AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુરુ અને રાહુની યુતિ સર્જશે ચાંડાલ યોગ ! જાણો આ યોગની વ્યક્તિ અને બજાર પર શું થશે અસર ?

જેમની કુંડળીમાં ચાંડાલ યોગ (Chandal Yoga ) હોય તેમને જિંદગીમાં સંઘર્ષ બાદ સફળતા મળતી હોય છે. આ જાતકોએ ઉતાવાળીયા નિર્ણયોથી બચવું જોઈએ. પાચન શક્તિ, આંતરડા, કમળો, ટાયફોડ, પાણી જન્ય રોગ વગેરેથી સંભાળવું હિતાવહ બનશે.

ગુરુ અને રાહુની યુતિ સર્જશે ચાંડાલ યોગ ! જાણો આ યોગની વ્યક્તિ અને બજાર પર શું થશે અસર ?
TV9 Bhakti
| Edited By: | Updated on: Apr 20, 2023 | 6:33 AM
Share

લેખકઃ ડો. હેમીલ પી લાઠીયા, જ્યોતિષાચાર્ય

ગુરુ ગ્રહને દેવતાઓના ગુરુ માનવામાં આવે છે. જ્યારે રાહુ એ દૈત્ય સેનાપતિ છે. બંન્નેના આચાર વિચાર તેમજ કાર્યમાં ભિન્નતા જોવા મળે છે. મેષ રાશિમાં તારીખ ૨૨/૪/૨૦૨૩ ના રોજ ગુરુ ગ્રહનો પ્રવેશ થશે અને હાલ ત્યાં રાહુનું ભ્રમણ તારીખ ૩૦/૧૦/૨૦૨૩ સુધી છે. એટલે કે, આ સમયગાળા દરમિયાન મેષ રાશિમાં ગુરુ અને રાહુની યુતિ થશે. ગુરુ અને રાહુની આ યુતિ ચાંડાલયોગ તરીકે પણ ઓળખાય છે. કુંડળીમાં કઈ રાશિમાં ચાંડાલ યોગ થયો છે અને ક્યાં સ્થાનમાં થયો છે તે વાત ફલ કથનમાં ધ્યાનમાં લેવાતી હોય છે. ઉપરાંત મંગળ કે શનિ ગ્રહની દૃષ્ટિ જો પડતી હોય તો ફલ કથનમાં વિશેષ ધ્યાન રાખવાની વાત પણ કરવામાં આવે છે.

ચાંડાલ યોગની અસર !

⦁ જો જાતકની કુંડળીમાં ચાંડાલ યોગ થતો હોય તો તેની વિચારસરણી જડ, જિદ્દી કે અધ્યાત્મવાળી હોઈ શકે !

⦁ આવી વ્યક્તિ વિશેષ કાર્ય કરતી પણ જોવા મળે છે, ક્યારેક બોલવામાં કટાક્ષ કે વ્યસન પણ થઈ શકે તેવું બનવા જોગ છે.

⦁ જેમની કુંડળીમાં ચાંડાલ યોગ હોય તેમને જિંદગીમાં સંઘર્ષ બાદ સફળતા મળતી હોય છે.

⦁ આ જાતકોએ ઉતાવાળીયા નિર્ણયોથી બચવું જોઈએ.

⦁ પાચન શક્તિ, આંતરડા, કમળો, ટાયફોડ, પાણી જન્ય રોગ વગેરેથી સંભાળવું હિતાવહ બનશે.

⦁ આ યોગથી ગભરાવા જેવું નહીં, પણ ચોકસાઈ રાખવી હિતાવહ કહી શકાય.

⦁ વિદ્વાનના માર્ગદર્શન મુજબ વિધી કરાવી શકાય.

⦁ આ યોગમાં સરસ્વતી ઉપસના કે શિવ ઉપસનાને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે.

⦁ ઘણા નેતા, અભિનેતા, રમતવીર, ઉચ્ચ જ્ઞાની, અધિકારી, વેપારી વગેરેમાં આ યોગ જોવા મળેલ છે અને તેઓ સંઘર્ષ બાદ ખૂબ જ સફળ પણ થયાં હોય છે !

બજાર પર અસર !

⦁ ચાંડાલયોગની અસર બજારની વધઘટ પર પણ થાય છે.

⦁ ગુરુ એટલે વિત વ્યવસ્થા અને રાહુ એટલે પ્રપંચ જેવા ગુણના આધારે બજારમાં તેજી જોવા મળતી હોય છે. તેમાં કઈ રાશિમાં ચાંડાલ યોગ છે, ગોચર ગ્રહની કેવી સ્થિતિ છે તેના પર વિશેષ ધ્યાન અપાય છે.

⦁ શેર બજારમાં મોટે ભાગે તેજીની ચાલ જોવા મળી શકે. બેન્કિંગ સેક્ટરમાં સુધારો જોવા મળે કે બેંકના કોઈ બનાવ પણ બની શકે તેવી ધારણા કરી શકાય.

⦁ સોના-ચાંદીના ભાવ પણ તેજી તરફી જોવા મળી શકે.

⦁ એગ્રો કોમોડિટીમાં હળદર, ચણા, મકાઈ, સોયાબીન, સરસવ જેવી વસ્તુમાં પણ અચાનક ભાવ વધારો જોવા મળી શકે તેવું બનવા જોગ છે.

અગાઉ થયેલો ગુરુ + રાહુનો ચાંડાલ યોગ

જુલાઈ ૨૦૦૧ થી ફેબ્રુઆરી ૨૦૦૨ સુધી મિથુન રાશિમાં ડિસેમ્બર ૨૦૦૮ થી એપ્રિલ ૨૦૦૯ સુધી મકર રાશિમાં ફેબ્રુઆરી ૨૦૧૬ થી જુલાઈ ૨૦૧૬ સુધી સિંહ રાશિમાં

આગામી ચાંડાલ યોગ

ઓક્ટોબર ૨૦૩૦ થી ફેબ્રુઆરી ૨૦૩૧ વૃશ્ચિક રાશિમાં

ઉલ્લેખનીય છે કે ગ્રહોની યુતિ અને તેના પર ગ્રહની દૃષ્ટિ, રાશિ, તેમજ અન્ય બાબત ફલાદેશમાં ખૂબ ભાગ ભજવે છે. તે પછી વ્યક્તિગત કોઈ જાતક હોય કે પછી બજારની સ્થિતિ હોય.

(નોંધ- આ લેખમાં લખવામાં આવેલી વિગતો લેખકે પોતાના અધ્યયનના ધોરણે લખી છે, ટીવી 9 સંપુર્ણ પણે તમામ વિગતો સાથે સંમત જ છે તે હોવાને લઈ પુષ્ટી નથી કરતું )

g clip-path="url(#clip0_868_265)">