Budget 2024 : બજેટમાં મધ્યમ વર્ગને મળશે રાહત! 12 લાખ સુધીની કમાણી પર ટેક્સમાં રાહત મળી શકે છે

|

Jul 20, 2024 | 10:05 AM

Budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણ 23 જુલાઈના રોજ નરેન્દ્ર મોદી 3.0 સરકારનું સામાન્ય બજેટ 2024 રજૂ કરશે. દરેક વ્યક્તિ બજેટ પાસેથી કંઈક ને કંઈક અપેક્ષા રાખે છે. ખાસ કરીને મધ્યમ વર્ગ લાંબા સમયથી ટેક્સમાં છૂટની અપેક્ષા રાખી રહ્યો છે.

Budget 2024 : બજેટમાં મધ્યમ વર્ગને મળશે રાહત! 12 લાખ સુધીની કમાણી પર ટેક્સમાં રાહત મળી શકે છે

Follow us on

Budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણ 23 જુલાઈના રોજ નરેન્દ્ર મોદી 3.0 સરકારનું સામાન્ય બજેટ 2024 રજૂ કરશે. દરેક વ્યક્તિ બજેટ પાસેથી કંઈક ને કંઈક અપેક્ષા રાખે છે. ખાસ કરીને મધ્યમ વર્ગ લાંબા સમયથી ટેક્સમાં છૂટની અપેક્ષા રાખી રહ્યો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર આ વખતે બજેટમાં મધ્યમ વર્ગને રાહત મળી શકે છે. 12 લાખ સુધીની કમાણી કરનારાઓ માટે ટેક્સમાં છૂટની જાહેરાત કરવામાં આવી શકે છે.

ટેક્સ સ્લેબમાં ફેરફાર શક્ય છે

સૂત્રોના જણાવ્યા અનુસાર, 9 થી 12 લાખના પગારદારને ટેક્સમાં રાહત મળી શકે છે. હાલમાં આ સ્લેબમાં 15 ટકાના દરે ટેક્સ વસૂલવામાં આવે છે. સરકાર તે સ્લેબ ઘટાડવાની યોજના બનાવી રહી છે. એવું માનવામાં આવે છે કે બજેટમાં ટેક્સ સ્લેબમાં ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી શકે છે.

તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન

સરકાર રૂપિયા 7.5 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ વસૂલતી નથી.

જો આ જાહેરાત થશે તો મધ્યમ વર્ગને મોટું પ્રોત્સાહન મળશે. કારણ કે સરકાર પહેલાથી જ 7.5 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ વસૂલતી નથી. જ્યારે મધ્યમ વર્ગને લઈને એવી માંગ કરવામાં આવી હતી કે તેને રાહત આપવી જોઈએ કારણ કે છેલ્લા ઘણા સમયથી આવકવેરાના મોરચે કોઈ રાહત મળી નથી. જો કે, સૂત્રોનું એમ પણ કહેવું છે કે તમામ રાહતદરે ફેરફારો નવા ટેક્સ સિસ્ટમમાં જ થશે.

સ્ટાન્ડર્ડ ડિડક્શન વધી શકે છે

સૂત્રોનું કહેવું છે કે બજેટમાં ક્યાં તો ટેક્સ સ્લેબમાં ફેરફાર કરી શકાય છે અથવા તો સ્ટાન્ડર્ડ ડિડક્શન વધારી શકાય છે. હાલમાં, કરદાતાઓને રૂ. 50,000 સુધીના પ્રમાણભૂત કપાતનો લાભ મળે છે. જો કે બજેટની સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. હલવાની વિધિ પણ કરવામાં આવી છે. બજેટની પ્રિન્ટિંગ શરૂ થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે, સરકાર નવી ટેક્સ વ્યવસ્થાને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરી રહી છે.

ઈન્કમ ટેક્સ શું છે?

આવકવેરો એટલેકે ઈન્કમ ટેક્સ એ કરનો એક પ્રકાર છે જે સરકારો તેમના અધિકારક્ષેત્રની અંદરના વ્યવસાયો અને વ્યક્તિઓ દ્વારા પેદા થતી આવક પર લાવે છે. કાયદા મુજબ, કરદાતાએ તેની કર જવાબદારી નક્કી કરવા માટે ફરજિયાતપણે આવકવેરા રિટર્ન ફાઇલ કરવું આવશ્યક છે. આવકવેરો એ સરકાર માટે આવકનો સ્ત્રોત છે.

આ પણ વાંચો : Budget 2024 : બજેટ બેગની બ્રીફકેસ થી ટેબ્લેટ સુધીની સફર… જાણો ક્યારે અને કેવા ફેરફાર આવ્યા!

Published On - 8:48 am, Sat, 20 July 24

Next Article