આફત અવસર પણ લાવે છે: નરેન્દ્ર મોદીનું નિવેદન ચીનના બિઝનેસ ટાયકૂન Zhong Shanshan માટે બંધ બેસતું, કોરોનાકાળમાં નેટવર્થએ હદે વધી કે એશિયાના નંબર 2 ધનિક બન્યા
નરેન્દ્ર મોદીએ કોરોના લોકડાઉં દરમ્યાન એક નિવેદન આપ્યું હતું કે આફત અવસર પણ લાવે છે આ કહેવત ચીનના બિઝનેસ ટાયકૂન માટે બંધ બેસતી સાબિત થઇ છે. પાણી અને કોરોના વેક્સીન બનવતી કંપની Nongfu Spring ના શેરના ભાવ એ હદે ઉપર ચઢ્યા કે કંપનીના માલીક Zhong Shanshan ચીનના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. Zhong Shanshan […]
નરેન્દ્ર મોદીએ કોરોના લોકડાઉં દરમ્યાન એક નિવેદન આપ્યું હતું કે આફત અવસર પણ લાવે છે આ કહેવત ચીનના બિઝનેસ ટાયકૂન માટે બંધ બેસતી સાબિત થઇ છે. પાણી અને કોરોના વેક્સીન બનવતી કંપની Nongfu Spring ના શેરના ભાવ એ હદે ઉપર ચઢ્યા કે કંપનીના માલીક Zhong Shanshan ચીનના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. Zhong Shanshan એ ઈ કોમર્સ કંપનીના માલીક Jack Ma ને પાછળ પાડી ચીનના સૌથી ધનિક અને એશિયામાં મુકેશ અંબાણી બાદ બીજા ક્રમના ધનિક વ્યક્તિ બની ગયા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ફોર્બ્સ દરરોજ ધનિકોની યાદી જાહેર કરે છે. ૨૩ સપ્ટેમ્બરથી એશિયા અને ચીનની યાદીમાં ફેરફાર થયા છે જેમાં ૬૬ વર્ષીય ઝેજિયાંગની કુલ સંપત્તિ 57.9 અબજ ડોલર પર પહોંચી ગઈ હતી. Zhong Shanshan ચીનના નવા સર્વોચ્ચ ધનિક વ્યક્તિ બન્યાછે પરંતુ તેમની નેટવર્થ સ્ટોકના ભાવમાં ફેરફાર સાથે વધઘટ થાય છે. જે આજે 53.6 અબજ ડોલર નોંધાઈ હતી. Zhong Shanshan એ ટેન્સેન્ટ હોલ્ડિંગ્સ અને ઇ-કોમર્સ માર્કેટ લીડર અલીબાબાના જેક મા ને પાછળ ધકેલી દીધા છે. મુકેશ અંબાણી પછીનો ધનિક વ્યક્તિ વિશ્વમાં તે બની ગયો છે.
દેશ અને દુનિયાના જાણીતા ધનિકો અને તેમની નેટવર્થ Jeff Bezos (Amazon) $182.6B Bill Gates $114.9B Mark Zuckerberg (FaceBook) $93.7B Mukesh Ambani (RIL) $85.1B Zhong Shanshan (china) $53.6B Jack Ma (Alibaba) $50.2B
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો