Budget 2022 : મોબાઈલ ચાર્જર અને એસેસરીઝ, કપડાં, ચામડાનો સામાન, કૃષિ સાધનો, ડાયમંડ જ્વેલરી, ઇલેક્ટ્રોનિક વસ્તુઓ સસ્તાં થશે

|

Feb 01, 2022 | 6:35 PM

આજે કેન્દ્રીય નાણાંમત્રી નિર્મલા સિતારામને સંસદમાં નાણાકીય વર્ષ 2022-2023 માટેનું બજેટ રજૂ કર્યુ, જેમાં તેમણે સામાન્ય લોકોને રાહત આપવાના ઉદેશથી કરેલી નાણાકીય જોગવાઈઓને કારણે કેટલીક ચીજવસ્તુઓ સસ્તી થશે. બજેટ બાદ કઈ કઈ વસ્તુ સસ્તી થશે તેના પર એક નજર નાખીએ.

Budget 2022 :  મોબાઈલ ચાર્જર અને એસેસરીઝ, કપડાં, ચામડાનો સામાન, કૃષિ સાધનો, ડાયમંડ જ્વેલરી, ઇલેક્ટ્રોનિક વસ્તુઓ સસ્તાં થશે
Union Budget 2022

Follow us on

આજે સંસદમાં કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સિતારામને નાણાકીય વર્ષ 2022-2023 માટેનું બજેટ રજૂ કર્યુ. જેમાં તેમણે સામાન્ય લોકોને રાહત આપવાના ઉદેશથી કરેલી નાણાકીય જોગવાઈઓને કારણે કેટલીક ચીજવસ્તુઓ સસ્તી થશે. બજેટ બાદ કઈ કઈ વસ્તુ સસ્તી થશે તેના પર એક નજર નાખીએ.

બજેટમાં નાણામંત્રીએ કેટલીક વસ્તુઓ પરની ડ્યૂટીમાં ઘટાડો કરતાં આગામી સમયમાં તેના ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે. બજેટમાં મોબાઈલ ચાર્જર અને એસેસરીઝ, કપડાં, ચામડાનો સામાન, કૃષિ સાધનો, ડાયમંડ જ્વેલરી, ઇલેક્ટ્રોનિક વસ્તુઓ પરની ડ્યૂટી ઘટતાં તે સસ્તાં થશે.

ચામડાનો સામાન અને કપડાં સસ્તા થશે

બજેટમાં આયાત ડ્યૂટીમાં ઘટાડો કરતાં ચામડાનો સામાન અને કપડાં સસ્તા થશે, દેશમાં અત્યારે ચામડાંની આયાત પર ઉંચી ડ્યૂટી લાગે છે જેના કારણે તેના ઉત્પાદનો મોંધા બને છે હવે ડ્યૂટીમાં ઘટાડો કરાંતા તે સસ્તાં થશે. આ સાથે ઇન્પોર્ટેડ કપડાંનો વપરાશ પણ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે. ટ્યૂટી ઘટતાં તેની કિંમત પણ ઓછી થશે જેનો સીધા ફાયદો ગ્રાહકોને મળશે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

કૃષિ સાધનો અને વિદેશી મશીનો સસ્તા થશે

દેશના કૃષિ ક્ષેત્રમા આધુનિકિકરણને વધી આગળ વધારવા માટે સરકાર નવી નવી યોજનાઓ લાવતી રહી છે. આમ છતાં હજુ કૃષિ યાંત્રિકરણમાં જોઈએ તેટલો વિકાસ થઈ રહ્યો નથી. કૃષિમાં યાંત્રિકરણ વધારવા માટે આયાત કરાતાં કૃષિ સાધનો પરની ડ્યૂટીમાં વધાટો કરવામાં આવ્યો છે તેથી તેના ભાવમાં ઘટાડો થશે.

આયાત ડ્યૂટી ઘટતાં ડાયમંડ જ્વેલરી, ઇલેક્ટ્રોનિક વસ્તુઓ અને મોબાઈલ એસેસરીઝ સસ્તી થશે

આયાત ડ્યૂટીમાં ઘટાડો કરાંતા ડાયમંડની જ્વેલરી સસ્તી થશે, રાજ્યમાં હીરા ઉદ્યોગ દ્વારા સરકારના વારંવાર રાહતો આપવાની રજૂઆતો કરાતી હતી. બજેટમાં ડાયમંડ જ્વેલરી પરની આયાત ડ્યૂટીમાં ઘટાડો કરતાં તે સસ્તાં થશે. આભૂષણ તથા કસ્ટમ ડ્યૂટી ઘટાડીને 5 ટકા કરી દેવામાં આવી છે. આ ઉપરાંત ઈલેકટ્રોનિક સામાન સસ્તો થશે. આ ઉપરાંત મોબાઈલ એસેસરીઝ અને મોબાઈલના સ્પેર પાર્ટ્સ સસ્તા થશે.

મોબાઈલ ફોન ચાર્જરના ટ્રાન્સફોર્મર પર ઈમ્પોર્ટ ડ્યુટી ઘટશે

મોબાઈલ ફોન ચાર્જરના ટ્રાન્સફોર્મર પર ઈમ્પોર્ટ ડ્યુટી ઘટશે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે તેમના બજેટ ભાષણમાં કહ્યું હતું કે મોબાઈલ ફોન ચાર્જરના ટ્રાન્સફોર્મર અને કેમેરા લેન્સ પરની આયાત ડ્યૂટી ઘટાડવામાં આવશે. આની શું અસર થશે? ડ્યુટીમાં ધટાડો થવાને કારણે ઘરેલુ મોબાઈલ ફોન ચાર્જર સસ્તા થશે.  દેશમાં એસેમ્બલ થયેલા મોબાઈલ પણ સસ્તા હોઈ શકે છે. સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન મળશે

રોજિંદા વપરાશની વસ્તુ સસ્તી થશે

રાષ્ટ્રીય રાજમાર્ગનું વિસ્તરણ કરાશે જેથી પરિવહન ખર્ચમાં ઘટાડો થશે, માલ સામાનના લાવવા લઈ જવા માટેની નવી સુવિધા ઉપલબ્ધ કરાશે, રેલ્વેમાં પણ લોજિસ્ટિક સેવાઓ વિકસીત કરાશે. પરિણામે રોજિંદા વપરાશની વસ્તુઓ સસ્તી થશે.

આ પણ સસ્તું થયું

નાણામંત્રીએ રજૂ કરેલા બજેટમાં કેટલીક વસ્તુઓ પર લાગતી ડ્યૂટીમાં ઘટાડો કર્યો છે જેના પગલે આવી વસ્તુઓ સસ્તી થઈ છે, ઉપર દર્શાવ્યા ઉપરાંત બટનો, ઝિપર્સ, સ્ટીલ, પેકેજિંગ બોક્સ અને કેમેરા મોડ્યુલ પણ સસ્તાં થશે.

આ પણ વાંચોઃ Budget 2022 Speech LIVE: આવકવેરામાં કોઈ રાહત નહીં, વર્ચ્યુઅલ કરન્સીથી કમાણી પર 30% ટેક્સ: નાણામંત્રી

આ પણ વાંચોઃ Youth sector Budget 2022 : આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ 60 લાખ નવી નોકરીની તકો

 

Published On - 11:17 am, Tue, 1 February 22

Next Article