Tourism Budget 2026 : ભારતને મેડિકલ ટુરિઝમ હબ બનાવવા પર ભાર મૂકવામાં આવશે,લોથલ, ધોળાવીરા સહિતના 15 ઐતિહાસિક સાઇટોને વિકસાવાશે

Travel and Tourism Budget 2026 : ફરવાના શૌખીન માટે બજેટમાં ઢગલાબંધ ગુડ ન્યુઝ આવ્યા છે.સરકાર 2026ના બજેટમાં મુસાફરી,ટ્રાવેલ,ટુરિઝમ અને માળખાગત સુવિધાઓ પર મોટી જાહેરાતો કરે તેવી અપેક્ષા પહેલાથી હતી,

Tourism Budget 2026 :  ભારતને મેડિકલ ટુરિઝમ હબ બનાવવા પર ભાર મૂકવામાં આવશે,લોથલ, ધોળાવીરા સહિતના 15 ઐતિહાસિક સાઇટોને વિકસાવાશે
| Updated on: Feb 01, 2026 | 1:20 PM

આજે 1 ફેબ્રુઆરી, 2026 ના રોજ રજૂ થનાર સામાન્ય બજેટ ફક્ત આવક અને ખર્ચનું નિવેદન જ નહીં, પરંતુ તે રાજકારણ, વિકાસ અને ભવિષ્યની દિશાને પણ પ્રતિબિંબિત કર્યું છે. લોથલ, ધોળાવીરા સહિતના 15 ઐતિહાસિક સાઇટોને વિકસાવાશે.નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમના બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે મંદિર નગરોવાળા 2-3 શહેરો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ હેતુ માટે ₹5,000 કરોડની ફાળવણી કરવામાં આવી રહી છે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે સાત હાઇ-સ્પીડ રેલ કોરિડોર પણ બનાવવામાં આવશે.

IIM તરફથી 10,000 ટુરિસ્ટ ગાઇડ્સને તાલીમ આપવામાં આવશે, બજેટમાં ટુરિઝમ ક્ષેત્ર માટે અનેક મોટી જાહેરાતો કરવામાં આવી છે.નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ હોસ્પિટાલિટીની સ્થાપના કરવામાં આવશે. 20 લોકપ્રિય પ્રવાસન સ્થળોએ 10,000 હજાર ગાઈડ્સના કૌશલ્યને વધારવા માટે એક યોજના શરૂ કરવામાં આવશે. નેશનલ ડેસ્ટિનેશન ડિઝિટલ નોલેજ ગ્રિડ સ્થાપિત કરવામાં આવશે.

વર્લ્ડ ટ્રેકિંગ અને હાઇકિંગ

હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ અને કાશ્મીર અને અરાકુ ખીણમાં પર્વતીય રસ્તાઓ વિકસાવવામાં આવશે. ઓડિશા, કર્ણાટક અને કેરળમાં ટર્ટલ રસ્તાઓ વિકસાવવામાં આવશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે રેલ્વે માટે મોટી જાહેરાતો કરી છે. કેન્દ્રીય બજેટ 2026 માં દિલ્હી-વારાણસી અને વારાણસી-સિલિગુડી કોરિડોર સહિત 7  હાઇ-સ્પીડ રેલ કોરિડોરના નિર્માણની જાહેરાત કરવામાં આવી હતી.

હાઇ સ્પીડ રેલ કોરિડોર

  • મુંબઈ-પુણે
  • પુણે-હૈદરાબાદ
  • હૈદરાબાદ-બેંગલુરુ
  • હૈદરાબાદ-ચેન્નાઈ
  • ચેન્નાઈ-બેંગલુરુ
  • દિલ્હી-વારાણસી
  • વારાણસી-સિલિગુડી

પાંચ મુખ્ય પ્રવાસન સ્થળોના વિકાસની જાહેરાત

આ બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે પાંચ પૂર્વોત્તર રાજ્યોમાં પ્રવાસન સ્થળોના વિકાસની જાહેરાત કરી હતી. આનાથી પૂર્વોત્તર રાજ્યોમાં પ્રવાસીઓનો ટ્રાફિક વધશે. આનાથી આ રાજ્યોની આવકમાં વધારો થશે.નાણામંત્રી નિર્મલા સીતારમણે 2026ના બજેટમાં ઉત્તરપૂર્વીય ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરીને અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, આસામ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં બૌદ્ધ સર્કિટ સહિત પાંચ મુખ્ય પ્રવાસન સ્થળોના વિકાસની જાહેરાત કરી હતી. આ યોજનામાં મંદિરો, તીર્થસ્થાનો અને કનેક્ટિવિટીમાં સુધારો કરવાનો સમાવેશ થાય છે.

સામાન્ય માણસ પોતાના ઘરના રોજબરોજના ખર્ચથી લઈને ભવિષ્યના ખર્ચને લઈને સંપૂર્ણ હિસાબ કિતાબ કરે છે. જ્યારે સરકાર આ પ્રકારના હિસાબો તૈયાર કરે છે, ત્યારે તેને ‘બજેટ’ કહેવામાં આવે છે.અહી ક્લિક કરો

Published On - 11:50 am, Sun, 1 February 26