AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પ્રેમમાં પણ સફળતાની પ્રાપ્તિ કરાવશે વિજયા એકાદશી ! જાણો કેવી રીતે વિવિધ ઈચ્છાઓ થશે પૂરી ?

આજે ચાંદીના વાસણમાં દૂધ લઈ તેમાં સાકર ઉમેરીને પીપળાના વૃક્ષમાં અર્પણ કરો. માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી આપને સુંદર અને સુયોગ્ય સંતાનની પ્રાપ્તિ થશે.

પ્રેમમાં પણ સફળતાની પ્રાપ્તિ કરાવશે વિજયા એકાદશી ! જાણો કેવી રીતે વિવિધ ઈચ્છાઓ થશે પૂરી ?
Vijaya ekadashi
TV9 Bhakti
| Edited By: | Updated on: Feb 16, 2023 | 6:30 AM
Share

આજે વિજયા એકાદશીનો રૂડો અવસર છે. એક કથા અનુસાર મહા માસના વદ પક્ષની આ એકાદશીનું વ્રત તો સ્વયં શ્રીરામચંદ્રજીએ પણ કર્યું હતું. અને તેના દ્વારા જ તેમણે રાવણ સામેના યુદ્ધમાં વિજયની પ્રાપ્તિ કરી હતી. પણ, વાસ્તવમાં આ એકાદશી અનેકવિધ ફળની પ્રાપ્તિ કરાવનારી છે. કહે છે કે આ દિવસે કેટલાંક સચોટ ઉપાય અજમાવીને તમે તમારી વિવિધ મનશાઓને સિદ્ધ કરી શકો છો. આવો, તે વિશે વિગતે જાણીએ.

સંતાન પ્રાપ્તિ અર્થે

સંતાન પ્રાપ્તિની મનશા રાખતા દંપતીએ એકાદશીના દિવસે એકસાથે જ ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઇએ. ભગવાન વિષ્ણુને ધૂપ, દીપ, પુષ્પ, ચંદન તેમજ તુલસીજી અર્પણ કરવા જોઈએ. સાથે જ ચાંદીના વાસણમાં દૂધમાં સાકર ઉમેરીને પીપળાના વૃક્ષમાં અર્પણ કરો. માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી આપને સુંદર અને સુયોગ્ય સંતાનની પ્રાપ્તિ થશે.

ખાસ મનશાની પૂર્તિ અર્થે

કોઈ ખાસ મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ અર્થે એકાદશીએ સર્વપ્રથમ સૂર્યનારાયણને ગંગાજળ અર્પણ કરો. ત્યારબાદ શ્રીરામની પૂજા કરો. પૂજામાં કેળા, લાડુ, લાલ રંગનું પુષ્પ અર્પણ કરી એક દીપ પ્રજ્વલિત કરો. આ દિવસે ખાસ ચંદનની અગરબત્તી કરો અને ભગવાનને ખજૂર તેમજ બદામનો ભોગ જરૂરથી અર્પણ કરો. ત્યારબાદ “ૐ સિયા પતિયે રામ રામાય નમઃ” મંત્રનો 108 વખત જાપ કરો.

દાંપત્ય જીવનમાં મધુરતા લાવવા

જો દાંપત્ય જીવનમાં તણાવ ચાલી રહ્યો હોય, પતિ-પત્ની વચ્ચે સતત ઝઘડા થઈ રહ્યા હોય, વિચારોમાં મતભેદ રહેતો હોય તો જરૂરથી આ ઉપાય અજમાવો. વિજયા એકાદશીએ પિત્તળના કળશમાં ગંગાજળ ઉમેરીને તેમાં થોડી હળદર, પીળું ચંદન, તુલસીના પાન ઉમેરો. ત્યારબાદ આખા ઘરમાં તે પાણીનો છંટકાવ કરો. યાદ રાખો, ઘરના દરેકે દરેક ખૂણામાં આ પાણીનો છંટકાવ કરવો. કહે છે કે તેનાથી ગૃહકલેશ દૂર થશે અને દાંપત્ય જીવનમાં મીઠાશ આવશે.

પ્રેમમાં સફળતા અર્થે !

કહે છે કે આજના દિવસે તુલસી અને પીળા રંગના પુષ્પથી ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી પ્રેમ સંબંધમાં આવતી અડચણો દૂર થાય છે. અને તેમાં સફળતાના યોગ બને છે. એ જ રીતે આ વિધિથી લગ્નજીવન સંબંધિત સમસ્યાઓમાં પણ રાહત મળે છે.

કોર્ટ-કચેરીમાં રાહત

જો આપના શત્રુ આપને કોર્ટ કચેરીમાં પરેશાન કરી રહ્યા હોય તો ભગવાન વિષ્ણુના સહસ્ત્ર નામનું ઉચ્ચારણ કરતા કરતા કાચા અક્ષતને લાલ રંગથી રંગી લો. એટલે કે તેને કુમકુમ સાથે મિક્સ કરી લો. ત્યારબાદ તેને લાલ રંગના સુતરાઉ કપડામાં બાંધીને કોઈ વિષ્ણુ મંદિરમાં કે પછી કોઈ બ્રાહ્મણને તેનું દાન કરી દો. કહે છે કે તેનાથી આપને કોર્ટ-કચેરી સંબંધી કેસોમાં રાહતની પ્રાપ્તિ થશે.

શત્રુમુક્તિ અર્થે

એક માન્યતા અનુસાર આજના દિવસે ભગવાન વિષ્ણુને શંખ અર્પણ કરવાથી વ્યક્તિને શત્રુઓ પર વિજયની પ્રાપ્તિ થાય છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">