AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જાફરાબાદના બાબરકોટમાં નર્મદા સીમેન્ટ કંપનીમાં ગરમ કેમિકલ લીક, 1નું મોત, 2 ઇજાગ્રસ્તને ભાવનગર હોસ્પિટલમાં ખસેડાયા

જાફરાબાદના બાબરકોટમાં નર્મદા સીમેન્ટ કંપનીમાં ગરમ કેમિકલ લીક, 1નું મોત, 2 ઇજાગ્રસ્તને ભાવનગર હોસ્પિટલમાં ખસેડાયા

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 30, 2022 | 2:42 PM
Share

જાફરાબાદ તાલુકાના બાબરકોટમાં આવેલી નર્મદા સીમેન્ટ કંપનીમાં કેમિકલ લીક થવાની ઘટના બની હતી, આ દુર્ઘટનામાં 1 વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય 2 ઇજાગ્રસ્ત થયા હતા, બંને ઇજાગ્રસ્તોને ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા

જાફરાબાદ (Jafrabad)  તાલુકાના બાબરકોટ (Babarkot) માં આવેલી નર્મદા સીમેન્ટ કંપનીમાં કેમિકલ લીક (chemical leak) થવાની ઘટના બની હતી. આ દુર્ઘટનામાં 1 વ્યક્તિનું મોત (Death) થયું હતું અને 2 લોકો ઇજાગ્રસ્ત થયાં હતાં. આ બંને ઇજાગ્રસ્તોને ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી પ્રમાણે કંપનીમાં રાખવામાં આવેલા રો મટીરયલના કિલરમાંથી ગરમ કેમિકલ લીક થતા આ દુર્ઘટના બની હતી. કંપનીમાં કામદારો કામ કરી રહ્યા હતા ત્યારે આ કેમિકલ લીક થતાં 3 લોકો તેની ઝપટમાં આવી ગયાં હતાં.

ગરમ કેમિકલથી દાઝેલા એક કામદારે ઘટના સ્થળે જ દમ તોડી દીધો હતો. જ્યારે અન્ય બે કામદારોને તાત્કાલિક ભાવનગર (Bhavnagar) ની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે મૃતકનું રાજુલાની હોસ્પિટલમાં પી.એમ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

ગયા મહિને ઘોઘંબાની ગુજરાત ફ્લોરો કંપનીમાં બ્લાસ્ટથી પાંચના મોત થયાં હતાં

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રણજીતનગરમાં આવેલી ગુજરાત ફ્લોરો કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ સાથે પ્રચંડ આગ ફાટી નીકળવાની ઘટનામાં પાંચ કામદારના મોત નીપજ્યાં હતાં. ગયા મહિને 16 ડિસેમ્બરના રોજ આ બનાવમાં દાઝેલા 15 કામદારોને હાલોલની રેફરલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ ગુજરાતમાં પ્રથમ 100 ચોરસ મીટરના 2975 હાઈ ક્વોલિટી સીરામીક ચિનાઈ માટીના ગાંધીજીના વિશાળ ભિતચિત્રને અમિત શાહે ખુલ્લું મૂક્યું

આ પણ વાંચોઃ ધંધુકા કિશન ભરવાડ હત્યા મામલે માલધારી સમાજનો વિરોધ, સી.આર, પાટિલે કહ્યું, “ગુજરાતની શાંતિ ડોહળવાના કોઈ પણ પ્રયત્નો સાંખી નહીં લેવાય”

g clip-path="url(#clip0_868_265)">