આજે હરિયાળી અમાસનો અવસર, એક વૃક્ષ આપના જીવનમાં લાવશે ખુશીઓની હરિયાળી !

|

Jul 28, 2022 | 6:15 AM

અષાઢ માસની અમાસની તિથિ એ દિવાસા તરીકે ઓળખાય છે. આ અષાઢી અમાસને આપણે હરિયાળી અમાસ (hariyali amavasya) પણ કહીએ છીએ. અષાઢી અમાસને વર્ષનો ઉત્તમ દિવસ ગણવામાં આવે છે. કારણ કે દિવાસાથી (divaso) જ વ્રત અને ઉત્સવોની શરૂઆત થાય છે. દિવાસાથી લઈ દિવાળી સુધી તહેવારોની ઋતુ રહે છે. જેમકે શિવજીનો પ્રિય માસ એવો શ્રાવણ માસ શરૂ […]

આજે હરિયાળી અમાસનો અવસર, એક વૃક્ષ આપના જીવનમાં લાવશે ખુશીઓની હરિયાળી !
Bili Tree

Follow us on

અષાઢ માસની અમાસની તિથિ એ દિવાસા તરીકે ઓળખાય છે. આ અષાઢી અમાસને આપણે હરિયાળી અમાસ (hariyali amavasya) પણ કહીએ છીએ. અષાઢી અમાસને વર્ષનો ઉત્તમ દિવસ ગણવામાં આવે છે. કારણ કે દિવાસાથી (divaso) જ વ્રત અને ઉત્સવોની શરૂઆત થાય છે. દિવાસાથી લઈ દિવાળી સુધી તહેવારોની ઋતુ રહે છે. જેમકે શિવજીનો પ્રિય માસ એવો શ્રાવણ માસ શરૂ થાય છે. જેમાં રક્ષાબંધન, જન્માષ્ટમી જેવા ઉત્સવો આવે છે. ત્યારબાદ ગણેશ ઉત્સવ, નવરાત્રી અને દિવાળી જેવા તહેવારોની (festival) હારમાળા સર્જાય છે. દિવાસોથી શરૂ કરીને દેવ દિવાળી સુધી, એટલે કે લગભગ 100 દિવસ સુધી કોઈને કોઈ ઉત્સવો આવતા જ રહે છે. આ સારા દિવસોની શરૂઆતને જ દિવાસા તરીકે ઓળખવામાં આવે છે.

ઘણી સ્ત્રીઓ દિવાસાના અવસર પર વ્રત કરતી હોય છે. આ વ્રતમાં સ્ત્રીઓ 36 કલાકનું જાગરણ પણ કરે છે. પરંતુ, ઘણાં ઓછાં લોકો જાણે છે કે હરિયાળી અમાસના નામે પ્રસિદ્ધ આ તિથિએ વૃક્ષારોપણનું પણ સવિશેષ મહત્વ છે. વર્ષાઋતુમાં ચોતરફ લીલીછમ વનરાજી છવાઈ જાય છે. ચારે બાજુ હરિયાળી છવાઈ જાય છે. એટલે જ તો અષાઢ માસની અમાસને આપણે હરિયાળી અમાસ કહીએ છીએ. અને કહે છે કે આ તિથિ પર વિધ વિધ પ્રકારના વૃક્ષો રોપવાથી વ્યક્તિની વિવિધ કામનાઓની પૂર્તિ થતી હોય છે. ત્યારે આવો જાણીએ કે કઈ મનશાની પૂર્તિ અર્થે કયા વૃક્ષની વાવણી કરવી જોઈએ.

સંતાન પ્રાપ્તિ અર્થે

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

જો આપ સંતાન સુખ પ્રાપ્ત કરવા ઈચ્છો છો તો દિવાસા પર પીપળાનું, લીમડાનું અથવા તો કદંબનું ઝાડ વાવવું જોઈએ.

બીમારીથી મુક્તિ અર્થે

જો આપ વારંવાર સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા હોવ તો અષાઢી અમાસના રોજ બ્રાહ્મી, અર્જુન, આમળા, તુલસી, સૂરજમુખી કે પલાશના છોડને વાવવું જોઈએ.

લક્ષ્મીકૃપા અર્થે

લક્ષ્‍મી કૃપા મેળવવા માટે એટલે કે આર્થિક પ્રગતિ માટે હરિયાળી અમાસના રોજ કેળા, બિલ્વપત્ર, આમળા કે તુલસીનો છોડ વાવવો જોઈએ.

ભાગ્યોદય અર્થે

જો આપ ભાગ્યોદયની કામના રાખો છો તો આપ આપના ઘરની આસપાસ નાળિયેર કે વડનો છોડ વાવી શકો છો.

શાંતિ અર્થે

હરિયાળી અમાસે લીમડાના કે કદંબના છોડને રોપવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ સ્થિર થાય છે.

એક માન્યતા અનુસાર માત્ર છોડ વાવવાથી વ્યક્તિની મનોકામના પૂર્ણ નથી થતી, પરંતુ, જેમ જેમ છોડની વૃદ્ધિ થાય છે તેમ તેમ વ્યક્તિની મનોકામના પૂર્ણ થતી હોવાની માન્યતા છે. એટલે કે એક વખત વૃક્ષ વાવ્યા પછી તેના ઉછેરમાં પણ ખૂબ જ ધ્યાન રાખવુ જરૂરી છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Next Article