Vastu Tips: આવનારા નવા વર્ષમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ મેળવવા માટે કરો આ ઉપાયો

|

Dec 06, 2022 | 5:48 PM

નવા વર્ષમા ધન money લાભ મેળવવા માટે ભારતીય વાસ્તુશાસ્ત્રની સાથે ચીન વાસ્તુશાસ્ત્રના ઉપાયો બતાવવામા આવેલ છે. જેમા નવા વર્ષમા કઈ વસ્તુઓ ઘરે લાવવાથી લાભ થાય છે. તે જાણવા માટે આલેખને વધુ વાંચો

Vastu Tips: આવનારા નવા વર્ષમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ મેળવવા માટે કરો આ ઉપાયો
Vastu Tips

Follow us on

હિન્દુશાસ્ત્રની માન્યતા અનુસાર લોકો સુખ-શાંતિ મેળવવા માટે અવનવા ઉપાયો કરતા હોય છે, જેમા વાસ્તુશાસ્ત્રનો પણ સમાવેશ થાય છે. ભારતમા જ નહી અન્ય દેશોમા પણ વાસ્તુશાસ્ત્રના ઉપાયો કરવામાં આવે છે. માત્ર હિન્દુ ધર્મના લોકો જ નહી પરંતુ અન્ય ધર્મના લોકો પણ જીવનમા શાંતિ મેળવવા માટે નાના-મોટા ઉપાયો કરતા હોય છે. શું તમે જાણો છો વાસ્તુશાસ્ત્રના નાના નાના ઉપાયો કરીને પણ તમે તમારા જીવનમા સુખ-શાંતિ તથા આર્થિક ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે પણ લાભ મળી શકે છે. થોડા જ દિવસમાં 2023ની શરુઆત થશે તો તમારે નવા વર્ષમા કઈ વાસ્તુ ટિપ્સ અપનાવી જોઈએ જેથી આવનારા નવા વર્ષમા તમારા જીવનમા ખુશાલી ભર્યુ વાતાવરણ બની રહે તે જાણવા આ આ લેખ વાંચો.

ઘરમા એકાક્ષી શ્રી ફળ લાવવુ

સનાતન પરંપરા અનુસાર નવા વર્ષની શરુઆતમા ઘરમા એકાક્ષી(એક આંખ વાળુ) શ્રી ફળ લાવવુ જોઈએ જેનાથી ઘરમા ધન-ધાન્યનુ સુખ પ્રાપ્ત થાય છે. નવા વર્ષની શરુઆતના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરી એક લાલ રંગનુ કાપડ લઈ તેમા એકાક્ષી શ્રી ફળ બાંધીને તિજોરીમા મુકવાથી લાભ મળે છે.

શંખ

હિન્દુશાસ્ત્ર અનુસાર શંખને શુભ અને પવિત્ર માનવામા આવે છે. નવા વર્ષની શરુઆતમા ઘરમા શંખ લાવવાથી સુખ-સમૃદ્ધિ બની રહે છે. નવા વર્ષની શરુઆતના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરીને શંખને તમારા પૈસા મુકવાના સ્થાને મુકવાથી લાભ થાય છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

તુલસીનો છોડ લાવવો

હિન્દુ ધર્મમા તુલસીના છોડને પવિત્ર ગણવામા આવે છે અને તેની પૂજા કરવામા આવે છે. એવુ માનવામા આવે છે કે માતા લક્ષ્મીનો વાસ તુલસીના છોડમા હોવાથી તેને ઘરમા રાખવુ શુભ માનવામા આવે છે. નિયમિત તુલસીના છોડને પાણી અર્પિત કરવાથી ઘરમા શાંતિ મળે છે.

મેટલ ટર્ટલ અને હાથી

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે મેટલના કાચબો અને હાથીને શુભ પ્રતિક માનવામા આવે છે. નવા વર્ષની શરુઆતમા ધાતુનો કાચબો અને હાથી લાવીને ઘરની ઉત્તર દિશામા રાખવાથી આર્થિક લાભ મળે છે.

લાફીંગ બુધ્ધા

નવા વર્ષની શરુઆતમા તમારા ઘરમા કે કાર્યસ્થાને લાફીંગ બુધ્ધા મુકવામા આવે તો તેનાથી આર્થિક પ્રગતિ અને સમૃદ્ધિમા વધારો થાય છે. નવા વર્ષમા લાફીંગ બુધ્ધાની મુર્તી લાવીને ઘરની ઉત્તર-પૂર્વ દિશામા રાખવાથી આર્થિક પ્રગતિ અને સમૃદ્ધિમા વધારો થાય છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Published On - 5:48 pm, Tue, 6 December 22

Next Article