ચાર્તુમાસમાં ભગવાન વિષ્ણુ નિદ્રામાં કેમ જાય છે ? જાણો રહસ્ય
પોતાના ભક્તની ઈચ્છાને માન આપી પાતાળ લોકમાં રહે છે સૌના પાલનકર્તા ભગવાન વિષ્ણુ. આ મહિનાની દેવશયની એકાદશી પછી ભગવાન વિષ્ણુ ચાર મહિના યોગનિંદ્રામાં રહે છે. આ સાથે તમામ માંગલિક કાર્યો બંધ થઈ જાય છે.
અષાઢ મહિનામાં ભગવાન વિષ્ણુની(VISHNU) ઉપાસનાનો મહિમા છે. કહે છે કે અષાઢમાં ભગવાન વિષ્ણુની ઉપાસના કરવાથી વિશેષ ફળ મળે છે. આ મહિનાની શુક્લ પક્ષની એકાદશી દેવશયની એકાદશી તરીકે ઓળખાય છે. આ પછી ભગવાન વિષ્ણુ આગામી ચાર મહિના સુધી નિદ્રાસનમાં જાય છે. ભગવાન વિષ્ણુની ઉપાસના માટે અષાઢનો મહિનો સૌથી શુભ છે. આ મહિનામાં પૂજા કરવાથી વ્યક્તિના બધા દુ:ખ દૂર થાય છે. એવું કહેવામાં આવે છે કે આ મહિનો વિષ્ણુ ભક્તો માટે ખૂબ પવિત્ર છે. આ મહિનામાં દેવશયની એકાદશી પછી ચાતુર્માસ આવે છે.
ચાતુર્માસ અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશીથી શરૂ થાય છે અને કાર્તિક મહિનાની શુક્લ પક્ષ એકાદશીએ સમાપ્ત થશે. આ મહિનાની દેવશયની એકાદશી પછી ભગવાન વિષ્ણુ ચાર મહિના યોગનિંદ્રામાં રહે છે. આ સાથે તમામ માંગલિક કાર્યો બંધ થઈ જાય છે. આ ચાર મહિના સુધી લગ્ન, મુંડન જેવા કોઈ પણ શુભ કાર્યો નથી કરવામાં આવતા. પરંતુ શું તમે આ પાછળનું કારણ જાણો છો? જો નહીં, તો ચાલો અમે તમને જણાવીએ.
પૌરાણિક કથા અનુસાર, રાજા બલીએ ત્રણેય લોકને કબજે કર્યા હતા. આવી સ્થિતિમાં, ઇન્દ્રએ ભગવાન વિષ્ણુની મદદ લીધી. ભગવાન વિષ્ણુએ વામન અવતાર લીધો અને રાજા બલીને જમીનના ત્રણ પગલાની માંગ કરી. ભગવાન વિષ્ણુએ પૃથ્વી અને આકાશને બે પગલામાં માપીને ત્રીજું પગલું ક્યાં રાખવું તે પ્રશ્ન પૂછ્યો. રાજા બલી સમજી ગયા કે આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. તેણે કહ્યું, મારા માથા પર રાખો. આ રીતે ભગવાન વિષ્ણુએ ત્રણેય લોકને મુક્ત કર્યા. ભગવાન, બલીની દાન અને ભક્તિ જોઈને પ્રસન્ન થયા. ભગવાને બલીને વરદાન માગવા કહ્યું. ત્યારે બલી એ કહ્યું, કે તમે મારી સાથે પાતાળલોક આવો અને ત્યાં નિવાસ કરો.
ભગવાન વિષ્ણુ, તેમના ભક્તની વાતનું પાલન કરીને પાતાળલોક ગયા. આ કારણે તમામ દેવી-દેવીઓ અને માતા લક્ષ્મી ચિંતિત થઈ ગયા. અંતે દેવી લક્ષ્મીએ ભગવાન વિષ્ણુને મુક્ત કરવાની યુક્તિ રટી. દેવી લક્ષ્મી એક ગરીબ સ્ત્રી બન્યા અને રાજા બલી પાસે પહોંચી તેમને ભાઈ બનાવી રાખડી બાંધી અને બદલામાં ભગવાન વિષ્ણુની જ માંગ કરી.
આમ, ભગવાન વિષ્ણુએ તેમના ભક્તને નિરાશ કર્યા વિના, અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશીથી કાર્તિક મહિનાની એકાદશી સુધી પાતાળલોકમાં રહ્યા. તેથી જ કહે છે કે ભગવાન વિષ્ણુ આ ચાર મહિના નિદ્રાસનમાં જાય છે. અને સૌના પાલનકર્તા વિષ્ણુ નિદ્રાસનમાં હોવાથી કોઈ શુભ કાર્યો થતાં નથી.