નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે ‘અમૃતકલનું આ પહેલું બજેટ’ રજુ કર્યું હતું. બજેટમાં મધ્યમ વર્ગ માટે શું થશે? કરદાતાઓને કોઈ ભેટ મળી કે નહીં? નાણામંત્રી નિર્મલા સીતારમણ ગરીબો, ખેડૂતો અને મહિલાઓ માટે શું આપ્યું, ટેક્સ સ્લેબને લઇને નાણા પ્રધાને શું જાહેરાત કરી ? છેલ્લે નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટ સત્ર 2020-21માં ટેક્સ સ્લેબમાં મોટા ફેરફારો કર્યા હતા.આવો જાણીએ ….
કોરોના કાળમાં નાના વેપારી અને ઉદ્યોગોને ફટકો પળ્યો છે. જેના કારણે MSME સેક્ટર ઘણું પ્રભાવીત થયું છે, પરંતુ હવે નાના ઉદ્યોગોને ચિંતા કરવાની જરૂર નથી કારણ કે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે બજેટ દરમિયાન MSME માટે વિશેષ પેકેજની જાહેરાત કરી છે, જે ઇકોનોમીને બુસ્ટ કરશે.
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે ક્રેડિટ ગેરંટી MSME માટે એક સુધારણા યોજના આવશે. 1 એપ્રિલ 2023થી ઉદ્યોગોને 9000 કરોડ રૂપિયા ક્રેડિટ તરીકે આપવામાં આવશે.
નાણાપ્રધાને બજેટની જાહેરમાં PAN ને ઓળખ પત્ર તરીકે માન્યતા આપી છે, હવે ના માત્ર આધાર કાર્ડ પરંતુ PAN કાર્ડને પણ ઓળખ પ્રુફ તરીકે રજુ કરી શકાશે.
આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ………