Vastu rules for home: ઘરમાં ચીજ-વસ્તુઓ સજાવતી વખતે રાખો આ ખાસ ધ્યાન, વાસ્તુ નિયમોનો હોય છે ખાસ પ્રભાવ

|

Jul 27, 2021 | 10:03 AM

જો તમારા ઘરની વસ્તુઓ વાસ્તુના નિયમો અનુસાર ગોઠવવામાં આવે છે અથવા રાખવામાં આવે છે, તો ચોક્કસથી તમને તે સ્થાનની શુભતા પ્રાપ્ત થશે.

Vastu rules for home: ઘરમાં ચીજ-વસ્તુઓ સજાવતી વખતે રાખો આ ખાસ ધ્યાન, વાસ્તુ નિયમોનો હોય છે ખાસ પ્રભાવ
ઘરના ઓરડાઓ તેમજ અન્ય વસ્તુઓને વાસ્તુ મુજબ બનાવવા કે ગોઠવવાનું એક અનેરું મહત્વ છે

Follow us on

Vastu rules for home: કોઈપણ ઘરની ખુશાલી અને સમૃદ્ધિ પર વાસ્તુના નિયમોનો ઘણો પ્રભાવ હોય છે. જો તમારા ઘરની વસ્તુઓ વાસ્તુના નિયમો અનુસાર ગોઠવવામાં આવે છે અથવા રાખવામાં આવે છે, તો ચોક્કસથી તમને તે સ્થાનની શુભતા પ્રાપ્ત થશે. અથવા કહીઓ શકાય કે તમને તે વસ્તુઓનો લાભ કોઈ પણ મુશ્કેલી વિના મળશે. બીજી બાજુ, જો તમે તમારા ઘરના કોઈપણ ખૂણામાં અથવા જગ્યાએ વાસ્તુના નિયમોની અવગણના કરી છે, તો ત્યાં નકારાત્મક ઊર્જાની અસર તમારા જીવન, કારકિર્દી અને વ્યવસાય વગેરેમાં ચોક્કસપણે દેખાશે.

ઘરના ઓરડાઓ તેમજ અન્ય વસ્તુઓને વાસ્તુ મુજબ બનાવવા કે ગોઠવવાનું એક અનેરું મહત્વ છે, તો ચાલો આપણે જાણીએ કે તમારે ઘરની સજાવટ કરતી વખતે કયા વાસ્તુના નિયમોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ (Vastu Tips ).

– જો તમે તમારા ફ્રીજને તમારા ઘરની સાચી જગ્યાએ મૂકવા વિશે મૂંઝવણમાં છો, તો વાસ્તુના નિયમો અનુસાર તમારે તેને ઓરડાની પશ્ચિમ દિશામાં રાખવું જોઈએ.
– ઘરમાં ડાઇનિંગ ટેબલ એવી રીતે મૂકો કે જે કોઈ પણ વ્યક્તિ ખાય છે તેનો ચહેરો દક્ષિણ દિશા તરફ ન હોવો જોઈએ.
– ગેસ સ્ટોવને હંમેશા રસોડામાં દક્ષિણ-પૂર્વ દિશામાં રાખો (vastu tips in gujarati).

WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024

-હંમેશાં ટીવી માટે રૂમનો ઉત્તરીય ભાગ પસંદ કરો, જે ઘરમાં મનોરંજનનું મુખ્ય માધ્યમ માનવામાં આવે છે.
-ઘડિયાળ માટે તેમજ દિવાલો પરની સુંદરતામાં વધારો કરવા માટેની વસ્તુઓ માટે હંમેશાં રૂમની પૂર્વ દિશા પસંદ કરો.
– દિવાન અથવા સોફાને હંમેશાં તમારા રૂમમાં એવી રીતે રાખો કે તેની ઉપર બેઠેલી વ્યક્તિએ ક્યારેય દક્ષિણ દિશાનો સામનો ન કરવો જોઇએ. જો કે, દિવાન હંમેશાં ડ્રોઇંગરૂમની દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં મૂકવો જોઈએ.

-બેડરૂમમાં બેડને એવી રીતે મૂકો કે જ્યારે સૂતા હો ત્યારે તમારું માથું દક્ષિણ અથવા પૂર્વ દિશામાં હોવું જોઈએ.
-વાસ્તુ મુજબ રૂમની ઉત્તર-પશ્ચિમ દિશામાં માછલીઘર રાખો.
-હંમેશા શુ-રેક (બુટ ચપ્પલ સ્ટેન્ડ) ને ઉત્તર-પશ્ચિમ અથવા દક્ષિણ-પશ્ચિમ દિશામાં રાખો.

-અરીસો હંમેશાં ઉત્તર અથવા પૂર્વ દિશામાં રાખો.
-તમે મની પ્લાન્ટ અથવા ફૂલોના છોડથી ઘરના પ્રવેશદ્વારને સુંદર રીતે સજાવી શકો છો. અહીં તુલસીનો છોડ રાખવો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે.
-સૌ પ્રથમ, કચરો ઘરમાં રાખવો જોઈએ નહીં, જો તેને રાખવાની જરૂર હોય, તો પછી તેને ઉત્તર-પશ્ચિમ દિશામાં રાખો.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેના કોઈ પણ વૈજ્ઞાનિક પુરાવાઓ નથી, જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખ અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ભાગેડુ Vijay Mallayaને ભારત લાવવો સરળ રહેશે , UK HC ના ચુકાદાથી ભારતીય બેંકોનું મનોબળ વધ્યું

આ પણ વાંચો:  AHMEDABAD : કેચપિટના ઢાંકણાની નબળી ગુણવત્તાની ફરિયાદો સામે AMCએ આપ્યા તપાસના આદેશ

 

Next Article