયની સાથે નવી ટેક્નોલોજી જીવનની તે એપ્લિકેશનોને વાસ્તવિકતામાં ફેરવશે જે માત્ર થોડા વર્ષો પહેલા જ દૂર દૂર સુધી શક્ય દેખાતું ન હતું.

Published On - 5:24 pm, Sat, 24 September 22

Next Article