AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તમારી હથેળી બદલશે તમારું ભાગ્ય ! નિષ્ફળતાને પણ સફળતામાં ફેરવશે આ સરળ ઉપાયો !

જ્યોતિષશાસ્ત્રમાં એવા કેટલાય ઉપાયો જણાવવામાં આવ્યા છે જે કરવાથી જીવનની દરેક સમસ્યાઓ દૂર કરી શકાય છે. તમને કદાચ નવાઈ લાગશે, પણ, માત્ર તમારી હથેળીનું (Your palm ) દર્શન કરીને તમે અનેકવિધ સમસ્યાથી મુક્તિ મેળવી શકો છો !

તમારી હથેળી બદલશે તમારું ભાગ્ય ! નિષ્ફળતાને પણ સફળતામાં ફેરવશે આ સરળ ઉપાયો !
Palm
TV9 Bhakti
| Edited By: | Updated on: Dec 04, 2022 | 6:18 AM
Share

કેટલાક લોકો જીવનમાં ઘણી મહેનત કરતા હોવા છતાં પણ તેમને સફળતા પ્રાપ્ત નથી થતી. લાખો પ્રયત્ન કરવા છતાં પણ તેમની મહેનત રંગ નથી લાવતી. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આવી પરિસ્થિતિ સર્જાવા પાછળ ગ્રહ નક્ષત્ર જોડાયેલા હોય છે. ગ્રહોની દશા સારી ન ચાલતી હોય ત્યારે વ્યક્તિ લાખ પ્રયત્ન કરે તો પણ તેને સફળતા પ્રાપ્ત નથી થતી. જ્યોતિષશાસ્ત્રમાં આ પરેશાનીમાંથી મુક્તિ મેળવવા માટેના કેટલાક સરળ અને અસરકારક ઉપાયો જણાવવામાં આવ્યા છે. આ એ ઉપાયો છે કે જે આપની નિષ્ફળતાને સફળતામાં બદલી દેશે ! તો ચાલો, જાણીએ એ ઉપાયો.

જ્યોતિષશાસ્ત્રમાં એવા કેટલાય ઉપાયો જણાવવામાં આવ્યા છે જે કરવાથી જીવનની દરેક સમસ્યાઓ દૂર કરી શકાય છે. તમને નવાઈ લાગશે, પણ, માત્ર તમારી હથેળીનું દર્શન કરીને તમે અનેકવિધ સમસ્યાથી મુક્તિ મેળવી શકો છો. અસફળતામાંથી સફળતાના યોગ પ્રાપ્ત કરાવનારા આવા અત્યંત સરળ ઉપાય નીચે અનુસાર છે.

હથેળીના દર્શન

જ્યોતિષશાસ્ત્ર અનુસાર હથેળીના ઉપરના ભાગમાં માતા લક્ષ્મી, વચ્ચેના ભાગમાં માતા સરસ્વતી અને નીચલા ભાગમાં ભગવાન વિષ્ણુનો વાસ માનવામાં આવે છે. એટલે જ સવારે જ્યારે ઊઠો ત્યારે બંને હથેળીઓને એકબીજા સાથે ઘસીને પોતાના ચહેરા પર 3-4 વાર ફેરવવાથી આપનું ભાગ્ય ચમકી ઉઠશે.

શનિદેવની પૂજા

શનિવારે શનિ મંદિરમાં સરસવના તેલનો દીવો કરવાથી રોજગાર સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે અને આપને જીવનમાં આવતી આર્થિક તંગીમાંથી પણ છૂટકારો મળી શકે છે !

નકારાત્મક ઊર્જામાંથી મુક્તિ

કહે છે કે મીઠાવાળા (નમક) પાણીથી ઘરમાં પોતું કરવાથી પરિવારના લોકોમાં કલેશ અને ઝઘડા બંધ થાય છે. આ ઉપાય કરવાથી ઘરમાં રહેલ નકારાત્મક ઊર્જાનો નાશ થાય છે.

કીડીયારું પૂરવું

જ્યોતિષશાસ્ત્ર અનુસાર કીડીઓને ખાંડ મિશ્રિત લોટ ખવડાવવાથી આપનું ભાગ્ય ચમકી ઉઠશે. તેના સિવાય માછલીઓને લોટની ગોળીઓ બનાવીને ખવડાવવાથી પણ આપનું નસીબ ઉઘડી જશે !

સફળતા પ્રાપ્તિ અર્થે મંત્રજાપ

જ્યોતિષશાસ્ત્ર અનુસાર સફળતા પ્રાપ્ત કરવા માટે ગાયત્રી મંત્ર અને મહામૃત્યુંજય મંત્રના જાપ કરવા જોઇએ. નિત્ય ઓછામાં ઓછા 31 વાર આ બંને મંત્રોના જાપ કરવા જોઇએ. આ કાર્ય કરવાથી આપને માતા ગાયત્રી અને ભગવાન શિવના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે. તેમજ આપના અટકેલા કાર્યો સરળતાથી પૂર્ણ થવા લાગે છે !

(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">