AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તમારા રોજિંદા કાર્યોને બગાડી દે છે રાહુ-શનિની ખરાબ અસર ! જાણો, કેવી રીતે મળશે તેનું નિવારણ ?

ખરાબ રાહુ (Rahu) તમારા દૈનિક કાર્યોમાં અડચણ લાવશે. દરેક કાર્યને મોડા પૂર્ણ કરવું એ આપની આદત બની જશે. તમારી આસપાસ હંમેશા ગંદકી રહેશે અને તમે સાફ-સફાઇ કરવામાં આળસ કરશો !

તમારા રોજિંદા કાર્યોને બગાડી દે છે રાહુ-શનિની ખરાબ અસર ! જાણો, કેવી રીતે મળશે તેનું નિવારણ ?
Kundli
TV9 Bhakti
| Edited By: | Updated on: Jan 10, 2023 | 6:15 AM
Share

વ્યક્તિના વિવિધ કાર્યો પર તેની કુંડળીના ગ્રહોની ખાસ અસર પડતી હોય છે. આ અસર સારી પણ હોઈ શકે છે, અને ખરાબ પણ. આજે અમારે શનિ ગ્રહ અને રાહુની કેટલીક આવી જ અસરો વિશે વાત કરવી છે. જે મનુષ્યના જીવનને નાકારાત્મક ઊર્જાથી ઘેરી લે છે. આવો જાણીએ કે શનિ અને રાહુની ખરાબ અસરની વ્યક્તિના સ્વભાવ પર કેવી અસર પડતી હોય છે. તેમજ તેના નિવારણ અર્થે કેવાં પગલાં લેવાં જરૂરી બની જાય છે.

ખરાબ શનિની અસર

જે વ્યક્તિની કુંડળીમાં શનિ ગ્રહ નબળો હોય છે, તેમનું રોજ-બરોજનું કાર્ય ક્યારેય સમયસર નથી હોતું. એટલે કે, વસ્તુઓ કે કાર્યો ક્યારેય યોગ્ય નથી બની શકતા. ખરાબ શનિના કારણે તમારી આસપાસ નકારાત્મકતાનો વાસ રહે છે ! આવી સ્થિતિમાં તમારે તમારા ડેઇલી રુટિનમાં બદલાવ લાવવો ખૂબ જ જરૂરી બની જાય છે.

શનિ દોષ નિવારણના ઉપાય !

⦁ ફરવાથી અને કસરત કરવાથી શનિની ખરાબ અસર ઓછી થાય છે. કારણ કે ફરવાથી અને કસરત કરવાથી આપના શરીરમાં પરસેવો થાય છે અને પરસેવાના રૂપમાં આપના શરીરમાં રહેલ મીઠું (નમક) બહાર આવે છે, જે શનિનો કારક છે ! મીઠું જ્યારે શરીરમાંથી બહાર આવે છે, ત્યારે આપના પર રહેલ શનિનો ખરાબ પ્રભાવ તેની મેળે જ દૂર થઇ જાય છે.

⦁ જો તમારી નીચે કોઇ કામ કરી રહ્યું હોય અથવા તો આપના ઘરમાં કોઇ કામવાળા હોય તો તેમને સમયસર પગાર આપી દેવો. ગરીબોની સેવા કરવી. તેનાથી શનિની ખરાબ અસર આપોઆપ દૂર થઇ જશે.

રાહુ દોષના લક્ષણ !

⦁ વ્યક્તિનું કોઇપણ કાર્ય પૂર્ણ નથી થતું, અથવા તો કોઇપણ કાર્ય તે અધવચ્ચે જ છોડી દે છે. કોઇપણ કાર્ય પૂર્ણ કરવામાં અવરોધ આવતા હોય અથવા તો તે પૂર્ણ કરી જ ન શકાતા હોય !

⦁ જો તમારી કુંડળીમાં પણ રાહુ અશુભ સ્થિતિમાં હોય કે કોઇ પાપગ્રહની સાથે પડ્યો હોય અથવા છઠ્ઠા, આઠમા, નવમા અને બારમા ભાવમાં પડયો હોય તો તમને પોતાનું ઘર ઘર જેવું નહીં લાગે. તે ઇંટ-પત્થરનું હોય તેવું જ લાગશે ! તમને ઘર જેવું સહેજ પણ નહીં લાગે.

⦁ તમારી આસપાસ હંમેશા ગંદકી રહેશે અને તમે સાફ-સફાઇ કરવામાં આળસ કરશો.

⦁ તમારા દૈનિક રુટીનમાં ફાટેલા-જૂના કપડાં, ઇસ્ત્રી વગરના કપડાં સામેલ થશે.

⦁ ખરાબ રાહુ તમારા દૈનિક કાર્યોમાં અડચણ લાવશે. દરેક કાર્યને મોડા પૂર્ણ કરવું એ આપની આદત બની જશે.

રાહુ દોષ નિવારણના ઉપાય

⦁ તમે તમારા દૈનિક રુટીનમાં એટલે કે રોજિંદા કાર્યોમાં થોડું પરિવર્તન કરીને રાહુ દોષનું નિવારણ કરી શકો છો.

⦁ સૌથી જરૂરી એ છે કે તમે તમારા પરિવારના લોકોને પૂરતો સમય આપો.

⦁ નિત્ય સાફ-સફાઇવાળા અને ઇસ્ત્રી કરેલા વસ્ત્ર ધારણ કરો.

⦁ સમયાંતરે આખા ઘરની સફાઇ કરવી જોઇએ.

⦁ દરેક કાર્યને સમયસર પૂર્ણ કરવાનો પ્રયત્ન કરવો જોઇએ.

⦁ ઉપરોક્ત ઉપાય આમ તો ખૂબ નાના છે. પણ, તે નાના ઉપાય તમારા જીવનમાં મોટા પરિવર્તનો લાવી શકશે. જે તમારા જીવનને સકારાત્મક ઊર્જાથી ભરી દેશે.

(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">