Maha Shivaratri: શિવરાત્રિ પર આ ઉપાયો તમારા માટે વરદાન સાબિત થઈ શકે છે, વધી શકે છે ધન, ધાન્ય અને સંપતિ

TV9 GUJARATI

|

Updated on: Feb 02, 2023 | 2:07 PM

Maha Shivaratri: ભગવાન શિવને સમર્પિત મહાશિવરાત્રીનું ઘણું ધાર્મિક મહત્વ છે. સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યના આશીર્વાદ મેળવવા માટે જો શિવરાત્રિના દિવસે કેટલાક ખાસ ઉપાય કરવામાં આવે તો જીવનના તમામ દુ:ખ અને કષ્ટો દૂર થઈ જાય છે. તો આવો જાણીએ તે ઉપાયો શું છે.

Maha Shivaratri: શિવરાત્રિ પર આ ઉપાયો તમારા માટે વરદાન સાબિત થઈ શકે છે, વધી શકે છે ધન, ધાન્ય અને સંપતિ
Maha Shivaratri

Maha Shivaratri: હિંદુ ધર્મમાં શિવરાત્રીનો તહેવાર દેવતાઓના દેવ મહાદેવની પૂજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. શિવપુરાણ અનુસાર મહાદેવ અને માતા પાર્વતીના લગ્ન મહાશિવરાત્રીના દિવસે થયા હતા. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે જે પણ ભક્તો આ વિશેષ દિવસે સાચી ભક્તિ અને હૃદયથી તેમની પૂજા કરે છે, તેમના તમામ દુ:ખ અને પીડા દૂર થઈ જાય છે.

દર વર્ષે ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિને મહાશિવરાત્રીના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. આ વખતે આ તારીખ 18 ફેબ્રુઆરી 2023, શનિવારના રોજ આવી રહી છે. આ દિવસે એક વિશેષ તિથિ બનાવવામાં આવી રહી છે કારણ કે શિવરાત્રી પર શનિ પ્રદોષ વ્રત પણ મનાવવામાં આવશે. આવી સ્થિતિમાં, આ દિવસે કરવામાં આવતી પૂજા વધુ મહત્વપૂર્ણ રહેશે. શિવરાત્રીના દિવસે પૂજા કરવા સિવાય પણ કેટલાક એવા ઉપાય છે જે ખૂબ જ ફાયદાકારક છે. તો આવો જાણીએ તે ઉપાયો શું છે.

મહાશિવરાત્રીના દિવસે મહાદેવની પૂજા કરતી વખતે આ વાતનું ધ્યાન રાખો કે તેમને જળ ચઢાવતા પહેલા તેમાં કાળા તલ મિક્સ કરો. તલ ભેળવીને શિવ મંત્રોનો જાપ કરો. એવું માનવામાં આવે છે કે આ કરવાથી ભગવાન શિવ જલ્દી પ્રસન્ન થઈ જાય છે.

મહાશિવરાત્રીના દિવસે ભગવાન ભોલેનાથના રૂદ્રાભિષેકનું પણ વિશેષ મહત્વ છે. જો શક્ય હોય તો, આ દિવસે દહીંથી ભોલેનાથનો રુદ્રાભિષેક કરવાનો પ્રયાસ કરો. એવું માનવામાં આવે છે કે આ કરવાથી વ્યક્તિને ધનનો લાભ મળે છે અને જીવનમાં પ્રગતિ થાય છે.

આ તહેવાર પર શનિદેવની પૂજા કરવી શુભ રહેશે. આ સિવાય શિવ ચાલીસા અને શનિ ચાલીસાનો પાઠ કરો. આમ કરવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

શિવરાત્રીના દિવસે પૂજા કરતી વખતે મોટાભાગના લોકો શિવલિંગ પર ચંપા અથવા કેતકીના ફૂલ ચઢાવે છે. જો કે આમ કરવું બિલકુલ શુભ માનવામાં આવતું નથી. આ દિવસે ભગવાન શિવને કરેણ, ગલગોટો, ગુલાબ, આંકડો વગેરે ફૂલ ચઢાવવાનો પ્રયાસ કરે છે. આ સિવાય શિંવલીંગ પર બેલપત્ર, ધતુરા અને મધ પણ ચઢાવો.

પૂજા દરમિયાન ભગવાન શિવના મંત્રોનો જાપ ખૂબ જ જરૂરી અને શુભ માનવામાં આવે છે. એટલા માટે મહાશિવરાત્રી પર ઓછામાં ઓછા 108 વાર મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાનો પ્રયાસ કરો. આ સિવાય ‘ઓમ નમઃ શિવાય’ મંત્રનો જાપ પણ શુભ છે.

(અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati