શ્રાવણ માસની શુભેચ્છા : આજથી પવિત્ર શ્રાવણ માસ શરૂ, જાણો કેવી રીતે કરશો મહાદેવને પ્રસન્ન
દરેક મહિનાની પૂનમે જે નક્ષત્રમાં ચંદ્ર હોય છે તે મહિનાનું નામ તે નક્ષત્રના આધારે રાખવામાં આવ્યું છે. શ્રાવણ નામ પણ શ્રવણ નક્ષત્રને આધારિત છે. શ્રાવણ મહિનાની પૂનમે ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં રહે છે.

આજથી એટલે કે 29 જુલાઇથી મહાદેવના પ્રિય એવા શ્રાવણ (shravan 2022) માસ શરુ થઇ ગયો છે. શ્રાવણ માસ આખો ભગવાન શિવની લોકો ભોળા ભાવે પુજા (Pooja) કરશે, હિન્દુ ધર્મમાં તહેવારોની સિઝન શરૂ થઇ છે. જે છેક દિવાળી સુધી આ તહેવારો ચાલુ રહેશે, હિંદુ પંચાંગમાં બધા જ મહિનાનું નામ નક્ષત્રો ઉપર આધારિત છે. દરેક મહિનાની પૂનમે જે નક્ષત્રમાં ચંદ્ર હોય છે તે મહિનાનું નામ તે નક્ષત્રના આધારે રાખવામાં આવ્યું છે. શ્રાવણ નામ પણ શ્રવણ નક્ષત્રને આધારિત છે. શ્રાવણ મહિનાની પૂનમે ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં રહે છે.
કેવી રીતે કરવી શિવ પુજા
ભગવાન શિવને બિલીપત્ર, કમળ, કરેણના ફુલો અને આંકડાના ફુલો અને ધતૂરો તેમજ ભસ્મ અને ચંદન અતિ પ્રિય છે તેમજ બિલી પત્ર ગાયના દૂધ, જળ અને ફળોના રસનો અભિષેક, તેમજ અક્ષત ગાયનું ઘી મધ અને કાળા તલ અને કપૂર ધૂપ પણ અતિ પ્રિય છે ,ઉપરોક્ત સામગ્રીથી શ્રદ્ધા અનુસાર શ્રાવણ માસમાં ભગવાન શિવની ઉપાસના કરવાથી શીઘ્ર અને શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થાય છે. શ્રાવણ માસમાં પરિયંત ઉપવાસ વ્રત કરવાથી પણ શ્રેષ્ઠ ઉપાસાના થાય છે, શ્રાવણ માસમાં સોમવારના વ્રત કે ઉપવાસ કરવાથી પણ મનોકામના પૂર્ણ થાય છે. આ વર્ષે શ્રાવણ માસમાં ચાર સોમવાર છે, જે 1, 8, 15, અને 22 ઓગષ્ટ છે.
શિવ ઉપાસના આ મંત્રોથી તરત જ સિદ્ધ થાય છે, પરંતુ રૂદ્રાક્ષની માળાથી કરાય તો
1, ૐ નમઃ શિવાય શિવાય નમઃૐ ૨,‘ૐ ત્રયમ્બકં યજામહે । સુગન્ધિમ્ પુષ્ટિવર્ધનમ્ । ઉર્વારૂકમિવ બન્ધનામ્ । મૃત્યોર્મુક્ષીયમામૃતાત્ ।।
શ્રાવણ માસમાં શિવપુરાણનું પઠન મનન ચિંતન અતિ દૂર્લભ શુભ ફળ આપે છે તેમજ શિવ મહિમ્ન સ્તોત્ર, રુદ્રાભિષેક, શિવ ચાલીસા લઘુરુદ્ર કે મહારુદ્ર કરવાથી પણ શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થાય છે, ભગવાન શિવની સાધના ત્રણ પ્રકારે કરાય છે, હોમાત્મક પાઠાત્મક અને અભિષેકાત્મક તેમાં ભગવાન શિવની સૌથી પ્રિય અભિષેકાત્મક સાધના છે. જે ભક્તો શ્રાવણ માસમાં ભગવાન શિવની ઉપાસના આ રીતે કરે છે તેમના એનેક પાપો નષ્ટ થાય છે રોગ શત્રુથી રક્ષણ થાય છે, સુખ સમૃદ્ધિ અને સંતતિની પ્રાપ્તિ થાય છે.
નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે અને તેને વિવિધ લેખનાં આધારે તૈયાર કરવામાં આવ્યો છે. આ તમામ સાથે Tv9 ગુજરાતી પણ સંમત જ છે તેમ માનવું નહીં.