AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karva Chauth: પતિ-પત્નીના સંબંધોમાં મીઠાશ લાવશે આ કડવા ચોથ, જરૂરથી અજમાવજો આ સરળ ઉપાય !

કડવા ચોથના દિવસે ભગવાન ગણેશને હળદરની ગાંઠ અર્પણ કરવી જોઈએ. કહે છે કે આ ઉપાય કરવાથી પતિ-પત્નીના સંબંધોમાં આવેલ તિરાડ દૂર થાય છે.

Karva Chauth: પતિ-પત્નીના સંબંધોમાં મીઠાશ લાવશે આ કડવા ચોથ, જરૂરથી અજમાવજો આ સરળ ઉપાય !
Karva Chauth
TV9 Bhakti
| Edited By: | Updated on: Oct 10, 2022 | 6:25 AM
Share

મનપસંદ પતિ મેળવવાની કામના સાથે કુંવારી કન્યાઓ અને પતિના લાંબા આયુષ્ય (husband long life) માટે, અખંડ સૌભાગ્ય માટે સૌભાગ્યવતી મહિલાઓ કડવા ચોથનું (karva chauth) વ્રત કરતી હોય છે. ગુજરાતી પંચાંગ અનુસાર આસો માસના વદ પક્ષની ચોથના દિવસે (ઉત્તરભારતમાં કારતક વદી ચોથના દિવસે)કડવા ચોથનું વ્રત કરવામાં આવે છે. તેને કરવા ચોથ પણ કહે છે. આ વર્ષે આ વ્રત 13 ઓક્ટોબર, 2022 ગુરુવારના દિવસે છે. આ દિવસની વિશેષતા એ છે કે સ્ત્રીઓ વ્રત દ્વારા તેમના પતિના દીર્ઘ આયુષ્ય માટે તો ભગવાનને પ્રાર્થના કરે જ છે. સાથે જ, આ દિવસ પતિ-પત્નીના સંબંધોને સૂમેળભર્યા બનાવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી શકે છે !

જ્યોતિષ શાસ્ત્રમાં કડવા ચોથના દિવસે અજમાવવાના કેટલાક ઉપાયો દર્શાવવામાં આવ્યા છે. જેના કારણે પતિ-પત્નીના સંબંધોમાં રહેલ કડવાશ દૂર થાય છે અને માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે. કડવા ચોથના દિવસે સૌભાગ્યવતી મહિલાઓ પતિના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે વ્રત કરે છે. કુંવારી કન્યાઓ આ વ્રત મનપસંદ પતિની પ્રાપ્તિ માટે કરે છે. ત્યારે આવો, જ્યોતિષશાસ્ત્ર અનુસાર કડવાચોથના દિવસે અજમાવવાના કેટલાક ઉપાયો આપને જણાવીએ. જે આપના માટે શુભકારી સાબિત થશે.

સરળ ઉપાયથી સૂમેળભર્યા સંબંધ !

⦁ જો પતિ-પત્નીના સંબંધોમાં ખટાશ આવી હોય અને બંને વચ્ચે પહેલા જેવો પ્રેમ ન રહ્યો હોય તો કડવા ચોથના દિવસે 11 ગોમતીચક્ર લાવો. તે ગોમતીચક્રને એક લાલ રંગની સિંદૂરની ડબ્બીમાં રાખો અને આ ડબ્બીને સાચવીને મૂકી દો. આ ઉપાય કરવાથી પતિ-પત્નીના સંબંધોમાં ફરી પહેલાના જેવી મીઠાશ આવશે !

⦁ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કડવા ચોથના દિવસે “ૐ શ્રી ગણાધિપતયે નમઃ” મંત્રનો જાપ કરવો જોઈએ. વાસ્તવમાં આ સંકષ્ટી ચતુર્થીનો જ દિવસ છે. એટલે આ દિવસે ભગવાન ગણેશને હળદરની ગાંઠ અર્પણ કરવી જોઈએ. આ ઉપાયથી પતિ-પત્નીના સંબંધોમાં આવેલ તિરાડ દૂર થાય છે.

⦁ આ દિવસે ચણાના લોટના 5 લાડુ, ખાંડમાંથી બનેલા 5 પેંડા, 5 કેળા અને 250 ગ્રામ ચણાની પલાળેલી દાળ ગાયને ખવડાવવાથી લાભ થાય છે. કહેવાય છે કે આ ઉપાય કરવાથી પતિ-પત્નીના સંબંધોમાં રહેલી ગૂંચવણો પણ દૂર થઈ જાય છે. બંનેના મનમાં એકબીજા માટે લાગણી જન્મે છે.

⦁ કહેવાય છે કે કડવા ચોથના દિવસે ગણેશજીને દૂર્વા અર્પણ કરવાની સાથે ગોળની 21 નાની લાડુડી બનાવીને અર્પણ કરવાથી લાભ થાય છે.

⦁ જો આપને પૈસા સંબંધિત સમસ્યા હોય, જેમ કે તમારી પાસે પૈસા આવતાની સાથે જ વપરાઇ જતા હોય તો કડવા ચોથના દિવસે ઘી-ગોળનો ભોગ ગણેશજીને અર્પણ કરવો. સાથે જ પ્રાર્થના કરવી. કહે છે કે તેનાથી આપની સમસ્યા દૂર થઈ જશે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Follow Us
તમે આખો દિવસ ઊર્જાવાન રહેશો, નાણાકીય પરિસ્થિતિ ચોક્કસપણે સુધરશે
તમે આખો દિવસ ઊર્જાવાન રહેશો, નાણાકીય પરિસ્થિતિ ચોક્કસપણે સુધરશે
વડોદરા: ટિકિટ મળી ત્યારે જ ચંપલ પહેર્યા! કોકિલા પવારની અનોખી માનતા ફળી
વડોદરા: ટિકિટ મળી ત્યારે જ ચંપલ પહેર્યા! કોકિલા પવારની અનોખી માનતા ફળી
"5 વર્ષમાં શું વિકાસ કર્યો?" કહીને સ્થાનિકોએ ઉમેદવારોની બોલતી બંધ કરી
ઝાંઝમેર: દૂધમાં ભેળસેળ કરતી ડેરી પર SOGના દરોડા, 400 લીટર જથ્થો ઝડપાયો
ઝાંઝમેર: દૂધમાં ભેળસેળ કરતી ડેરી પર SOGના દરોડા, 400 લીટર જથ્થો ઝડપાયો
ડાંગ: ‘માં શબરીના સોગંદ, દુશ્મનોને એક પણ વોટ ન આપતા’ - હર્ષ સંઘવી
ડાંગ: ‘માં શબરીના સોગંદ, દુશ્મનોને એક પણ વોટ ન આપતા’ - હર્ષ સંઘવી
નવસારીમાં સુવિધાઓના નામે ‘મીંડું’! રહીશોએ નેતાઓને બતાવ્યો બહારનો રસ્તો
નવસારીમાં સુવિધાઓના નામે ‘મીંડું’! રહીશોએ નેતાઓને બતાવ્યો બહારનો રસ્તો
સુરતના પલસાણામાં ગેસ લીકેજથી બ્લાસ્ટ, 6 લોકો ઘાયલ, જુઓ Video
સુરતના પલસાણામાં ગેસ લીકેજથી બ્લાસ્ટ, 6 લોકો ઘાયલ, જુઓ Video
ઢોંસા ખીરા કેસ મામલે આવ્યો FSLનો રિપોર્ટ, પણ મોતનું રહસ્ય હજુ અકબંધ
ઢોંસા ખીરા કેસ મામલે આવ્યો FSLનો રિપોર્ટ, પણ મોતનું રહસ્ય હજુ અકબંધ
મોબાઇલ બેટરી બ્લાસ્ટથી ભીષણ આગ, દંપતીનું કરુણ મોત
મોબાઇલ બેટરી બ્લાસ્ટથી ભીષણ આગ, દંપતીનું કરુણ મોત
ભાજપના મહિલા ઉમેદવાર વિવાદમાં, ત્રણ સંતાન છત્તા એફિડેવિટમાં ઉલ્લેખ નહી
ભાજપના મહિલા ઉમેદવાર વિવાદમાં, ત્રણ સંતાન છત્તા એફિડેવિટમાં ઉલ્લેખ નહી
g clip-path="url(#clip0_868_265)">