Vishnu Chalisa : જીવનના તમામ સંકટોનું શમન કરી ખુશીઓ પ્રદાન કરશે વિષ્ણુ ચાલીસા

|

Jun 02, 2022 | 8:36 AM

જો વ્યક્તિ નિયમિત રૂપે વિષ્ણુ ચાલીસાનો (Vishnu chalisa) સાચા મનથી અને પૂર્ણ શ્રદ્ધા સાથે પાઠ કરે છે તો તે વ્યક્તિની દરેક પ્રકારની મનોકામના પૂર્ણ થાય છે. તે વ્યક્તિને ક્યારેય કોઇની સામે હાથ લંબાવવાની જરૂર નથી પડતી !

Vishnu Chalisa : જીવનના તમામ સંકટોનું શમન કરી ખુશીઓ પ્રદાન કરશે વિષ્ણુ ચાલીસા
Lord Vishnu (symbolic image)

Follow us on

વિષ્ણુ ચાલીસાના (Vishnu chalisa) પાઠ કરવાના અઢળક ફાયદાઓ જોવા મળે છે. વિષ્ણુ ચાલીસાના પઠનથી વ્યક્તિને જીવનમાં (Life) ધન, ધાન્ય, બળ, બુદ્ધિ અને યશની પ્રાપ્તિ થાય છે. ભગવાન વિષ્ણુ (Lord vishnu) નિરાકાર પરબ્રહ્મ છે. જે વેદોમાં સાક્ષાત ઇશ્વર કહેવાય છે. વૈદિક કાળથી જ ભગવાન વિષ્ણુ સંપૂર્ણ વિશ્વની સર્વોચ્ચ શક્તિ તથા નિયંતાના રૂપમાં હંમેશા માન્ય ગણવામાં આવે છે. ભગવાન વિષ્ણુના નામ જાપ કરવાથી વ્યક્તિના જીવનમાં વિશેષ રીતે પ્રગતિના દ્વાર ખૂલે છે અને તે અવિરત પ્રગતિ કરતો રહે છે. જ્યારે પણ પૃથ્વી પર સંકટ આવે છે ત્યારે ભગવાન વિષ્ણુ અલગ અલગ અવતાર લઇને તેમના ભક્તોને સંકટમાંથી ઉગારી લે છે અને વિષ્ણુ ચાલીસા પણ સંકટમાંથી ઉગારવાનું જ કામ કરે છે !

જો કોઇ વ્યક્તિ સમસ્યાઓથી ઘેરાયેલી હોય અને તેમાંથી તેણે મુક્તિ મેળવવી હોય તો વિષ્ણુ ચાલીસાના પાઠ નિયમિત રૂપે કરવા જોઇએ. આ ચાલીસાના પાઠથી વ્યક્તિને જીવનમાં ધન, ધાન્ય, બળ, બુદ્ધિ અને યશની પ્રાપ્તિની માન્યતા છે.

સુખ-સૌભાગ્યમાં વૃદ્ધિ

મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ

ભગવાન વિષ્ણુને જગતના પાલનહાર કહેવાય છે. જે પણ વ્યક્તિ નિત્ય વિષ્ણુ ચાલીસાનો પાઠ કરે છે તે વ્યક્તિના જીવનમાં દરેક પ્રકારના સુખ-સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે. તેને ક્યારેય કોઇપણ વસ્તુની અછત નથી પડતી.

ધન-બુદ્ધિની પ્રાપ્તિ

વિષ્ણુ ચાલીસાના નિત્ય પાઠ કરવાથી વ્યક્તિને જ્ઞાન દ્વારા વિવેક મળે છે. તે જ જ્ઞાનનો ઉપયોગ કરીને વ્યક્તિ ધન કમાઇ શકે છે. તેમજ તેના દરેક કાર્ય પૂર્ણ કરી શકે છે. વિષ્ણુ ચાલીસાના નિત્ય પઠનથી વ્યક્તિનું મન એકાગ્ર બને છે અને તેના કારણે તેનો આત્મવિશ્વાસ વધે છે. ભગવાન વિષ્ણુ જ્ઞાનના સર્વેસર્વા છે. ભગવાન વિષ્ણુની ચાલીસાનો પાઠ કરવાથી માતા લક્ષ્મીના પણ આશીર્વાદ મળે છે.

ગુરુદોષની સમાપ્તિ !

ગુરુવારના દિવસને ભગવાન વિષ્ણુની પૂજા કરવા માટે સર્વશ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની સાચા મનથી પૂજા કરીને વિષ્ણુ ચાલીસાનો પાઠ કરવાથી ગુરુગ્રહના દોષ સમાપ્ત થાય છે. ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પ્રતિમા સામે ઘીનો દીવો પ્રગટાવી ભગવાન વિષ્ણુને કેસરનું તિલક કરવું જોઇએ. પીળા પુષ્પ અને કેળાનો ભોગ વિષ્ણુ ભગવાનને અર્પણ કરવો. ત્યારબાદ વિષ્ણુ ચાલીસાનો પાઠ કરવો જોઇએ. આ ઉપાય નિત્ય કરવાથી અને જો રોજ ન થઈ શકે તો દર ગુરુવારે કરવાથી વ્યક્તિના ગુરુગ્રહ સંબંધિત દોષ દૂર થાય છે.

વિવાહ સંબંધિત અડચણોથી મુક્તિ 

જો કોઇ વ્યક્તિના વિવાહમાં વારંવાર અડચણો આવી રહી હોય તો તેમણે પીળા વસ્ત્ર ધારણ કરીને ભગવાન વિષ્ણુની વિધિ વિધાનથી પૂજા કરવી. તેમજ વિષ્ણુ ચાલીસાનો પાઠ કરવો જોઇએ. આ ઉપાય કરવાથી લગ્નમાં આવી રહેલા અવરોધો દૂર થશે.

ઘરમાં ખુશહાલી

માન્યતા અનુસાર વિષ્ણુ ચાલીસાનો નિત્ય પાઠ કરવાથી સમગ્ર પરિવારમાં ખુશહાલીનો માહોલ રહે છે. જે ઘરમાં હરિનું નામ લેવામાં આવે છે તે ઘરમાંથી દરિદ્રતા દૂર થાય છે અને પરિવારના લોકો પ્રસન્ન તેમજ સ્વસ્થ રહે છે. પરિવારના લોકોને માનસિક શાંતિની અનુભૂતિ થાય છે.

દાંપત્યજીવનમાં ખુશહાલી

શ્રીવિષ્ણુજીની ચાલીસાનો નિત્ય પાઠ કરવાથી વ્યક્તિના દાંપત્યજીવનમાં રહેલ કલેશ નાશ પામે છે સાથે જ દરેક પ્રકારના સુખની પ્રાપ્તિ થાય છે. જીવનસાથીના અદભુત પ્રેમનો અનુભવ થાય છે.

મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ

જો વ્યક્તિ નિયમિત રૂપે વિષ્ણુ ચાલીસાનો સાચા મનથી અને પૂર્ણ શ્રદ્ધા સાથે પાઠ કરે છે તો તે વ્યક્તિની દરેક પ્રકારની મનોકામના પૂર્ણ થાય છે. તે વ્યક્તિને ક્યારેય કોઇની સામે હાથ લંબાવવાની જરૂર નથી પડતી.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Next Article