AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BHAKTI: આ અંગારકી ચતુર્થીએ અજમાવો વિશેષ ઉપાય અને મેળવો શ્રીગણેશના અઢળક આશીર્વાદ

અંગારકી ચતુર્થીએ ગણેશજીની પૂજા અને વ્રત કરવાથી બીમારીઓ દૂર થાય છે. આર્થિક મુશ્કેલીઓથી મુક્તિ મળે છે. એટલું જ નહીં, વિવાહ આડેના અવરોધો દૂર કરવા આ વ્રત વિશેષ ફળદાયી મનાય છે.

BHAKTI: આ અંગારકી ચતુર્થીએ અજમાવો વિશેષ ઉપાય અને મેળવો શ્રીગણેશના અઢળક આશીર્વાદ
અંગારકી ચતુર્થીએ શ્રીગણેશ વરસાવશે વિશેષ કૃપા
TV9 Bhakti
| Edited By: | Updated on: Jul 26, 2021 | 10:44 AM
Share

અંગારકી સંકષ્ટીનો (SANKASHTI) અવસર એટલે ગજાનનની કૃપાપ્રાપ્તિનો સર્વોત્તમ અવસર. મંગળવાર અને વદ પક્ષની ચોથ એટલે કે, સંકષ્ટી જ્યારે એકસાથે આવતી હોય, ત્યારે તે અંગારકી ચતુર્થી તરીકે ઓળખાય છે. આ ચોથ અંગારકી, અંગારક કે અંગારકી સંકષ્ટી જેવાં નામે પણ પ્રસિદ્ધ છે. ગજાનન શ્રીગણેશનું સંકષ્ટીનું વ્રત અનેક પ્રકારના ફળની પ્રાપ્તિ કરાવાનું છે. એમાંય જ્યારે અંગારકી સંકષ્ટીનો સંયોગ હોય ત્યારે તેનાથી પ્રાપ્ત થનારા ફળ અનેકગણાં વધી જાય છે. અષાઢ વદ ચોથ, મંગળવાર, તારીખ 27 જુલાઈના રોજ પણ આ અદભુત સંયોગ બની રહ્યો છે, ત્યારે આવો જાણીએ કે કેવાં વિધિ-વિધાન દ્વારા આ અવસરે પ્રાપ્ત થશે ગજાનનની વિશેષ કૃપા.

ગણેશ પુરાણ પ્રમાણે આ દિવસે ગણેશજીની પૂજા અને વ્રત કરવાથી બીમારીઓ દૂર થાય છે. આર્થિક મુશ્કેલીઓથી મુક્તિ મળે છે. એટલું જ નહીં, વિવાહ આડેના અવરોધો દૂર કરવા આ વ્રત વિશેષ ફળદાયી મનાય છે. આ વ્રતના પ્રભાવથી દરેક પ્રકારના કષ્ટ દૂર થાય છે. વ્રતથી પ્રસન્ન થઈ શ્રીગણેશ ઋણમુક્તિના આશીર્વાદ પણ પ્રદાન કરે છે. ત્યારે આવો જાણીએ વ્રતની વિધિ.

વ્રતની વિધિ 1. મંગળવારે સવારે વહેલા ઊઠી સ્નાન કરી ગજાનનની સન્મુખ બેસો. 2. સર્વ પ્રથમ અંગારકી સંકષ્ટી વ્રતનો સંકલ્પ લો અને તે નિર્વિઘ્ને પૂર્ણ થાય તે માટે શ્લોક સાથે પ્રાર્થના કરો. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ । નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા ।। 3. સંકલ્પ બાદ શ્રીગણેશનું ષોડશોપચાર પૂજન કરો. 4. “ૐ ગં ગણપતયૈ નમઃ।” બોલતા ગજાનનને 21 દૂર્વા અર્પણ કરો. 5. શક્ય હોય તો આ દિવસે પ્રભુને 21 લાડુનો ભોગ લગાવો. 6. 21 લાડુમાંથી 5 ભગવાન પાસે રાખો, બીજા 5 કોઈ બ્રાહ્મણને દાનમાં આપો અને બાકીના બધાં લાડુ પ્રસાદ રૂપે વહેંચી દો. 7. આ દિવસે ગણેશ અથર્વશીર્ષ કે સંકટનાશક સ્તોત્રનું પઠન ફળદાયી બની રહેશે. 8. કોઈ સ્તોત્રનું પઠન શક્ય ન હોય તો શક્ય એટલાં ગણેશમંત્રના જાપ કરો. 9. આ દિવસે ઉપવાસ રાખવો. ઉપવાસ શક્ય ન હોય તો પણ દિવસ દરમિયાન માત્ર ફળ ગ્રહ કરવા. 10. રાત્રે ચંદ્રોદય બાદ તેના દર્શન કરી ભોજન ગ્રહણ કરી શકાય.

કહે છે કે નિયમ અનુસાર અંગારકી ચતુર્થીનું વ્રત કરવાથી ગજાનન ચોક્કસથી પ્રસન્ન થાય છે અને ભક્તના સઘળા મનોરથોની પૂર્તિ કરે છે.

આ પણ વાંચોઃ પ્રભુ સેવા પહેલાં માતા-પિતાની સેવા, પંઢરીનાથને પણ જોવી પડી ભક્ત પુંડલિકની રાહ !

Follow Us
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">