ઝડપથી લક્ષ્મીકૃપાને પ્રાપ્ત કરાવશે નવરાત્રીનો આ પ્રયોગ, ફટાફટ જાણી લો આ વિધિ

દરેક વ્યક્તિની એ જ મનશા હોય છે કે તેમના ઘરમાં સુખ-સમૃદ્ધિ અકબંધ રહે. ત્યારે નવરાત્રીની (Navratri) આઠમ અથવા નોમ બંન્નેમાંથી કોઈપણ એક તિથિએ આ ખાસ પ્રયોગ અજમાવી શકાય છે, કે જે વ્યક્તિને ઝડપથી લક્ષ્મીપ્રાપ્તિ કરાવનારો મનાય છે.

ઝડપથી લક્ષ્મીકૃપાને પ્રાપ્ત કરાવશે નવરાત્રીનો આ પ્રયોગ, ફટાફટ જાણી લો આ વિધિ
Maa Amba (symbolic image)
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Apr 08, 2022 | 7:21 AM

વર્ષ દરમિયાન કુલ ચાર નવરાત્રી (navaratri) આવતી હોય છે. બે ગુપ્ત નવરાત્રી અને બે ઉપાસનાની નવરાત્રી. આસો નવરાત્રી અને ચૈત્રી નવરાત્રીમાં ભક્તો વિશેષ સાધના અને ઉપાસના દ્વારા આદ્યશક્તિને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરતા હોય છે. પરંતુ, આ તમામ નવરાત્રીમાં સમાનપણે આઠમ અને નોમની તિથિએ માના પૂજનનો સવિશેષ મહિમા રહેલો છે. સંપૂર્ણ નવરાત્રી દરમિયાન અનુષ્ઠાન ન કરી શકનારા શ્રદ્ધાળુઓ પણ આ આઠમ અને નોમની તિથિએ વિશેષ પૂજા-અર્ચના દ્વારા માને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરતા હોય છે. ત્યારે અમારે આજે એક એવાં ઉપાયની વાત કરવી છે કે જે આ ખાસ તિથિઓમાં અજમાવીને તમે પણ આર્થિક સમૃદ્ધિના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો.

શ્રદ્ધાળુઓ તેમની વિધ-વિધ કામના અનુસાર માની પૂજા કરતા હોય છે. અલબત્, આજના સમયમાં દરેક વ્યક્તિની એ જ મનશા હોય છે કે તેમના ઘરમાં સુખ-સમૃદ્ધિ અકબંધ રહે. ત્યારે નવરાત્રીની આઠમ અથવા નોમ બંન્નેમાંથી કોઈપણ એક તિથિએ આ ખાસ પ્રયોગ અજમાવી શકાય છે. કે જે વ્યક્તિને ઝડપથી લક્ષ્મીપ્રાપ્તિ કરાવનારો મનાય છે.

વિશેષ પૂજાવિધિ

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
  1. નવરાત્રીમાં આઠમ કે નોમની તિથિએ આ પ્રયોગ કરવો જોઈએ.
  2. કોઇ શાંતિવાળા સ્થાન પર જઇ ઉત્તર દિશા તરફ આપનું મુખ રાખીને પીળા આસન પર આપે સ્થાન ગ્રહણ કરવું.
  3. પોતાની સન્મુખ તલના તેલના 9 દીવા પ્રજવ્લિત કરો. આ દીવામાં આપની સાધના પૂર્ણ થાય ત્યાં સુધી દીવો ચાલુ રહે તેટલું તેલ ઉમેરો.
  4. દીવાની સામે કુમકુમ મિશ્રિત અક્ષત પાથરો અને તેના પર શ્રીયંત્ર મૂકો.
  5. આ શ્રીયંત્રની કુમકુમ, પુષ્પ, ધૂપ-દીપથી પૂજા કરો.
  6. શ્રીયંત્રની પૂજા બાદ તાંબાની પ્લેટ પર કુમકુમથી સ્વસ્તિક બનાવીને તેની પૂજા કરો.
  7. 108 વખત ।। શ્રી મહાલક્ષ્મ્યૈ નમઃ ।। મંત્રનો જાપ કરો.
  8. આ પૂજનવિધિ બાદ શ્રીયંત્રને તમારા ઘરના પૂજાસ્થાનમાં સ્થાપિત કરી દો. અને બાકી રહેલી પૂજન સામગ્રીને જળમાં પ્રવાહિત કરી દો.

માન્યતા છે કે આ ઉપાય અજમાવવાથી વ્યક્તિને ખૂબ ઝડપથી લક્ષ્મીકૃપા પ્રાપ્ત થાય છે. એટલું જ નહીં, આકસ્મિક ધનલાભની શક્યતાઓ પણ વધી જાય છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો : જાણો નવાપુરાના જૂના બહુચરધામનો મહિમા, અહીં દર્શન માત્રથી થશે દિવ્ય આનંદની અનુભૂતિ !

આ પણ વાંચો : કલ્પવૃક્ષ સમાન ફળ આપશે આ મંત્ર! જાણી લો કઈ કઈ કામનાઓને સિદ્ધ કરશે નવાર્ણ મંત્ર?

g clip-path="url(#clip0_868_265)">