Bhakti : લીમડાના વૃક્ષની પૂજાનો પણ છે મહિમા, જળ સિંચન માત્રથી પૂર્ણ થશે મનોકામના !

|

May 29, 2022 | 7:22 AM

ઘરનું (Home) કોઈ સભ્ય બીમારીમાં રહેતું હોય, દવા કરાવવા છતાં કોઇ સારું પરિણામ ન આવતું હોય, ત્યારે લીમડાના ઝાડમાં નિત્ય જળ અર્પણ કરવું જોઈએ. તેને ધૂપબત્તી કરવી જોઇએ. કહે છે કે તેનાથી ટૂંક સમયમાં જ શુભ પરિણામની પ્રાપ્તિ થાય છે.

Bhakti : લીમડાના વૃક્ષની પૂજાનો પણ છે મહિમા, જળ સિંચન માત્રથી પૂર્ણ થશે મનોકામના !
Neem Tree

Follow us on

હિંદુ (Hindu) સંસ્કૃતિમાં મૂર્તિ પૂજાની જ નહીં, પ્રકૃતિ પૂજાની પણ મહત્તા વર્ણવાઈ છે. જેમાં વૃક્ષોનો (Trees) પણ સમાવેશ થાય છે. કેટલાંક વિશેષ અવસરો પર વડની પૂજા અને પીપળા પૂજનની (Pipala Pujan) પરંપરા રહેલી છે. તો, તુલસીજીનો છોડ તો લગભગ દરેક હિંદુ પરિવારના ઘરોમાં જોવા મળે જ છે. પરંતુ, આજે અમારે એક એવાં વૃક્ષની વાત કરવી છે કે જે આયુર્વેદની (Aayurved) દૃષ્ટિએ તો મહત્વ ધરાવે જ છે. પણ, તેના આધ્યાત્મિક લાભ અંગે લોકો ઓછા માહિતગાર છે. અને આ વૃક્ષ એટલે લીમડો.

સારી નોકરી માટે, ઝડપથી ધનવાન બનવા માટે, જલ્દી વિવાહ કરવા માટે, મિલ્કત વધારવા માટે, સારી તંદુરસ્તી માટે તેમજ જીવન સાથે જોડાયેલી દરેક પ્રકારની સમસ્યાનું નિવારણ લાવવા વિવિધ વૃક્ષોમાં જળના સિંચનનો અને તેના પૂજનનો મહિમા છે. કહે છે કે તેનાથી કુંડળીમાં રહેલ ખરાબ ગ્રહો પણ શુભ ફળ પ્રદાન કરવા લાગે છે. અને એટલે જ કદાચ આપણે ત્યાં વૃક્ષોને દેવી-દેવતાઓ સમાન પદ આપવામાં આવ્યું છે. ત્યારે આવો જાણીએ કે લીમડાનું વૃક્ષ કરી આપની વિવિધ સમસ્યાઓનું સમાધાન લાવી શકે છે.

બીમારીથી મુક્તિ !

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

ઘરનું કોઈ સભ્ય બીમારીમાં રહેતું હોય, દવા કરાવવા છતાં કોઇ સારું પરિણામ ન આવતું હોય, ત્યારે લીમડાના ઝાડમાં નિત્ય જળ અર્પણ કરવું જોઈએ. તેને ધૂપબત્તી કરવી જોઇએ. કહે છે કે તેનાથી ટૂંક સમયમાં જ શુભ પરિણામની પ્રાપ્તિ થાય છે.

ત્વચાના રોગ નહીં !

માન્યતા અનુસાર જે મહિલાઓ સાતમની તિથિએ લીમડાના ઝાડની પૂજા કરે છે તેમના ઘરમાં કોઇપણ પ્રકારની ત્વચા સંબંધિત સમસ્યા પ્રવેશતી નથી. જો કોઇપણ ત્વચા સંબંધિત સમસ્યા સર્જાય તો સરળતાથી દૂર પણ થઇ જાય છે.

સૌભાગ્ય અને સંતતિનું સુખ

માન્યતા અનુસાર જે મહિલાઓ લીમડાના ઝાડ નીચે સાતમની તિથિએ જળ, દીવો, ધૂપબત્તી કરે છે તે અખંડ સૌભાગ્યવતી રહે છે. આ મહિલાના બાળકો સૂર્ય ચંદ્રમાની જેમ પ્રગતિ કરે છે. સમાજમાં નામના મેળવે છે તેમજ તેમનો વિકાસ થાય છે. આ મહિલાઓ હંમેશા ‘શ્રીમતી’ જ રહે છે. શ્રીમતી એટલે તેમની પર હંમેશા માતા લક્ષ્મી અને વિષ્ણુ ભગવાનના આશીર્વાદ રહે છે.

પતિનું દુર્ઘાયુષ્ય

કહે છે કે મહિલાઓ જો સાતમની સુદ અને વદની તિથિએ લીમડાના ઝાડની નીચે જળ, દીવો, ધૂપ, ગોળ અર્પણ કરે છે તો તેમના પતિ દીર્ઘાયુ બને છે. તેમજ સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવે છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Next Article