Education sector budget 2023-2024: એજ્યુકેશન ક્ષેત્રને મળ્યા આ ફાયદાઓ, નેશનલ ડિજીટલ લાયબ્રેરી અને નવી નર્સિંગ કોલેજોની કરાશે સ્થાપના

|

Feb 01, 2023 | 1:04 PM

Education budget 2023 : નાણામંત્રી નિર્મલા સીતારમણે અમૃત કાળમાં રજૂ કરેલા બજેટમાં સપ્તઋષિને ધ્યાનમાં રાખતા 7 સંકલ્પ સાથે બજેટની 7 પ્રાથમિકતાઓ રજૂ કરી હતી. જેમાં એજ્યુકેશન ક્ષેત્રને લઈને પણ બજેટ રજૂ કર્યુ છે. જાણો એજ્યુકેશન ક્ષેત્રે વિદ્યાર્થીને શું મળશે નવા લાભ..?

Education sector budget 2023-2024: એજ્યુકેશન ક્ષેત્રને મળ્યા આ ફાયદાઓ, નેશનલ ડિજીટલ લાયબ્રેરી અને નવી નર્સિંગ કોલેજોની કરાશે સ્થાપના
Education sector Budget 2023

Follow us on

દર વર્ષની જેમ આ વર્ષે પણ કેન્દ્રીય બજેટ (budget 2023) રજૂ કરવામાં આવી રહ્યું છે. દરેક સામાન્ય માણસને સામાન્ય બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ હોય છે. સંસદમાં આજે નાણાકીય વર્ષ 2023-2024 માટેનું સામાન્ય અંદાજપત્ર રજૂ થયું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ પોતાનું 5મું બજેટ રજૂ કર્યું છે. આ સાથે જ વિદ્યાર્થીઓને પણ આ સામાન્ય બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. શિક્ષણ ક્ષેત્રે આ સામાન્ય બજેટમાં શું ખાસ છે. કારણ કે કોરોના સમયગાળા દરમિયાન જો કોઈ વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત થયો હોય તો તે શિક્ષણ ક્ષેત્ર છે.

સંસદના બજેટ સત્રમાં આજે દેશનું સામાન્ય બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટમાં શિક્ષણ ક્ષેત્ર માટે પણ મોટી જાહેરાત કરવામાં આવી છે. લોકસભામાં દેશનું સામાન્ય બજેટ રજૂ કરતા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે શિક્ષણ માટે જાહેરાત કરી હતી કે, દેશમાં શિક્ષકોની તાલીમ માટે નવા કાર્યક્રમો શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચો : Union Budget 2023 LIVE : બજેટ રજૂ કરી રહ્યા છે નિર્મલા સીતારમણ, કહ્યું ‘આ બજેટ આગળના વર્ષો માટેની બ્લુ પ્રિન્ટ’

WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024

વર્ષ 2023માં એજ્યુકેશન ક્ષેત્રે ઘણાં નવા બદલાવો આવ્યા છે. જે નીચે મુજબ છે.

  1. 157 નવી નર્સિંગ કોલેજોની સ્થાપના કરવામાં આવશે
  2. બાળકો અને યુવાનો માટે ડિજિટલ લાઇબ્રેરી તૈયાર કરવામાં આવશે
  3. નેશનલ ડિજીટલ લાયબ્રેરી પંચાયત અને વોર્ડ લેવલ સુધી ખોલવામાં આવશે
  4. પ્રાદેશિક અને અંગ્રેજી ભાષાઓમાં પુસ્તકો ઉપલબ્ધ થશે
  5. ઉંમર પ્રમાણે પુસ્તકો મળશે
  6. રાજ્યો અને તેમના માટે પ્રત્યક્ષ પુસ્તકાલયો બનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે
  7. દેશભરની એકલવ્ય મોડલ સ્કૂલોમાં 38,800 શિક્ષકોને પુનઃસ્થાપિત કરવામાં આવશે

એકલવ્ય મોડલ શાળાઓ માટે શિક્ષકોની નિમણુક

આ ઉપરાંત 157 નવી નર્સિંગ કોલેજોની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત પંચાયત અને વોર્ડ સ્તર સુધી નેશનલ ડિજિટલ લાયબ્રેરી ખોલવામાં આવશે. પ્રાદેશિક અને અંગ્રેજી ભાષામાં પુસ્તકો આપવામાં આવશે. NGOના સહયોગથી સાક્ષરતા પર કામ કરવામાં આવશે.આ ઉપરાંત એકલવ્ય મોડલ શાળાઓ માટે 38,800 શિક્ષક-કર્મચારીઓની નિમણૂક કરવામાં આવશે.

સરકાર આ બજેટમાં કોઈ કસર છોડવા માંગતી નથી

કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ રજૂ કરતા પહેલા કેબિનેટની બેઠકમાં હાજરી આપી હતી. આ બેઠકમાં બજેટ અંગે ચર્ચા કરવામાં આવી હતી. મોદી સરકાર માટે આ બજેટ એટલા માટે પણ ઘણું મહત્વનું છે. કારણ કે આવતા વર્ષે એટલે કે 2024માં સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે. આવી સ્થિતિમાં સરકાર આ બજેટમાં કોઈ કસર છોડવા માંગતી નથી.

2022માં શિક્ષણ ક્ષેત્રને કેટલું મળ્યું હતું?

વર્ષ 2022ના બજેટમાં શિક્ષણ ક્ષેત્રને 1 લાખ 4 હજાર 277 કરોડ રૂપિયાનું બજેટ આપવામાં આવ્યું હતું. તેમાંથી રૂપિયા 63,449 કરોડ શાળા શિક્ષણ માટે આપવામાં આવ્યા હતા. ઉચ્ચ શિક્ષણ માટે 40,828 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. સાર્વત્રિક શિક્ષણ માટે લગભગ રૂપિયા. 37,383 કરોડ ફાળવવામાં આવ્યા છે. 2021માં આ યોજના માટે કુલ બજેટમાં 30 હજાર કરોડની ફાળવણી કરવામાં આવી હતી.

Published On - 11:52 am, Wed, 1 February 23

Next Article