AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સી પાસેથી વસુલવામાં આવ્યા 18000 કરોડ રૂપિયા, કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં આપી માહિતી

કેન્દ્ર સરકારનું પ્રતિનિધિત્વ કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને માહિતી આપી હતી કે વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોકસીના કેસમાં 18,000 કરોડ રૂપિયા બેંકોને પરત કરવામાં આવ્યા છે.

વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સી પાસેથી વસુલવામાં આવ્યા 18000 કરોડ રૂપિયા, કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં આપી માહિતી
Mehul Choksi, Vijay Mallya, Nirav Modi
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 23, 2022 | 11:19 PM
Share

દેશની બેંકો (Bank) સાથે હજારો કરોડની છેતરપિંડી કરીને વિદેશ ભાગી ગયેલા ભાગેડુ વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સી પાસેથી કેટલી રકમ વસૂલવામાં આવી છે તેની માહિતી બુધવારે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આપી હતી. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સી વતી 18,000 કરોડ રૂપિયા બેંકોને પરત કરવામાં આવ્યા છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને માહિતી આપી હતી કે આ રકમ બેંકોને પરત કરવામાં આવી છે.

આ પહેલા સુપ્રીમ કોર્ટે ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યા સામે કોર્ટના અવમાનના કેસની સુનાવણી 24 ફેબ્રુઆરી સુધી મુલતવી રાખી હતી. સુપ્રીમ કોર્ટે વિજય માલ્યાને બે સપ્તાહનો સમય આપ્યો છે. વકીલ મારફતે કોર્ટમાં અરજી દાખલ કરવાનો આ છેલ્લો સમય છે. ઉલ્લેખખનીય છે કે માલ્યા ભારતમાં છેતરપિંડી અને મની લોન્ડરિંગના આરોપોનો સામનો કરવા માટે વોન્ટેડ છે અને “ગોપનીય” કાનૂની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી યુકેમાં જામીન પર રહે છે.

SCમાં PMLA વિરુદ્ધ દાખલ અરજી પર સુનાવણી

તુષાર મહેતાએ જસ્ટિસ એએમ ખાનવિલકરની અધ્યક્ષતાવાળી બેંચને જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, 2002 સંબંધિત કુલ કેસોમાં 67,000 કરોડ રૂપિયાના આર્થિક ગુનાનો સમાવેશ થાય છે. પીએમએલએ હેઠળ સર્વોચ્ચ અદાલત ગુનાની આવકની શોધ, જપ્તી, તપાસ અને જોડાણ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને ઉપલબ્ધ સત્તાઓના વ્યાપક અવકાશને પડકારતી અરજીઓની સુનાવણી કરી રહ્યું છે. જસ્ટિસ એએમ ખાનવિલકરની અધ્યક્ષતાવાળી બેંચના અન્ય સભ્યોમાં જસ્ટિસ દિનેશ મહેશ્વરી અને જસ્ટિસ સીટી રવિકુમાર છે.

મહેતાએ બેંચને માહિતી આપી હતી કે વર્ષ 2016થી 2021 દરમિયાન EDએ તપાસ માટે માત્ર 2,086 PMLA કેસ સ્વીકાર્યા હતા, જ્યારે આવા કેસો માટે 33 લાખ FIR નોંધવામાં આવી હતી. ED પાસે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, 2002 હેઠળ સંપત્તિની તપાસ, જપ્તી, શોધ અને જપ્ત કરવાની સત્તા છે.

તેમણે કહ્યું કે પીએમએલએ હેઠળ દર વર્ષે બહુ ઓછી સંખ્યામાં કેસ લેવામાં આવે છે. જ્યારે દર વર્ષે બ્રિટનમાં મની લોન્ડરિંગ એક્ટ હેઠળ 7,900 કેસ, અમેરિકામાં 1,532 કેસ, ચીનમાં 4,691 કેસ, ઓસ્ટ્રિયામાં 1,036 કેસ, હોંગકોંગમાં 1,823 કેસ, બેલ્જિયમમાં 1,862 કેસ અને રશિયામાં 2,764 કેસ નોંધાયા છે.

આ પણ વાંચો :  Asia Economic Dialogue 2022: આગામી 20 વર્ષમાં ગ્રીન એનર્જીમાં સુપર પાવર બનશે ભારત – મુકેશ અંબાણી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">