કોરોના મહામારીની નકારાત્મક અસર: એર એશિયા ભારતમાંથી પોતાનો કારોબાર સમેટવાની તૈયારીમાં
એશિયામાં બજેટ એરલાઈનની ક્રાંતિ લાવનાર એર એશિયા ભારતમાં પોતાનો કારોબાર સમેટી શકે છે. નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરીએ આ બાબતના સંકેત આપ્યા છે. એર એશિયાએ ચંદીગઢથી પોતાની ફ્લાઈટ બંધ કરવા બાબતે નિવેદન આપતા પુરીએ કહ્યું હતું કે એર એશિયાની દુકાન બંધ થવાની છે તેની પેરેન્ટ કંપનીમાં પ્રોબ્લમ છે. આ સંકેત સ્પષ્ટ કરે છે કે એર […]

એશિયામાં બજેટ એરલાઈનની ક્રાંતિ લાવનાર એર એશિયા ભારતમાં પોતાનો કારોબાર સમેટી શકે છે. નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરીએ આ બાબતના સંકેત આપ્યા છે. એર એશિયાએ ચંદીગઢથી પોતાની ફ્લાઈટ બંધ કરવા બાબતે નિવેદન આપતા પુરીએ કહ્યું હતું કે એર એશિયાની દુકાન બંધ થવાની છે તેની પેરેન્ટ કંપનીમાં પ્રોબ્લમ છે. આ સંકેત સ્પષ્ટ કરે છે કે એર એશિયા ભારતમાંથી વેપાર સમેટી ભારતમાં કારોબાર બંધ કરવા જઈ રહી છે. ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીના કારણે એરલાઇન્સ કંપનીઓને ભારે નુકશાનનો સામનો કરવો પડયો છે.

એર એશિયાની ભારતીય કંપની એર એશિયા ઈન્ડિયામાં મોટો હિસ્સો ટાટા ગ્રૃપનો છે. મલેશિયાની આ એરલાઈન એક સમયે એશિયામાં સૌથી સસ્તી વિમાન સેવા ઉપલબ્ધ કરાવતી હતી જેણે એરલાઇન્સ ક્ષેત્રમાં ક્રાંતિ લાવી હતી . કોરોના સંકટને કારણે એરલાઈન ક્ષેત્ર ખરાબ રીતે પ્રભાવિત થયું છે.

એર એશિયા કંપની જાપાનમાં પણ પોતાનો કારોબાર બંધ કરવાનું વિચારી રહી છે. ભારતમાં તેની હિસ્સેદારી 6.8 ટકા છે . એરલાઇન્સ કંપનીમાં કર્મચારીઓની સંખ્યા 3000થી પણ વધારે છે. ટાટાની એર એશિયામાં 51 ટકા ભાગીદારી છે જે હવે 49 ટકાની ભાગીદારી પણ ખરીદવા વિચાર કરી રહી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
