Ganesh Chaturthi 2024 : આ ગણેશ ચતુર્થી પર ભારતના આ પ્રસિદ્ધ ગણેશ મંદિરના દર્શન કરો
7 સપ્ટેમબરના રોજ ગણેશ ચતુર્થીના દિવસે ભક્તો ગણપતિ બાપાનું જોરદાર સ્વાગત કરતા હોય છે. આજે આપણે ગણપતિના પ્રસિદ્ધ મંદિર વિશે વાત કરીશું. તો ચાલો જાણીએ ભગવાન ગણેશના પ્રખ્યાત મંદિરો વિશે. જ્યાં દેશ વિદેશથી પણ ભક્તો દર્શનાથે આવે છે.
ભગવાન ગણેશને વિધ્નહર્તા, મંગલમૂર્તિ, ગણપતિ, અકદંત, ગજાનન જેવા નામોથી બોલાવવામાં આવે છે. માતા પાર્વતી અને ભગવાન શિવનો પુત્ર ગણેશની પુજા કરવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. ભારતમાં કેટલાક એવા મંદિરો આવ્યા છે. જ્યાં ભક્તોની ભીડ જોવા મળતી હોય છે. જો તમે ગણેશચતુર્થી પર ક્યાંય ધાર્મિક સ્થળો પર જવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો એક વખત આ મંદિરોની જરુર મુલાકાત લેજો.
સિદ્ધિ વિનાયક મંદિર- મુંબઈ
ભગવાન ગણેશને સમર્પિત પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિર મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં આવેલું છે. આ મંદિર મુંબઈના સૌથી પ્રસિદ્ધ મંદિરોમાંથી એક છે. અહિ ગણપતિના દર્શન કરવા દેશ-વિદેશથી લોકો આવે છે. આ મંદિરનું નિર્માણ 1801ના રોજ કરવામાં આવ્યું હતુ.
ઉચી પિલ્લર કોઈલ મંદિર, તમિલનાડુ
આ પ્રસિદ્ધ મંદિર તમિલનાડુ રાજ્યના તિરુચિરાપલ્લીમાં આવેલું છે. આ ગણેશ મંદિરની સૌથી મોટી વાત એ છે કે, 272 ફીટ ઉંચા પહાડો પર સ્થિત છે. પૌરાણિક માન્યતા અનુસાર આ સ્થાન પર ભગવાન ગણેશે રંગનાથની મૂર્તિ સ્થાપિત કરી હતી. એક માન્યતા અનુસાર રાવણના વધ બાદ શ્રીરામે વિભીષણને ભગવાન રંગનાથની મૂર્તિ ભેટમાં આપી હતી. આ મંદિર સાથે પૈરાણિક કથા જોડાયેલી છે.
કનિપકમ વિનાયક મંદિર, ચિત્તુર
આ ગણેશ મંદિર આંધ્રપ્રદેશના ચિતુર જિલ્લામાં કનિપકમાં આવેલું છે. કહેવામાં આવે છે કે, આ મંદિરનું નિર્માણ કુલોથુંગ ચોલાએ કરાવ્યું હતુ. ત્યારબાદ 14મી શતાબ્દીની શરુઆતમાં વિજય નગર સામ્રાજ્યના શાસકોએ આ વિનાયક મંદિરનું નિર્માણ કર્યું હતુ. આ મંદિરમાં ભગવાન ગણેશની પુજા માટે લાખો શ્રદ્ધાળુઓ આવે છે.
રણથંભોર ગણેશ મંદિર, રાજસ્થાન
આ ગણેશ મંદિર દેશનું પ્રસિદ્ધ મંદિરમાંથી એક છે. જે રાજસ્થાનના રણથંભોરમાં આવેલું છે. આ મંદિરમાં ભક્તો ગણેશના ત્રિનેત્ર સ્વરુપના દર્શન કરવા માટે આવે છે. પ્રત્યેક વર્ષ ગણેશ ચતુર્થીના દિવસે આ મંદિરની પાસે એક ભવ્ય મેળો યોજાય છે.
દગડુશેઠ હલવાઈ મંદિર, પુણે
આ ગણેશ મંદિર મહારાષ્ટ્રનું બીજું સૌથી પ્રસિદ્ધ મંદિર છે. જે પુણેમાં આવેલું છે. ભગવાન ગણેશનું આ મંદિર વાસ્તુ કળા માટે પ્રસિદ્ધ છે. કહેવામાં આવે છે કે, પુણેના દગડુશેઠ હલવાઈના દીકરાનું પ્લેગથી મૃત્યું થયું હતુ. ત્યારબાદ શેઠે આ મંદિરને 1893માં બનાવ્યું હતુ. આ મંદિરમાં ભગવાન ગણેશના દર્શન માટે દેશ વિદેશથી લોકો આવે છે.