દેશમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં 30%નો વધારો, નાણાકીય વર્ષ 2023માં આંકડો આઠ લાખ કરોડ રૂપિયાથી વધુ

|

Sep 19, 2022 | 7:20 AM

એ કંપનીઓ અથવા ઉદ્યોગો પર વિન્ડફોલ ટેક્સ વસૂલવામાં આવે છે જે ચોક્કસ સંજોગોમાં તાત્કાલિક નોંધપાત્ર લાભ મેળવે છે. ભારતીય ઓઇલ કંપનીઓ તેનું સારું ઉદાહરણ છે. યુક્રેન પર રશિયાના હુમલા બાદ આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયો છે.

દેશમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં 30%નો વધારો, નાણાકીય વર્ષ 2023માં આંકડો આઠ લાખ કરોડ રૂપિયાથી વધુ
Symbolic Image

Follow us on

એડવાન્સ ટેક્સ કલેક્શન(Advance Tax Collection)માં વધારાને કારણે ચાલુ નાણાકીય વર્ષમાં 17 સપ્ટેમ્બર સુધી ગ્રોસ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન(Gross Direct Tax Collection) 30 ટકા વધીને રૂ. 8.36 લાખ કરોડ થયું છે. નાણા મંત્રાલયે(Finance Ministry) રવિવારે આ જાણકારી આપી હતી. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2022-23 માટે અત્યાર સુધી (રિફંડ માટે એડજસ્ટમેન્ટ પહેલાં) પ્રત્યક્ષ કરની કુલ વસૂલાત રૂ. 8,36,225 કરોડ છે જે અગાઉના નાણાકીય વર્ષના સમાન સમયગાળામા રૂ. 6,42,287 કરોડ હતી જેના કરતાં 30 ટકા વધુ છે.

કુલ કલેક્શનમાં કોનો કેટલો હિસ્સો?

એપ્રિલ-સપ્ટેમ્બર માટે સંચિત એડવાન્સ ટેક્સ કલેક્શન 17 સપ્ટેમ્બરના રોજ રૂ. 2,95,308 કરોડ હતું. જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળાની તુલનામાં 17 ટકા વધુ હતું. 8.36 લાખ કરોડના કુલ કલેક્શનમાંથી રૂ. 4.36 લાખ કરોડ કોર્પોરેટ આવકવેરામાંથી અને રૂ. 3.98 લાખ કરોડ વ્યક્તિગત આવકવેરા (PIT)માંથી આવ્યા છે એમ નિવેદનમાં જણાવાયું છે. PITમાં સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સનો સમાવેશ થાય છે.

રિફંડ માટે એડજસ્ટમેન્ટ બાદ ચોખ્ખું કલેક્શન 23 ટકા વધીને રૂ. 7,00,669 કરોડ થયુ છે.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

આ સિવાય તમને જણાવી દઈએ કે સરકારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત છ મહિનાની નીચી સપાટી પર લાવી દીધી છે. તેને જોતા ક્રૂડ ઓઈલ નિકાસકારોને મોટી રાહત આપવામાં આવી છે. સરકારે ક્રૂડ ઓઈલની નિકાસ પરનો વિન્ડફોલ ટેક્સ 13,300 રૂપિયાથી ઘટાડીને 10,500 રૂપિયા પ્રતિ ટન કર્યો છે. આ સાથે ડીઝલ પર લાગુ નિકાસ જકાત ઘટાડીને 5 રૂપિયા પ્રતિ લીટર કરવામાં આવી છે. અગાઉ તે 7 રૂપિયા પ્રતિ લીટરથી વધારીને 13.50 રૂપિયા પ્રતિ લીટર કરવામાં આવ્યો હતો. સરકાર દ્વારા જારી કરાયેલા નવા દરો 17 સપ્ટેમ્બરની મધરાતથી અમલમાં આવ્યા છે.

એ કંપનીઓ અથવા ઉદ્યોગો પર વિન્ડફોલ ટેક્સ વસૂલવામાં આવે છે જે ચોક્કસ સંજોગોમાં તાત્કાલિક નોંધપાત્ર લાભ મેળવે છે. ભારતીય ઓઇલ કંપનીઓ તેનું સારું ઉદાહરણ છે. યુક્રેન પર રશિયાના હુમલા બાદ આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયો છે. આનાથી ઓઈલ કંપનીઓને ઘણો ફાયદો થયો છે. રુસો-યુક્રેન યુદ્ધને કારણે તેલ કંપનીઓ ભારે નફો કમાઈ રહી હતી તેથી તેમના પર વિન્ડફોલ ટેક્સ લાદવામાં આવ્યો હતો. માત્ર ભારત જ નહીં, ઈટાલી અને યુકેએ પણ તેમની ઊર્જા કંપનીઓ પર આ ટેક્સ લાદ્યો છે.

 

Next Article