Budget 2023: ‘અમૃત કાળ’માં રજૂ થયું બજેટ, સપ્તઋષિને ધ્યાનમાં રાખતા 7 સંકલ્પ સાથે બજેટની 7 પ્રાથમિકતાઓ કરી રજૂ

|

Feb 01, 2023 | 2:50 PM

Budget 2023: નાણા મંત્રી નિર્મલા સીતારમણે બુધવારે 1 ફેબ્રુઆરીએ સંસદમાં ભારત સરકારનું સામાન્ય બજેટ રજૂ કર્યું. નિર્મલા સીતારમણે બજેટમાં 7 મુખ્ય પ્રાથમિકતાઓ પર ભાર મૂક્યો છે. તેમણે આ 7 પ્રાથમિકતાઓને 'સપ્તર્ષિ' નામ આપ્યું અને કહ્યું કે, આ સપ્તર્ષિઓ આપણને અમૃત કાળ એટલે કે આઝાદીના 75 વર્ષનો રસ્તો બતાવશે. તેમાં ઓવરઓલ ડેવલોપમેન્ટ, છેલ્લા સુધી રહેલા લોકો સુધી પહોંચવું અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ વગેરેનો સમાવેશ થાય છે.

Budget 2023: અમૃત કાળમાં રજૂ થયું બજેટ, સપ્તઋષિને ધ્યાનમાં રાખતા 7 સંકલ્પ સાથે બજેટની 7 પ્રાથમિકતાઓ કરી રજૂ
Budget 2023

Follow us on

Union Budget 2023 : નાણા મંત્રી નિર્મલા સીતારમણે બુધવારે 1 ફેબ્રુઆરીએ સંસદમાં ભારત સરકારનું સામાન્ય બજેટ રજૂ કર્યું. નિર્મલા સીતારમણે કહ્યું કે બજેટમાં 7 મુખ્ય પ્રાથમિકતાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે. તેમણે આ સાત પ્રાથમિકતાઓને ‘સપ્તઋષિ’ નામ આપ્યું અને કહ્યું કે, આ સપ્તઋષિઓ આપણને અમૃત કાળ એટલે કે આઝાદીના 75 વર્ષનો રસ્તો બતાવશે.

 આ પણ વાંચો : Union Budget 2023: આવકવેરાથી માંડીને ખેડૂતો સુધી બજેટની અત્યાર સુધીની 10 મોટી જાહેરાતો અને તેની અસર

આ છે 7 પ્રાથમિકતાઓ?

  • ઓવરઓલ ડેવલોપમેન્ટ
  • છેલ્લે સુધી રહેલા લોકો સુધી પહોંચવું
  • ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણ
  • કાર્ય ક્ષમતાને પ્રોત્સાહન આપવું
  • ગ્રીન ડેવલોપમેન્ટ
  • યુવા શક્તિ
  • ફાઈનાન્સિયલ સેક્ટર

કોણ છે સપ્તઋષિઓ?

તમને જણાવી દઈએ કે, સપ્તર્ષિ (સપ્ત + ઋષિ) એ સાત ઋષિ કહેવાય છે જેનો ઉલ્લેખ વેદ અને અન્ય હિંદુ ગ્રંથોમાં ઘણી વખત કરવામાં આવ્યો છે. વેદોના અભ્યાસ દ્વારા જે સાત ઋષિઓ અથવા ઋષિઓના કુળ જાણીતા છે. તેમાં વશિષ્ઠ, વિશ્વામિત્ર, કણ્વ, ભારદ્વાજ, અત્રિ, વામદેવ અને શૌનકનો સમાવેશ થાય છે. બીજી તરફ પુરાણો અનુસાર સપ્તઋષિઓના નામ આ પ્રમાણે છે : ક્રતુ, પુલહ, પુલસ્ત્ય, અત્રિ, અંગિરા, વસિષ્ઠ અને મારીચિ.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

કારીગરો અને શિલ્પકારો માટે નવી યોજના

નાણામંત્રીએ કારીગરો અને શિલ્પકારો માટે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, પીએમ વિશ્વ કર્મ કૌશલ સન્માન પેકેજ (PM Vishwa Karma Kaushal Samman) તેમની મદદ માટે તૈયાર કરવામાં આવ્યું છે. આના દ્વારા તેને ગુણવત્તામાં સુધારો, તેમના ઉત્પાદનો માટે બજારના વિસ્તાર અને તેની પહોંચ વધારવા માટે તેમને MSME વેલ્યૂ ચેન સાથે જોડવાના પ્રયાસો કરવામાં આવશે.

નાણામંત્રીએ તેમના બજેટ ભાષણમાં વધુમાં કહ્યું કે ચાલુ વર્ષમાં ભારતનો વિકાસ દર 7.0 ટકા રહેવાની ધારણા છે. મહામારી અને યુદ્ધના વિનાશ છતાં ભારતનો વિકાસ દર વિશ્વની તમામ મોટી અર્થવ્યવસ્થાઓ કરતા ઘણો ઊંચો છે. ભારતની અર્થવ્યવસ્થા ઉજ્જવળ ભવિષ્ય માટે સાચા માર્ગ પર છે. અમારી મજબૂત નીતિઓ અને સુધારા પર અમારા ધ્યાનને કારણે દેશના વિકાસમાં જનભાગીદારી વધી છે.

Next Article