AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: જાણતા કે અજાણતા થયેલી આ ભૂલો પણ બની શકે છે આર્થિક સંકટનું કારણ !

અહીં એ ભૂલો વિશે જાણો અને આજથી જ તેને સુધારવાનો પ્રયાસ કરો, જેથી તમારી પ્રગતિનો માર્ગ સરળ બની શકે.

Vastu Tips: જાણતા કે અજાણતા થયેલી આ ભૂલો પણ બની શકે છે આર્થિક સંકટનું કારણ !
Vastu Tips
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 17, 2022 | 5:45 PM
Share

શાસ્ત્રોમાં માતા લક્ષ્મીને (Mata Lakshmi) ધનની દેવી કહેવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે કોઈ પણ વ્યક્તિને જીવનમાં ધન અને સમૃદ્ધિ ત્યારે જ મળે છે જ્યારે તેના પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા હોય છે. પરંતુ ઘણી વખત, સખત મહેનત કરવા છતાં, આપણે ઇચ્છિત પરિણામ મેળવી શકતા નથી, ઘરમાં સતત આર્થિક સંકટ રહે છે અને તેનું કારણ પણ આપણે સમજી શકતા નથી. જો તમારી સાથે પણ આવું થઈ રહ્યું છે, તો તેનું કારણ વાસ્તુ (Vastu Tips) સંબંધિત ભૂલો પણ હોઈ શકે છે, જે આપણે જાણતા-અજાણતા કરીએ છીએ. તેના કારણે માતા લક્ષ્મી ક્રોધિત થાય છે, ભાગ્ય સાથ આપતું નથી અને ઘરમાં આર્થિક અને અન્ય પરેશાનીઓ આવે છે. અહીં એ ભૂલો વિશે જાણો અને આજથી જ તેને સુધારવાનો પ્રયાસ કરો, જેથી તમારી પ્રગતિનો માર્ગ સરળ બની શકે.

આ ભૂલોથી વાસ્તુ દોષ થાય છે

1. જો તમે ઘરની સફાઈ માટે સાવરણીને દરવાજા પર અથવા એવી કોઈ જગ્યાએ રાખો છો જ્યાં તેને વારંવાર પગ અડે છે, તો તરત જ તેની જગ્યા બદલી નાખો. સાવરણીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. તેમાં વારંવાર પગ મુકવો તે દેવી લક્ષ્મીનું અપમાન માનવામાં આવે છે અને તેનાથી ધનનો નાશ થાય છે. આ સિવાય સાવરણી પર ક્યારેય કોઈ ભારે વસ્તુ ન રાખો.

2. તુલસીને પણ દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે, સાથે જ તુલસીને વાસ્તુ દોષોને દૂર કરનાર છોડ કહેવામાં આવે છે. પરંતુ તેને રાખવાની દિશા હંમેશા સાચી હોવી જોઈએ, તો જ તેનો લાભ મળે છે. તેને ખોટી દિશામાં રાખવાથી આર્થિક સમસ્યાઓ આવે છે. તુલસીના છોડને હંમેશા ઉત્તર-પૂર્વ કોણમાં રાખો અને દીવો કરો.

3. જો કોઈએ કોઈ ગુલદસ્તો આપ્યો હોય અથવા ઘરમાં ક્યાંક ફૂલ રાખ્યા હોય અને તે સુકાઈ ગયા હોય તો તેને તરત જ કાઢી નાખો. સૂકા ફૂલો હંમેશા નકારાત્મકતા લાવે છે. ઘરના કોઈપણ રૂમમાં સૂકા ફૂલ ન રાખવા.

4. ઘરના પૂજા સ્થાન પર દેવી-દેવતાઓની તસવીરો સામસામે ન રાખવી જોઈએ, તેનાથી બધી સમસ્યાઓ ઉભી થાય છે. દેવી-દેવતાઓને ચઢાવવામાં આવેલ ફૂલ અને હાર બીજા દિવસે ઉતારીને નવા ફૂલ અર્પણ કરવા જોઈએ.

5. ખોટી દિશામાં મૂકવામાં આવેલા ધાર્મિક પુસ્તકોથી પણ વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે. તેમને હંમેશા પશ્ચિમ દિશામાં રાખવા જોઈએ. આ સિવાય તેને પલંગની અંદર કે ગાદલા કે તકિયાની નીચે રાખવાની ભૂલ ક્યારેય ન કરો.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Holi 2022 : હોલિકા દહન કરતી વખતે આ વૃક્ષોના લાકડા બાળવા જોઈએ નહીં, જાણો શું છે તેની પાછળનુ કારણ

આ પણ વાંચો : Holi Festival: વિશેષ સંયોગ સાથે આવી હોળી, થશે તમામ મનોકામનાઓની પૂર્તિ

BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video
નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
g clip-path="url(#clip0_868_265)">