Union Budget 2024 : યુવા માટે સરકારે ખોલ્યો ખજાનો, 5 વર્ષમાં 1 કરોડ યુવાને ટોચની કંપનીમાં ઈન્ટર્નશીપ, 5 હજારની સહાય

|

Jul 23, 2024 | 12:10 PM

બજેટમાં 2 લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર 4.1 કરોડ યુવાનો માટે રોજગાર માટેની પાંચ યોજનાઓ લાવશે. આગામી 5 વર્ષમાં સરકાર 2 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરશે.

Union Budget 2024 : યુવા માટે સરકારે ખોલ્યો ખજાનો, 5 વર્ષમાં 1 કરોડ યુવાને ટોચની કંપનીમાં ઈન્ટર્નશીપ, 5 હજારની સહાય
In Union Budget 2024

Follow us on

આ વખતનું બજેટ મોટાભાગે યુવાઓ પર ફોકસ કરવામાં આવ્યું હોવાનું જણાઈ રહ્યું છે. બજેટમાં યુવાનોની ચાંદી જ ચાંદી જોવા મળી રહી છે. નિર્મલા સિતારામણે બજેટમાં મોટી જાહેરાતો કરી છે. જેમાં પહેલીવાર સરકાર આગામી 5 વર્ષમાં 1 કરોડ યુવાનોને 500 ટોચની કંપનીઓમાં ઈન્ટર્નશિપ આપશે. એક વર્ષની ઇન્ટર્નશિપ દરમિયાન દર મહિને રૂ. 5000 ની નાણાકીય સહાય પણ સરકાર કરશે.

બજેટમાં સરકારે યુવાનો આપી મોટી ભેટ

આ બજેટમાં યુવાનો માટે સરકારે મોટી જાહેરાતો કરી છે. જેમાં નોકરી મેળવનારાઓને સરકાર બે વર્ષ માટે દર મહિને 300 રૂપિયાનો વધારાનો PF આપશે. આ સાથે અભ્યાસ કરવા માટે 10 લાખ રૂપિયા સુધીની અનસિક્યોર્ડ એજ્યુકેશન લોન પણ યુવાનોને મળશે. આ સાથે યુવાનોને કૌશલ્યની તાલીમ આપવામાં આવશે. 30 લાખ યુવાનોને તાલીમ મળશે.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

 5 વર્ષમાં 1 કરોડ યુવાનોને ઈન્ટર્નશિીપ

બજેટમાં 2 લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર 4.1 કરોડ યુવાનો માટે રોજગાર માટેની પાંચ યોજનાઓ લાવશે. આગામી 5 વર્ષમાં સરકાર 2 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરશે. આ સાથે સરકારની આજે મોટી જાહેરાતમાં યુવાનો માટે સરકાર આગામી 5 વર્ષમાં 1 કરોડ યુવાનોને ઈન્ટર્નશિપ આપશે. એક વર્ષની ઇન્ટર્નશિપ દરમિયાન દર મહિને રૂ. 5000 ની નાણાકીય સહાય આપવામાં આવશે.

Next Article