Real Estate Budget 2022: PM આવાસ યોજના હેઠળ 80 લાખ નવા મકાનો બાંધવામાં આવશે

|

Feb 01, 2022 | 5:58 PM

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) સતત ચોથી વખત નાણાકીય વર્ષ 2022-23નુ બજેટ રજૂ કર્યુ.

Real Estate Budget 2022:   PM આવાસ યોજના હેઠળ 80 લાખ નવા મકાનો બાંધવામાં આવશે
Real Estate Budget 2022

Follow us on

Real Estate Budget 2022: નાણામંત્રી નિર્મલા સીતારમણે (finance minister Nirmala Sitharaman) કેન્દ્રીય બજેટ 2022-23 (union budget 2022-2023) રજૂ કર્યું છે. સીતારમણ મોદી સરકારના બીજા કાર્યકાળનું ચોથું બજેટ સવારે 11 વાગ્યે સંસદમાં રજૂ કર્યું છે. કોરોના મહામારી અને તેની સામે ઊભા થયેલા પડકારોનો સામનો કરી રહેલી અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે સરકારે પ્રયત્નો કર્યા છે.

48 હજાર કરોડનું ફંડ ફાળવવામાં આવ્યુ

વર્ષ 2022-23માં પીએમ આવાસ યોજના હેઠળ 80 લાખ મકાનો બનાવવામાં આવશે. તેમના માટે 48 હજાર કરોડનું ફંડ રાખવામાં આવ્યું છે.જેથી પીએમ આવાસ યોજના દ્વારા 80 લાખ પરિવારોને મદદ મળશે. આ સાથે હર ઘર નળ યોજનાનો વિસ્તાર કરવામાં આવશે.તમને જણાવી દઈએ કે,નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમને વધુ રાહત આપતા 48,000 કરોડ રૂપિયાનું ફંડ ફાળવ્યુ છે. સરકારના આ નિર્ણયથી હવે શહેરીની સાથે ગ્રામીણ ક્ષેત્રમાં પણ સસ્તા ઘરે લોકોને ધર મળી શકશે.

ગયા વર્ષ કરતા 74 ટકા વધારેની જોગવાઈ

ગયા વર્ષ કરતા 74 ટકા વધારેની જોગવાઈ કરવામાં આવી છે.આ સાથેજ સરકારના આ નિર્ણયથી અસંગઠિત ક્ષેત્રમાં રોજગાર વધારવામાં પણ વેગ મળશે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

સરકાર દ્વારા લોકોના ઘરના સ્વપ્નને સાકાર કરવા પીએમ આવાસ યોજના શરૂ કરવામાં આવી છે. તેના માટે માર્ચ 2022 સુધી 2 કરોડ ઘર બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યુ હતુ.આ અંતર્ગત સરકાર દ્વારા ઘર ખરીદવા પર સબસિડી આપવામાં આવે છે. વિવિધ આવક જૂથો માટે સબસિડીની રકમ અલગ અલગ રાખવામાં આવી છે.

7.35 લાખ લાભાર્થીઓએ ક્રેડિટ લિંક્ડ સબસિડી સ્કીમનો લાભ લીધો

આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા ઉપલબ્ધ કરાયેલા આંકડા મુજબ, 1.12 કરોડ મકાનોની કુલ મૂલ્યાંકિત માંગ સામે PMAY (શહેરી) હેઠળ 1.14 કરોડ મકાનો મંજૂર કરવામાં આવ્યા છે.જેમાં 12 ડિસેમ્બર, 2021 સુધીમાં કુલ 91.5 લાખ મકાનો બાંધકામ માટે ગ્રાઉન્ડેડ હતા અને 53 લાખ મકાનો પૂર્ણ કરવામાં આવ્યા હતા. કુલ 17.35 લાખ લાભાર્થીઓએ ક્રેડિટ લિંક્ડ સબસિડી સ્કીમ (CLSS) દ્વારા હાઉસિંગ લોન પર સબસિડીનો લાભ લીધો છે. જેમાંથી 6.15 લાખ લાભાર્થીઓ મધ્યમ આવક જૂથના છે.

 

આ પણ વાંચો : Budget 2022: MSME સેક્ટર અને સ્ટાર્ટઅપ્સ માટે નાણામંત્રી નિર્મલા સીતારમણે કરી આ વાત

આ પણ વાંચો : Youth sector Budget 2022 : આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ 60 લાખ નવી નોકરીની તકો

Published On - 11:36 am, Tue, 1 February 22

Next Article