શ્રી ગણેશજી પૂર્ણ કરશે તમામ મનોકામના, જો આવી રીતે આ સંકષ્ટિ ચતુર્થીએ કરશો ગણેશજીની આરાધના !

સંકષ્ટિ ચતુર્થી એ વિઘ્નહરની આરાધના માટેનો સર્વોત્તમ દિવસ કહેવાય છે. માનવામાં આવે છે કે આજના દિવસે કરવામાં આવતી ગણેશજીની પૂજા સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ કરાવે છે.

શ્રી ગણેશજી પૂર્ણ કરશે તમામ મનોકામના, જો આવી રીતે આ સંકષ્ટિ ચતુર્થીએ કરશો ગણેશજીની આરાધના !
સંકષ્ટિ ચતુર્થી એ વિઘ્નહરની આરાધના માટેનો સર્વોત્તમ દિવસ
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: May 29, 2021 | 3:17 PM

શ્રી ગણેશ (GANESH) એટલે તો સૌનું શુભ કરતા દેવ. તમામ પરેશાનીને વિઘ્નોને દુર કરનારા દેવ એટલે વિઘ્નહર. આમ તો દરેક શુભ કાર્યની શરુઆત ગજાનના સ્મરણથી જ થાય છે. દર મંગળવારે લોકો ગણેશજીની વિશેષ પૂજા કરતા હોય છે. પણ આજનો સંકષ્ટિ ચતુર્થીનો દિવસ તો કઈંક વધારે જ ખાસ મનાય છે. પૂનમના દિવસે આવતી ચોથને સંકષ્ટિ ચતુર્થી કહે છે. સંકષ્ટિ ચતુર્થી એ વિઘ્નહરની આરાધના માટેનો સર્વોત્તમ દિવસ કહેવાય છે. માનવામાં આવે છે કે આજના દિવસે કરવામાં આવતી ગણેશજીની પૂજા સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ કરાવે છે. લોકો આજના દિવસે શ્રી ગણેશને પ્રસન્ન કરવાના ઉપાયો પણ કરતાં હોય છે તો કોઈ તો આજે વિશેષ વ્રત ધારણ કરતાં હોય છે. ત્યારે આવો આજે આપને જણાવીએ કે, શું કરવાથી થશે ગજાનન પ્રસન્ન ? એવું તે શું કરશો આજની સંકષ્ટિ ચતુર્થીએ કે જેનાથી લંબોદર આપના તમામ કષ્ટોને દુર કરશે ? આવો જાણીએ

Shri Ganeshji will fulfill all mental desires, if you do this Sankashti Chaturthi in such a way, worship Ganesha!

ગણેશજીની પૂજા સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ કરાવે છે.

⦁ સૌથી પહેલાં તો સંકષ્ટિએ વહેલી સવારી જાગી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવાં. ⦁ આજે જે વ્યક્તિએ ખાસ વ્રત કરવું છે તેમણે લાલ રંગના વસ્ત્રો ધારણ કરવા જોઈએ. લાલ રંગ એ શ્રી ગણેશનો પ્રિય રંગ માનવામાં આવે છે. ⦁ ત્યારબાદ ગણેશજીના પૂજનનો પ્રારંભ કરવો જોઈએ. યાદ રહે પૂજા પૂર્વ અને ઉત્તર દિશા તરફ મોં રાખી કરવી. ⦁ પૂજાના પ્રારંભમાં ગણેશજીની પ્રતિમાને સ્નાન કરાવવું જોઈએ. ⦁ ત્યારબાદ ધુપ-દિપથી ગણેશજીની આરતી ઉતારવી જોઈએ. ⦁ ગજાનના પ્રિય એવા મોદકનો ભોગ અવશ્ય તેમને અર્પણ કરવો જોઈએ. ઋતુ અનુસાર કોઈ ફળનો ભોગ પણ આપ લગાવી શકો છો. ⦁ દિવસ દરમિયાન વ્યક્તિએ શક્ય હોય તો ફળાહાર ગ્રહણ કરવું. ⦁ સાંજના સમયે સંકષ્ટિ ગણેશ ચતુર્થીની કથા વાંચવી અથવા સાંભળવી. ⦁ રાત્રે ચંદ્ર દર્શન કર્યા બાદ ફરી ગણેશજીની આરતી ઉતારવી, તેમનું પૂજન કરવું. ⦁ શક્ય હોય તો 108 વાર ૐ ગણેશાય નમ : અથવા ૐ ગં ગણપતયે નમ: મંત્રનો જાપ કરવો. ⦁ ત્યારબાદ વ્યક્તિ તેનું વ્રત ખોલી શકે છે. ⦁ શક્ય હોય તો આજે એટલે કે સંકષ્ટિ ચોથના દિવસે પોતાના સામર્થ્ય અનુસાર દાન કરવું.

આજના દિવસે કરેલી ગણેશજીની ખાસ પૂજા વ્યક્તિના તમામ મનોરથને પૂર્ણ કરે છે. ત્યારે વિઘ્નહર આપના પણ વિઘ્નોને દુર કરે તે જ અભ્યર્થના.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આ પણ વાંચો : કેમ પરિણીત સ્ત્રીઓ ધારણ કરે સિંદુર ? જાણો આશ્ચર્યચકિત કરી દેતા ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણો

g clip-path="url(#clip0_868_265)">