Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2022: ફિનટેકમાં નવી ટેકનીકોને પ્રોત્સાહન આપવાની માગ, સ્કિલ ડેવલપમેન્ટ પર પણ મુકવો જોઈએ ભાર

આગામી બજેટને લઈને તમામ ક્ષેત્રો અને વિભાગોની પોતાની અપેક્ષાઓ છે. ફિનટેક કંપનીઓથી લઈને સ્ટાર્ટઅપ અને બેંકિંગથી લઈને વીમા ક્ષેત્ર સુધી, તેઓ આના પર તેમની આશાઓ બાંધી રહ્યા છે.

Budget 2022: ફિનટેકમાં નવી ટેકનીકોને પ્રોત્સાહન આપવાની માગ, સ્કિલ ડેવલપમેન્ટ પર પણ મુકવો જોઈએ ભાર
All sectors and sections have their own expectations regarding the upcoming budget
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 28, 2022 | 11:51 PM

1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ (Finance Minister Nirmala Sitharaman) નાણાકીય વર્ષ 2022-23 માટે કેન્દ્રીય બજેટ રજૂ કરશે. મોદી સરકારના બીજા કાર્યકાળનું આ ચોથું સામાન્ય બજેટ હશે. કોરોના વાયરસ મહામારીના યુગમાં આવી રહેલું આ બજેટ મહત્વપૂર્ણ બની જાય છે. આગામી બજેટને લઈને તમામ ક્ષેત્રો અને વિભાગોની પોતાની અપેક્ષાઓ છે. ફિનટેક કંપનીઓથી લઈને સ્ટાર્ટઅપ અને બેંકિંગથી લઈને વીમા ક્ષેત્ર સુધી, તેઓ આના પર તેમની આશાઓ બાંધી રહ્યા છે. દરેકને બજેટમાંથી થોડી રાહતની અપેક્ષા છે.

સંશોધન પર વધુ ધ્યાન આપવાની જરૂર

આગામી બજેટ અંગે, માસ્ટરકાર્ડ કંપનીએ કહ્યું કે તેઓને વેપારી અને ઉપભોક્તા બંને માટે સુરક્ષા અને સુવિધા પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે ફિનટેકમાં નવી ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવા, ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સક્ષમ કરવા, ડિજિટલ ઈન્ડિયા અને નવીન ઉકેલોને પ્રોત્સાહન આપવાની આશા છે.

નવા ઉત્પાદનોને રજુ કરવા અને ખાસ કરીને ગ્રામીણ ભારતના પછાત વિસ્તારોમાં પ્રગતિ લાવવા માટે સંશોધન અને વિકાસમાં રોકાણને પ્રોત્સાહિત કરી શકાય છે. સ્ટાર્ટ-અપ્સમાં ટેકનોલોજી, સ્કિલ ડેવલપમેન્ટમાં સમર્થન ફીનટેકને વધારે સારૂં બનાવવામાં એક લાંબી મુસાફરી નક્કી કરશે.

Jyotish Shastra : તુલસીને હળદરનું પાણી ચઢાવવાથી શું થાય છે?
Pahalgam: પહેલગામનો અર્થ શું છે?
MI ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાની અટક પાછળનો ઈતિહાસ જાણો
સારા તેંડુલકરની લાઈફમાં નવા ફ્રેન્ડની એન્ટ્રી થઈ, જુઓ ફોટો
ક્રિકેટરની પત્ની વાઇન ટેસ્ટ કરીને કમાય છે લાખો રુપિયા
આ લોકોએ ઠંડા પીણાં ન પીવા જોઈએ, બગડી શકે છે સ્વાસ્થ્ય

તેમણે કહ્યું કે ફિનટેક અને ડિજિટલ પેમેન્ટના લાભો ગ્રામીણ વિસ્તારોમાં ગ્રાહકો સુધી પહોંચાડવા માટે સરકાર ડિજિટલ ફાઉન્ડેશનને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. કંપનીએ કહ્યું કે પેમેન્ટ ટચ પોઇન્ટ્સ, રિમોટ એરિયામાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી અને બિઝનેસ માટે ડિજિટલ સિક્યુરિટી ફીચર્સ ફિનટેકને વેગ આપશે. વેપારીઓને ઝડપી ટ્રાન્ઝેક્શનની સુવિધા આપશે અને ચુકવણી નીતિઓને ઝડપી બનાવશે.

ડીજીટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે લેવામાં આવે પગલાં

માસ્ટરકાર્ડે ડિજિટલ ઓવર કેશને પ્રોત્સાહન આપવા માટેની નવી પહેલોનું સતત સ્વાગત અને સમર્થન કર્યું છે. કંપનીના જણાવ્યા અનુસાર, દેશના પેમેન્ટને વધુ ડિજિટાઇઝ કરવા માટે બેંકો અને વેપારીઓને યોગ્ય પ્રોત્સાહનો આપવાથી અને આર્થિક મોડલ અપનાવવાથી દેશમાં ઈલેક્ટ્રોનિક ચૂકવણીને વધુ વેગ મળશે.

કંપનીએ નિવેદનમાં કહ્યું કે આ મહામારીએ દેશમાં આફતની સ્થિતિ સર્જી છે અને તેની સૌથી વધુ અસર નાના ઉદ્યોગો પર પડી છે. તેમણે કહ્યું કે તેઓ સરકાર દ્વારા સમયસર લેવામાં આવેલા નિર્ણયોનું સમર્થન કરે છે. તેઓ નાના ઉદ્યોગોને ડિજિટલ ધિરાણ સેવાઓ પ્રદાન કરવાનું ચાલુ રાખશે, જેનાથી એમએસએમઈ મજબૂત થશે. સપ્લાય ચેઇન સુવિધાઓ, સબસિડી લોન અને જીએસટી સ્લેબને સરળ બનાવવા જેવા ઉકેલો વેપારીઓને નવી ઓળખ આપશે.

ડિજિટલ પેમેન્ટનો લાભ લોકો સુધી પહોંચાડવા માટે એસેટ-લાઇટ ઇનોવેશનને પ્રોત્સાહન આપવું પડશે. કંપનીએ જણાવ્યું હતું કે, છેવટે, ડિજિટલ પેમેન્ટ અને નાણાકીય જાગૃતિને પ્રોત્સાહન આપવાથી ભારતને 1 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવી શકાય છે. માસ્ટરકાર્ડ તેના ભાગીદારો સાથે મળીને આ લક્ષ્ય તરફ તેના પ્રયાસો ચાલુ રાખશે.

આ પણ વાંચો :  જો Budget 2022માં આ સેક્ટર માટે થાય છે વિશેષ જાહેરાત, તો પેદા થશે પુષ્કળ નોકરીઓ

g clip-path="url(#clip0_868_265)">