Budget 2024 : ખેડૂતોને 6000 રૂપિયાના બદલે 10000 રૂપિયા મળશે? બજેટમાં મોટી જાહેરાતની અપેક્ષા

|

Jul 09, 2024 | 12:45 PM

Budget 2024 : કેન્દ્રમાં નવી સરકાર બન્યા બાદ આ મહિને રજૂ થનાર બજેટની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ નાણાકીય વર્ષ 2024-25 માટે શું મહત્વની જાહેરાત કરશે તેના પર સમગ્ર દેશવાસીઓની નજર ટકેલી છે.

Budget 2024 : ખેડૂતોને 6000 રૂપિયાના બદલે 10000 રૂપિયા મળશે? બજેટમાં મોટી જાહેરાતની અપેક્ષા

Follow us on

Budget 2024 : કેન્દ્રમાં નવી સરકાર બન્યા બાદ આ મહિને રજૂ થનાર બજેટની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ નાણાકીય વર્ષ 2024-25 માટે ઘણી મહત્વની જાહેરાત કરશે તેવી અપેક્ષા છે . સરકારની યોજાયો પાર  સમગ્ર દેશવાસીઓની નજર ટકેલી છે.

ભારત ભાઈ પટેલ જે ભરૂચ જિલ્લાના ખેડૂત છે તેમને પણ બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. તે ઈચ્છે છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો વધારવો જોઈએ. હાલમાં તેમને વાર્ષિક 6000 રૂપિયા મળી રહ્યા છે. સરકારે તેને વધારીને 10,000 રૂપિયા કરવા જોઈએ, તેનાથી તેમને મદદ મળશે. ભરતભાઈની જેમ દેશમાં એવા ઘણા ખેડૂતો છે જેઓ આ બજેટને લઈને નાણામંત્રી પાસેથી ઘણી અપેક્ષાઓ રાખી રહ્યા છે.

પીએમ કિસાન યોજનાનો વ્યાપ વધારવો જોઈએ

નવસારીના ભુરાભાઇ ગામીત કહે છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વ્યાપ વધારવો જોઈએ. હપ્તાની રકમ વધારવાની જરૂર છે. તેનાથી ખેડૂતોને ખેતી સંબંધિત વસ્તુઓ ખરીદવામાં મદદ મળશે. આ ઉપરાંત, પાત્રતાના માપદંડોમાં વધુ સુધારો કરવો જોઈએ જેથી કરીને આવા ખેડૂતોને મદદ કરી શકાય જેઓ માત્ર ખેતી દ્વારા જ પોતાનું જીવનનિર્વાહ કમાય છે. તમને જણાવી દઈએ કે આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2019માં ખેડૂતોની આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે શરૂ કરવામાં આવી હતી. ત્રીજી વખત પીએમ બન્યા બાદ નરેન્દ્ર મોદીએ પાત્ર ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો જાહેર કર્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 06-10-2024
IPL 2025માં MS ધોનીના રમવા પર સસ્પેન્સ યથાવત
માંસ કેમ ન ખાવું જોઈએ ? દેવરાહા બાબાએ જણાવ્યું મોટું કારણ, જુઓ Video
Indian Oil ભારતમાં, તો પછી વિશ્વની સૌથી મોટી Oil Company કઈ છે?
ઘરે તુલસી છે ! જાણી લો મંજરી કયા દિવસે ન તોડવી જોઈએ?
સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન આવી મોટી ગાડીઓમાં ફરતા હતા મહાત્મા ગાંધી, જુઓ Photos

 ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા સબસીડી આપવાની માંગ

ખેડૂતો અનુસાર હજુ પણ ઘણી એવી યોજનાઓ છે જેનો સીધો લાભ ખેડૂતો સુધી પહોંચતો નથી. ખેડૂતયુ જણાવે છે કે વચેટિયાઓના વર્ચસ્વને કારણે ખેડૂતોને તેમની મહેનત પ્રમાણે યોગ્ય પૈસા મળતા નથી. સબસિડી DBT હેઠળ આવે તેવી માંગ છે.

સસ્તા દરે લોનની અપેક્ષા

અન્ય ઘણા ખેડૂતો કહે છે કે તેમની આર્થિક સ્થિતિ સુધારવા માટે વ્યાજબી દરે લોન આપવી જોઈએ. ઉપરાંત, સરકારે એવી વ્યવસ્થા કરવી જોઈએ કે જેમાં તેઓ કોઈપણ શરત વિના સરળતાથી લોન લઈ શકે અને તેમને તેની ચૂકવણી કરવા માટે પૂરતો સમય મળી શકે. આ સિવાય સરકારે કૌશલ્ય વિકાસ કાર્યક્રમ માટે સમયાંતરે મફત તાલીમ આપવી જોઈએ.

Published On - 7:24 am, Fri, 5 July 24

Next Article