Kevda Trij : મનપસંદ વર મેળવવા માટે કુવારીકાઓ કરે છે મહાદેવની આરાધના, પરણીતા વ્રત કરે તો પતિનું આયુષ્ય વધે છે
ભાદરવા મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિના કેવડા ત્રીજ ઉજવવામાં આવે છે. આ વ્રત પરણીત મહિલાઓ પતિની લાંબી ઉંમર માટે રાખે છે જ્યારે કુવારીકાઓ મનપસંદ વર મેળવવા માટે આ વ્રત રાખે છે.
![Kevda Trij : મનપસંદ વર મેળવવા માટે કુવારીકાઓ કરે છે મહાદેવની આરાધના, પરણીતા વ્રત કરે તો પતિનું આયુષ્ય વધે છે](https://images.tv9gujarati.com/wp-content/uploads/2022/08/Kevda-Trij-1.jpg?w=1280)
હિંદુ ધર્મમાં, ભાદવા મહિનાના શુક્લ પક્ષની તૃતીયા પર ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા સાથે સંકળાયેલા કેવડા ત્રીજ( KevdaTrij ) વ્રતનું ઘણું મહત્વ છે. પૌરાણિક માન્યતા અનુસાર, નિયમ અનુસાર આ મુશ્કેલ વ્રતનું પાલન કરી દેવી પાર્વતીએ ફરીથી મહાદેવ(Lord Mahadev)ને પ્રાપ્ત કર્યા. હાલમાં, આ વ્રત અપરિણીત મહિલાઓ દ્વારા તેમની પસંદગીનો યોગ્ય વર મેળવવા માટે કરવામાં આવે છે, જ્યારે પરિણીત મહિલાઓ પતિના લાંબા આયુષ્ય, સુખ અને સારા નસીબ માટે પ્રાર્થના કરે છે. ચાલો આજે જાણીએ કે કયા સમયે અને કઈ પદ્ધતિ અને નિયમનું પાલન કરીને કેવડા ત્રીજનો અનંત મહિમા પૌરાણિક ગ્રંથોમાં જણાવવામાં આવ્યો છે.
કેવડાત્રીજના નિયમ (KevdaTrij Rules)
– હરતાલિકા ત્રીજ (કેવડાત્રીજ) નો વ્રત નિર્જલા કરવુ જોઈએ. આ દરમિયાન કશુ પણ ખાવુ પીવુ ન જોઈએ. એવુ કહેવાય છે કે વ્રત દરમિયાન જો કોઈ કશુ ખાઈ પી લે છે તો તેને આવતા જન્મમાં વાનરનુ રૂપ ધારણ કરવુ પડે છે. ગર્ભવતી મહિલા કે બીમાર મહિલાઓ ફળાહાર કરી શકે છે.
– એવુ કહેવાય છે કે આ વ્રત જે શરૂ કરે છે તેમણે મરતા સુધી આ વ્રત કરવુ પડે છે. મતલબ તમે આ વ્રતને વચ્ચેથી છોડી શકતા નથી. સાથે જ જેના ઘરમાં સૂતક હોય કે કોઈ બીજા કારણથી પૂજા નથી કરી શકતા ત્યારે પણ તે વ્રત જરૂર કરવું.
– હરતાલિકા ત્રીજના વ્રતમાં સુવુ વર્જિત છે. વ્રત કરનારા ન તો દિવસમાં સુવુ અને ન રાતમાં સુવુ. આ વ્રતમાં રાત્રિ-જાગરણ કરી ભગવાનના ભજન-પૂજન કરવો જોઈએ.
પતિ-પત્ની વચ્ચે પ્રેમ અને સુખ લાવશે, આ ઉપાય
ક્યારેક પતિ-પત્ની વચ્ચે તાલમેલના અભાવે અનેક ઝઘડા થાય છે. તેમના સંબંધોની મધ્યમાં પણ ઘણા મતભેદો છે. જો તમે પણ આવી જ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો કેવડા તીજના દિવસે નિર્જળા વ્રત રાખો. સંપૂર્ણ શ્રૃંગાર સાથે મંદિરમાં જાઓ અને ભગવાન શિવના દર્શન કરો. આ દરમિયાન એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે મંદિરમાં ચારમુખી દીવો પ્રગટાવવાનું ભૂલશો નહીં અને મંદિરમાં સિંદૂર અને લાલ બંગડીઓ અવશ્ય ચઢાવો. આ સાથે 108 વાર “નમઃ શિવાય” મંત્રનો જાપ કરો. તમારા સંબંધોની વચ્ચે ખુશીઓ ફરી આવવા લાગશે.
(અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, આના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવ્યા છે.)