Budget 2024 : બજેટમાં ખેડૂત અને શ્રમિકો તરફ સરકારનું રહેશે ફોક્સ, આ જાહેરાત થઈ શકે છે

|

Jan 29, 2024 | 7:43 AM

Budget 2024 : લોકસભા ચૂંટણી પહેલા સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં સરકાર કેટલાક ક્ષેત્ર પર વિશેષ ધ્યાન આપી શકે છે. આ વચગાળાના બજેટમાં મધ્યમ વર્ગ, ખેડૂતો અને અસંગઠિત ક્ષેત્રના કામદારો સહિત મતદારોના મોટા વર્ગને આકર્ષવા માટે ‘લોકપ્રિય યોજનાઓ’ રજૂ થઈ શકે છે.

Budget 2024 : બજેટમાં ખેડૂત અને શ્રમિકો તરફ સરકારનું રહેશે ફોક્સ, આ જાહેરાત થઈ શકે છે

Follow us on

Budget 2024 : લોકસભા ચૂંટણી પહેલા સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં સરકાર કેટલાક ક્ષેત્ર પર વિશેષ ધ્યાન આપી શકે છે. આ વચગાળાના બજેટમાં મધ્યમ વર્ગ, ખેડૂતો અને અસંગઠિત ક્ષેત્રના કામદારો સહિત મતદારોના મોટા વર્ગને આકર્ષવા માટે ‘લોકપ્રિય યોજનાઓ’ રજૂ થઈ શકે છે.

ભૂતપૂર્વ નાણા સચિવ સુભાષ ચંદ્ર ગર્ગે આ વાત કહી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે જો જરૂરી હોય તો સરકાર આ ગેરંટી પૂરી કરવા માટે રાજકોષીય ખાધના લક્ષ્યને લઈને કેટલીક છૂટછાટો લઈ શકે છે.

સાશક પક્ષને યોજનાઓ દ્વારા મતદારોને આકર્ષવાની તક મળશે

નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ લોકસભામાં નાણાકીય વર્ષ 2024-25નું વચગાળાનું બજેટ રજૂ કરશે. આ તેમનું સતત છઠ્ઠું બજેટ હશે.લોકસભાની ચૂંટણી પહેલા રજૂ કરવામાં આવેલ વચગાળાનું બજેટ સત્તામાં રહેલી પાર્ટી માટે લાભની અને લોકશાહી યોજનાઓ દ્વારા મતદારોને આકર્ષવાની તક છે તેમ ગર્ગે એક નિવેદનમાં જણાવ્યું હતું.

આજનું રાશિફળ તારીખ : 14-05-2024
પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
Contact Number Recover : Mobile માંથી ડિલિટ થયેલા નંબરને આ રીતે પાછા મેળવો
શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર

વર્ષ 2019ની સામાન્ય ચૂંટણીઓ પહેલા રજૂ કરવામાં આવેલા વચગાળાના બજેટમાં પણ આપણે આવું થતું જોયું છે. સરકારે 2019માં મધ્યમ વર્ગ, ખેડૂતો અને અસંગઠિત ક્ષેત્રના કામદારોને ધ્યાને લીધા હતા. આ ક્ષેત્રનાકુલ મળીને અંદાજે 75 કરોડ મતદારો છે. સરકાર આ વખતે પણ આ મતદારોનું ખાસ ધ્યાન રાખે તેવી શક્યતા છે.

અગાઉ પણ ઘણી યોજનાઓ જાહેર કરાઈ હતી

તમને જણાવી દઈએ કે તે સમયે નાણામંત્રીની વધારાની જવાબદારી સંભાળી રહેલા વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે મધ્યમ વર્ગને આકર્ષવા માટે 5 લાખ રૂપિયા સુધીની કરપાત્ર આવકને આવકવેરામાંથી મુક્તિ આપી હતી. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ 12 કરોડ ખેડૂતોને વાર્ષિક રૂપિયા 6,000 રોકડ આપવાની પણ જાહેરાત કરી હતી. આ ઉપરાંત અસંગઠિત ક્ષેત્ર સાથે સંકળાયેલા 50 કરોડ કામદારોની નિવૃત્તિ પેન્શનમાં સરકારી યોગદાનનો પણ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો.

“મોદીની ગેરંટી”નું બજેટ જોવા મળી શકે છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન અનેક જાહેરાતો કરી હતી. આમાં અન્ય બાબતોની સાથે 450 રૂપિયામાં એલપીજી ગેસ સિલિન્ડર, ગરીબ મહિલાઓને 1,250 રૂપિયાની રોકડ ટ્રાન્સફર, 21 વર્ષ સુધીની ગરીબ છોકરીઓને 2 લાખ રૂપિયા વગેરેની જાહેરાતોનો સમાવેશ થાય છે અને તેને ‘મોદીની ગેરંટી’ કહેવામાં આવે છે.

ભૂતપૂર્વ નાણા સચિવે કહ્યું કે, બેરોજગારી અને પગારમાં કાપને કારણે અસંગઠિત ક્ષેત્રમાં ઘણું સંકટ છે. કેન્દ્ર સરકાર પાસે અસંગઠિત ક્ષેત્રના 30 કરોડ કામદારોનો ડેટા છે. નાણામંત્રી આ કામદારોને આકર્ષવા માટે કેટલીક જાહેરાત કરી શકે છે. તેમને વાર્ષિક અમુક રોકડ આપવાની જાહેરાત કરવામાં આવી શકે છે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article