Cyclone Tauktae Gujarat Update: ગુજરાતમાં તાઉ તે વાવાઝોડાનાં પગલે 45 લોકોનાં મોત, સૌથી વધારે અમરેલીમાં 15નાં મોત, રાજ્યમાં તબાહીનાં દ્રશ્યો

Cyclone Tauktae Gujarat Update: ગુજરાતમાં વાવાઝોડની અસરને કારણે કુલ 45ના મોત થયાનાં સમાચાર સામે આવી રહ્યા છે. અમરેલીમાં મકાન ધસી પડવાથી 2 અને દીવાલ પડવાથી 13 સહિત કુલ 15ના મોત થયા છે..

| Updated on: May 19, 2021 | 12:38 PM

Cyclone Tauktae Gujarat Update: ગુજરાતમાં વાવાઝોડની અસરને કારણે કુલ 45ના મોત થયાનાં સમાચાર સામે આવી રહ્યા છે. અમરેલીમાં મકાન ધસી પડવાથી 2 અને દીવાલ પડવાથી 13 સહિત કુલ 15ના મોત થયા છે કે જે સૌથી વધારે આંકડો પણ છે.ભાવનગરમાં ઝાડ પડવાથી 2, મકાન, દીવાલ અને છત પડવાથી 6 સહિત કુલ 8ના મોત થયા છે.

ગીર સોમનાથમાં ઝાડ પડવાથી 2, મકાન, દીવાલ અને છત પડવાથી 6 સહિત કુલ 8ના મોત, અમદાવાદમાં વીજ કરંટથી 2, દીવાલ અને છત પડવાથી 3 સહિત કુલ 5ના મોત થયા છે. ખેડા જિલ્લામાં વીજ કરંટથી બેના મોત થયા છે.

આણંદ જિલ્લામાં વીજ કરંટથી 1નું મોત, વડોદરામાં કોલમવાળો ટાવર પડી જવાથી 1નું મોત,સુરતમાં ઝાડ પડી જવાથી 1નું મોત, વલસાડમાં દીવાલ પડવાથી 1નું મોત, રાજકોટમાં દીવાલ પડવાથી 1નું મોત, નવસારીમાં છત પડવાથી 1નું મોત, પંચમહાલમાં ઝાડ પડી જવાથી 1નું મોત થયાનાં આંકડા સામે આવ્યા છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">