AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

40 હજાર કરોડનો દાવ અને હજારો રોજગાર, જાણો ભારતીય કંપનીઓ કેનેડા માટે કેટલી મહત્વની છે

CII અને કેનેડા-ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ દ્વારા આયોજિત અહેવાલ લોન્ચ ઈવેન્ટમાં ગોયલે જણાવ્યું હતું, કેનેડામાં રોકાણ કરવા માટે સરપ્લસ યોગ્ય છે. તે ભારતમાં રોકાણની સારી તકો શોધી રહ્યું છે.

40 હજાર કરોડનો દાવ અને હજારો રોજગાર, જાણો ભારતીય કંપનીઓ કેનેડા માટે કેટલી મહત્વની છે
Narendra modi, Justin Trudeau
TV9 Gujarati
| Edited By: | Updated on: May 11, 2023 | 4:06 PM
Share

ભારત માત્ર શ્રીલંકા, બાંગ્લાદેશ, નેપાળ, અફઘાનિસ્તાન કે ખાડીના દેશો માટે જ નહીં પરંતુ કેનેડા જેવા દેશો માટે પણ ખૂબ મહત્વનું બની ગયું છે. તેના પર ભારતીય કંપનીઓએ 40 હજાર કરોડ કરતાં પણ વધારે રોકાણ કર્યું અને હજારો લોકોને રોજગાર પુરો પાડ્યો છે. CIIની ફ્રોમ ઈન્ડિયા ટૂ કેનેડા ઈકોનોમિક ઈમ્પૈક્ટ એંડ એેંગેજમેંટ પરથી આવેલ અહેવાલ પ્રમાણે કેનેડામાં ભારતીય ઉદ્યોગનો વ્યાપ વધી રહ્યો છે. કેનેડાના અર્થતંત્રમાં વિદેશી પ્રત્યક્ષ રોકાણ, રોજગાર સર્જન વગેરેમાં ભારતીય કંપનીઓ દ્વારા યોગદાનને કરવામાં આવ્યું છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ટોરંટો યાત્રા વખતે આ અહેવાલ જાહેર કર્યો હતો.

CII અને કેનેડા-ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ દ્વારા આયોજિત અહેવાલ લોન્ચ ઈવેન્ટમાં ગોયલે જણાવ્યું હતું, કેનેડાની પાસે રોકાણ કરવા માટે સરપ્લસ યોગ્ય છે. તે ભારતમાં રોકાણની સારી તકો શોધી રહ્યું છે. ત્યારે હવે ભારત આયાત-નિકાસમાં મોટા પ્રમાણમાં કરી શકશે. ભારતીય પ્રતિભાઓમાં કેનેડાની અર્થવ્યવસ્થામાં યોગદાન આપી રહી છે અને ભારતમાંથી કેનેડામાં રોકાણ પણ જોઈ રહ્યા છીએ. આ એક દ્વિ-માર્ગી હશે અને બંને દેશોને ફાયદો થશે.

આ પણ વાંચો :World Economy: ભારતને અમેરિકાની જેમ અમીર બનતા કેટલા વર્ષ લાગશે ? ભારત ક્ચારે બનશે વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર ?

17000 લોકોને રોજગાર પૂરો પાડ્યો

કેનેડામાં 30 ભારતીય કંપનીઓની હાજરી છે, જેમણે ભારતીય રૂપિયામાં 40,446 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. આ કંપનીઓ 17 હજારથી વધુ લોકોને રોજગાર આપે છે. કેનેડામાં આ કંપનીઓ દ્વારા R&D ખર્ચ 700 મિલિયન કેનેડિયન ડોલર છે. સર્વેક્ષણમાં સામેલ 85 ટકા કંપનીઓ ભવિષ્યની નવીનતાઓ માટે ભંડોળમાં વધારાની અપેક્ષા રાખે છે. અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે સહભાગી કંપનીઓ આગામી 5 વર્ષમાં કેનેડામાં વધુ રોકાણ કરવાની યોજના ધરાવે છે અને 96 ટકા વધુ કર્મચારીઓની ભરતી કરવાની યોજના ધરાવે છે.

વ્યવસાય માટે નફાકારક

કેનેડાના ઇન્ટરનેશનલ ટ્રેડ મિનિસ્ટર મેરી એનજીએ અહેવાલ જાહેર કરતા કહ્યું કે કેનેડા અને ભારત વચ્ચેની આર્થિક ભાગીદારી મજબૂત કરવી એ પેસિફિક મહાસાગરની બંને બાજુના વ્યવસાયો માટે ફાયદાકારક છે. CIIના ડાયરેક્ટર જનરલ ચંદ્રજીત બેનર્જીએ જણાવ્યું હતું, ભારત અને કેનેડા વચ્ચે વેપાર અને રોકાણની ભાગીદારી સતત વધી રહી છે, ત્યારે કેનેડામાં ભારતીય કંપનીઓ અને તેમની આર્થિક અસર વિશે કહેવાનું બાકી છે. બેનર્જીએ કહ્યું કે કેનેડામાં ભારતનો વ્યાપાર વધી રહ્યો હોવાથી અમારો આર્થિક સહયોગ વધુ મજબૂત, વધુ સંકલિત વ્યૂહાત્મક અને વ્યાપક ભાગીદારી તરફ દોરી જશે.

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">