AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જામનગરઃ કેન્દ્રના બજેટમાં બ્રાસસીટીને સ્થાન મળે તેવી આશા

જામનગરના બ્રાસપાર્ટ ઉધોગમાં આશરે 9 હજાર યુનિટ કાર્યરત છે. જેમાં પ્રત્યેક્ષ અને પરોક્ષ આશરે 3 લાખ લોકોને રોજગારી મળે છે. અંદાજીત 3 હજાર કરોડની વાર્ષિક ટર્નઓવર ધરાવે છે. છેલ્લા 6 દાયકાથી આ ઉધોગો માટે કેન્દ્રીય બજેટમાં કોઈ ખાસ લાભ કે રાહત મળ્યા નથી.

જામનગરઃ કેન્દ્રના બજેટમાં બ્રાસસીટીને સ્થાન મળે તેવી આશા
Jamnagar: Brass City hopes to find a place in Union budget
Divyesh Vayeda
| Edited By: | Updated on: Jan 30, 2022 | 3:37 PM
Share

JAMNAGAR : કેન્દ્રીય બજેટ (BUDGET 2022) રજુ થવાનુ છે. ત્યારે ઉધોગ અને જુદા-જુદા વર્ગ બજેટમાં મીટ માંડીને બેઠા છે. લોકોની અપેક્ષાઓ છે, આ વખતે તેમને બજેટમાં કોઈ મોટી રાહત કે લાભ મળશે કે કેમ? વાત જામનગરના વેપાર ઉધોગની, તો જામનગરમાં મોટા પાયે બ્રાસ ઉધોગ (Brass industry)આવેલો છે. આ વખતે બજેટમાં જામનગરના ઉઘોગકારો બજેટમાં કેટલીક રાહત મળે તેવી માંગ કરી છે.

જામનગરનો બ્રાસપાર્ટનો ઉધોગ જે આંતરરાષ્ટ્રીય બજારમાં સ્થાન ધરાવે છે અને જે કેન્દ્રીય બજેટમાં કોઈ રાહત કે લાભ મળશે તેવી આશા રાખે છે. જામનગરના બ્રાસઉધોગ પર લાખો લોકોની રોજગારી છે. બ્રાસ પાર્ટ માટે કાચામાલની આયાત કરવામા આવે છે. બ્રાસ ઉઘોગને કોઈ રાહત મળે તેવી માંગ કરવામાં આવી છે. જામનગરના બ્રાસને નવી ઓળખની માન્યતા મળે તેવી રજુઆત કરવામાં આવી છે.

જામનગરના બ્રાસપાર્ટ ઉધોગમાં આશરે 9 હજાર યુનિટ કાર્યરત છે. જેમાં પ્રત્યેક્ષ અને પરોક્ષ આશરે 3 લાખ લોકોને રોજગારી મળે છે. અંદાજીત 3 હજાર કરોડની વાર્ષિક ટર્નઓવર ધરાવે છે. છેલ્લા 6 દાયકાથી આ ઉધોગો માટે કેન્દ્રીય બજેટમાં કોઈ ખાસ લાભ કે રાહત મળ્યા નથી. ત્યારે આ વખતે કેન્દ્રીય બજેટમાં બ્રાસપાર્ટને સ્થાન મળશે અને કોઈ લાભ મળશે તેવી ઉધોગકારો આશા સેવી રહયા છે. આ માટેની વિસ્તૃત રજુઆત જામનગર ફેકટરી ઓનર્સ એસોશિયેશન દ્રારા કેન્દ્રીય નાણામંત્રીને કરવામાં આવી છે.

બ્રાસ પર જે જીએસટીનો દર 18 ટકા લાગુ છે. તે ઓછો કરીને 5 ટકા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. હાલ વધુ જીએસટીના કારણે બ્રાસ રૂપિયા 510 પર કિલો વેચાણ થાય છે. જે અન્ય ધાતુની સરખામણીમાં વધુ મોંધુ થતા તે તેના વેચાણ અને ઉત્પાદન પર અસર થાય છે. તેમજ બ્રાસ ઉધોગ આપમેળે વિકસીત થયેલ ઉધોગ છે. જેને કલસ્ટર ઉઘોગનો દરજજો આપીને ખાસ પેકેજ આપવાની રજુઆત કરવામાં આવી છે. સબસીડી, રાહત અને આર્થિક લાભ આપીને ઉઘોગના વિકાસ માટે સરકાર મદદ કરે તેવી માંગ કરવામાં આવી છે.

અપેક્ષાઓ અનેક છે, રજુઆતો ઘણી કરેલ છે. ત્યારે જામનગરના આ ઉધોગને બજેટમાં શુ મળશે, તે નાણાપ્રધાનનો બજેટનો પીટારો ખુલ્યા બાદ જ ખ્યાલ આવશે. જો જામનગરના આ ઉધોગને લાભ મળે તો ઉધોગની વિકાસની ગતિમાં ચોકકસથી વેગ આવશે.

આ પણ વાંચો : જાફરાબાદના બાબરકોટમાં નર્મદા સીમેન્ટ કંપનીમાં ગરમ કેમિકલ લીક, 1નું મોત, 2 ઇજાગ્રસ્તને ભાવનગર હોસ્પિટલમાં ખસેડાયા

આ પણ વાંચો : વલસાડ : રાજ્યમાં સૌ-પ્રથમ અતિઆધુનિક ફ્લોટિંગ જેટી અને મત્સ્ય ઉતરણ કેન્દ્ર બનાવવાના કામનો ઉમરસાડીમાં શુભારંભ

Follow Us
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
Breaking News : ગાંધીનગર મેટ્રો સેવામાં ટેકનિકલ ખામી
Breaking News : ગાંધીનગર મેટ્રો સેવામાં ટેકનિકલ ખામી
મહેનતનું યોગ્ય પરિણામ મળશે, પ્રેમ સબંધોમાં મધુરતા આવશે
મહેનતનું યોગ્ય પરિણામ મળશે, પ્રેમ સબંધોમાં મધુરતા આવશે
પાટીદાર સમાજ દ્વારા સામાજિક વિવાદોના નિરાકરણ માટે રચાયુ ‘સમાધાન પંચ’
પાટીદાર સમાજ દ્વારા સામાજિક વિવાદોના નિરાકરણ માટે રચાયુ ‘સમાધાન પંચ’
રસ્તા પર અચાનક ભૂવો પડતા શાકભાજી ભરેલી આખી લારી ખાબકી
રસ્તા પર અચાનક ભૂવો પડતા શાકભાજી ભરેલી આખી લારી ખાબકી
શંકરસિંહ વાઘેલાના નિવેદન સામે સુખરામ દાસ બાપુએ વ્યક્ત કરી નારાજગી
શંકરસિંહ વાઘેલાના નિવેદન સામે સુખરામ દાસ બાપુએ વ્યક્ત કરી નારાજગી
શિસ્તબધ્ધ પક્ષ BJP ના MLA બોલ્યા, દુષ્કાળ જાહેર કરો-સહાય પેકેજ આપો
શિસ્તબધ્ધ પક્ષ BJP ના MLA બોલ્યા, દુષ્કાળ જાહેર કરો-સહાય પેકેજ આપો
g clip-path="url(#clip0_868_265)">