Budget 2023: ડ્રેનેજની સફાઈ માટે હવે સફાઈ કામદારોને નાળામાં નહીં ઉતરવું પડે, હાઈટેક મશીનો કરશે સફાઈ

|

Feb 01, 2023 | 3:33 PM

ડ્રેનેજમાં અંદર ઉતરતા શ્વાસ રૂંધાવાથી ઘણીવાર આ પ્રકારના બનાવો ભૂતકાળમાં બની ચૂક્યા છે. ત્યારે આ બાબતને ધ્યાનમાં રાખીને હવે આધુનિક ટેકનોલોજી વિકસાવમાં આવી છે. ત્યારે હવે દેશભરના શહેરોમાં મશીનરીથી જ સફાઈ કરવાનું શરૂ કરવામાં આવશે.

Budget 2023: ડ્રેનેજની સફાઈ માટે હવે સફાઈ કામદારોને નાળામાં નહીં ઉતરવું પડે, હાઈટેક મશીનો કરશે સફાઈ
Union Budget 2023

Follow us on

નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) 1 ફેબ્રુઆરીએ આગામી નાણાકીય વર્ષ 2023-24 માટે કેન્દ્રીય બજેટ રજૂ કર્યુ છે. જેમાં કેન્દ્ર સરકારની હાલની ઈનિંગના છેલ્લા આ સંપૂર્ણ બજેટથી લોકોને ઘણી આશાઓ બંધાયેલી હતી, જે તમામ આશાઓને પૂર્ણ કરવાના નાણામંત્રીએ પ્રયત્ન કર્યા છે. ત્યારે 2023માં નિર્મલા સીતારામણે ડ્રેનેજ સફાઈને લઈ પણ યોજના બનાવી છે. ત્યારે ડ્રેનેજ સફાઈ કરતા લોકો માટે આ મોટા સમાચાર છે.

ડ્રેનેજ સફાઈ માટે હવે સફાઈ કામદારોને ગટરમાં નહીં ઉતરવુ પડે

ડ્રેનેજની સફાઈની કામગીરીને લઈને નાણામંત્રી એ બજેટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં હવે ડ્રેનેજ સફાઈની કામગીરી માટે માણસોને નહીં ઉતરવુ પડે. દેશભરમાં અનેક શહેરોમાં ડ્રેનેજની સફાઈ કરવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પાણી, ટ્રાફિક, ડ્રેનેજ, પર્યાવરણ, આરોગ્ય સહિતના તમામ મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને ડ્રેનેજને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે કે હવે ડ્રેનેજ માટે સફાઈકામદારોને નાળામાં નહીં ઉતરવું પડે હવે મશીનો કરશે સફાઈ.

ડ્રેનેજમાં અંદર ઉતરતા શ્વાસ રૂંધાવાથી ઘણીવાર આ પ્રકારના બનાવો ભૂતકાળમાં બની ચૂક્યા છે. ત્યારે આ બાબતને ધ્યાનમાં રાખીને હવે આધુનિક ટેકનોલોજી વિકસાવમાં આવી છે. ત્યારે હવે દેશભરના શહેરોમાં મશીનરીથી જ સફાઈ કરવાનું શરૂ કરવામાં આવશે. એટલે કે ડ્રેનેજની સફાઈ માટે કામદારો નહીં પણ રોબર્ટ મશીન કામ કરતા દેખાશે. હવે સરકારે ડ્રેનેજની સફાઈ માટે રોબર્ટ મશીનની ફાળવણી કરશે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

કર્મચારીનું મોત ન થાય તે માટે સફાઈ માટે રોબોટ ઉતારાશે

દેશના શહેરોમાં ડ્રેનેજની સફાઈ માટે ઈકો ફ્રેન્ડલી રોબોટ ઉતારવામાં આવશે. જેના કારણે ડ્રેનેજની સફાઈ તો થશે જ પણ સાથે પર્યાવરણની જાળવણી પણ થશે. રોબોટને ડીઝલ કે વીજ પ્રવાહની જરૂર પડશે નહીં. કારણ કે, રોબોટ સંપૂર્ણ રીતે સોલાર પેનલથી ચાલે છે, જેથી તે ઈકો ફ્રેન્ડલી પણ છે.

સોલાર પેનલ રોબોટને ચાર્જ કરશે અને રોબર્ટ લઈ જવા માટેનો ટેમ્પો પણ બેટરી ઓપરેટેડ રહેશે. ડ્રેનેજની સફાઈ સંપૂર્ણ રીતે માનવ રહિત થાય એ માટેની તૈયારીઓ શહેર ગામની પાલિકા દ્વારા કરવામાં આવશે. અનેકવાર ડ્રેનેજની સફાઈ દરમિયાન કર્મચારીઓને ઈજા અથવા તો ગભરામણના કારણે મોત થતું હોય છે. આવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આ ઈકો ફ્રેન્ડલી રોબોટ બનાવવામાં આવ્યા છે.

ડ્રેનેજની સફાઈ માટે પડતી મુશ્કેલી હવે દૂર થશે

સમગ્ર દેશમાં મેન્યુઅલી સફાઈ પર પ્રતિબંધ આવી ગયો છે. જેના કારણે ડ્રેનેજની સફાઈ માટે પાલિકાને મુશ્કેલી પડી રહી છે. હાલમાં પાલિકા કેટલાક સાધનોનો ઉપયોગ કરીને ડ્રેનેજની સફાઈ કરી રહી છે. તેમાં મુશ્કેલી પડતા રોબોટનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો હતો. પાલિકાએ ડ્રેનેજ સફાઈ માટે ગુજરાત કોર્પોરેટર સોશિયલ પાસે 8 ઝોનમાં 8 રોબોટની માંગણી કરી હતી. જેમાંથી પહેલા તબક્કામાં 2 રોબોટ આવ્યા છે.

ગુજરાતના સુરતમાં ઉતારાયો છે રોબોટ

સુરત મહાનગર પાલિકા પાસે હાલમાં 8 રોબર્ટ મશીન છે. આ રોબર્ટ મશીન ડ્રેનેજમાં સફાઈ માટે ઉતારવામાં આવે છે અને તે જાતે જ સફાઈ કરી નાખે છે. સુરતના જૂના વિસ્તારમાં વર્ષો જૂની ડ્રેનેજ લાઇન હોવા ઉપરાંત હાલ વસ્તી અને વિસ્તાર વધતાની સાથે ડ્રેનેજ નેટવર્કમાં પણ વધારો થયો છે.

હાલ શહેરમાં 114 જેટલા અલગ-અલગ મશીનથી ડ્રેનેજની સફાઈ કામગીરી કરવામાં આવે છે. પરંતુ 2006થી સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ડ્રેનેજના મેનહોલમાં કામદારોને ઉતારવાનું બંધ કરાયું છે. અને હવે તેની સફાઈ માટે રોબર્ટ મશીનથી સફાઈ ચાલુ કરવામાં આવી છે.

Next Article