Shravan-2021: શું રુદ્રાક્ષ ધારણ કરતા પહેલાં તમે કર્યું આ કામ ? જાણો રુદ્રાક્ષને વધુ ફળદાયી બનાવવાની શાસ્ત્રોક્ત રીત

રુદ્રાક્ષ સ્વભાવથી જ પ્રભાવી છે. તેના સ્પંદન માત્રથી આસપાસના વાતાવરણમાં શુદ્ધતા પ્રસરી જાય છે. પણ, કહે છે કે જો રુદ્રાક્ષને ધારણ કરતા પહેલાં તેને વિશેષ પદ્ધતિથી સિદ્ધ કરવામાં આવે તો તેનો પ્રભાવ અનેકગણો વધી જાય છે.

Shravan-2021: શું રુદ્રાક્ષ ધારણ કરતા પહેલાં તમે કર્યું આ કામ ? જાણો રુદ્રાક્ષને વધુ ફળદાયી બનાવવાની શાસ્ત્રોક્ત રીત
સિદ્ધ રુદ્રાક્ષ કરાવશે શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Aug 14, 2021 | 9:54 AM

Shravan-2021:  રુદ્રાક્ષ (rudraksha) એટલે તો રુદ્રાવતાર શિવજીની આંખમાંથી વહેલા અશ્રુઓ ! પ્રચલિત કથા એવી છે કે ત્રિપુરાસુરના વધ સમયે મહેશ્વરે રુદ્ર રૂપ ધારણ કર્યું. જગતનું કલ્યાણ ઈચ્છતા એ રુદ્રાવતારી શંકરની આંખમાંથી આંસુ વહ્યા, તે ધરતી પર પડ્યા અને પછી તેમાંથી રુદ્રાક્ષની ઉત્પત્તિ થઈ. રુદ્રાક્ષની ઉત્પત્તિ અંગે અન્ય કેટલીક કથાઓ પણ છે. પણ, મૂળે તો તે શિવના આંસુમાંથી પ્રગટ્યા હોઈ સ્વયં શિવ સ્વરૂપા મનાય છે ! એ જ કારણ છે કે રુદ્રાક્ષને ધારણ કરવાનો મહિમા છે. પણ, શું તમને ખબર છે કે આ રુદ્રાક્ષને ધારણ કરતાં પહેલાં તેને કેવી રીતે સિદ્ધ કરવો જોઈએ ? આવો, આજે તે વિશે જાણકારી મેળવીએ.

આમ તો રુદ્રાક્ષ સ્વભાવથી જ પ્રભાવી છે. તેના સ્પંદન માત્રથી આસપાસના વાતાવરણમાં શુદ્ધતા પ્રસરી જાય છે. પણ, કહે છે કે જો રુદ્રાક્ષને ધારણ કરતા પહેલાં કે તેનો કોઈપણ પ્રકારે ઉપયોગ કરતા પહેલાં, વિશેષ પદ્ધતિથી તેને સિદ્ધ કરવામાં આવે તો તેનો પ્રભાવ અનેકગણો વધી જાય છે. રુદ્રાક્ષ 1 થી લઈ 21 મુખી હોવાનું મનાય છે. અલબત્, કેટલાંક પ્રાચીન ગ્રંથોમાં 35 મુખી રુદ્રાક્ષનો પણ ઉલ્લેખ મળે છે ! પરંતુ, ગૌરીશંકર રુદ્રાક્ષ, 1 મુખી રુદ્રાક્ષ અને 35 મુખી રુદ્રાક્ષ અલભ્ય છે. એટલે કે, જે રુદ્રાક્ષ હાલ સુલભ્ય છે તેને પોતાની કામના અનુસાર ધારણ કરી વ્યક્તિ ફળની પ્રાપ્તિ કરી શકે છે. અલબત્, આ રુદ્રાક્ષ ધારણ કરતાં પહેલાં જો વિશેષ પૂજાથી તેને સિદ્ધ કરવામાં આવે તો તે શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ કરાવનારો બની રહે છે.

રુદ્રાક્ષની માળા 1. જો જાપ માટે અથવા તો ગળામાં ધારણ કરવા માટે રુદ્રાક્ષની માળા સિદ્ધ કરવી હોય તો તેને પહેલા પંચગવ્યમાં ડુબાડી રાખો. 2. ત્યારબાદ માળાને ગંગાજળ કે પછી શુદ્ધ જળથી ધોઈ લો. 3. દરેક મણકા પર “ઈશાનઃ સર્વભૂતાનાં” મંત્ર 10 વખત બોલો. 4. માળાના સુમેરુ પર “અઘોરે ભો ત્ર્યંબકમ્” મંત્ર 10 વખત બોલો. 5. માળા ધારણ કરવા માટે સિદ્ધ કરી હોય તો તેને પગે લાગીને પહેરી લો. 6. જો માળા જાપ માટે સિદ્ધ કરી હોય તો હંમેશા પગે લાગ્યા બાદ જ આ માળાથી મંત્રજાપ કરો. (જાપ માટેની માળા ક્યારેય ગળામાં ધારણ ન કરવી અને જે માળા ગળામાં ધારણ કરી હોય તેનાથી ક્યારેય મંત્રજાપ ન કરવા.)

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

એક રુદ્રાક્ષ 1. જો એક રુદ્રાક્ષ પૂજાસ્થાનમાં રાખવો હોય તો તેને પણ પૂજામાં મૂકતા પહેલાં સિદ્ધ કરો. 2. રુદ્રાક્ષને પંચગવ્યથી સ્નાન કરાવો. ત્યારબાદ ગંગાજળથી તેને શુદ્ધ કરો. 3. રુદ્રાક્ષની શોડશોપચાર પૂજા કરો. પછી તેને ચાંદીની ડબ્બીમાં રાખો. 4. આ રુદ્રાક્ષ પર નિત્ય અથવા તો મહિને એકવાર અત્તરના બે ટીપા નાંખો. 5. હાથમાં દર્ભ લઈને તેનો રુદ્રાક્ષને સ્પર્શ કરો અને પછી ઈચ્છિત ઈષ્ટમંત્રનો જાપ કરો. આ વિધિથી શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થવાની માન્યતા છે.

કહે છે કે રુદ્રાક્ષને સિદ્ધ કરવું બિલ્કુલ પણ મુશ્કેલ નથી. પરંતુ, આ સિદ્ધીને અકબંધ રાખવી મુશ્કેલ છે. જો ઘરમાં દુરાચાર, અનાચાર, વ્યભિચાર, નિંદા થતા હોય કે પછી અસત્ય શબ્દો બોલાતા હોય તો રુદ્રાક્ષની સિદ્ધિ ધીમે ધીમે ઘટવા લાગે છે. તો રુદ્રાક્ષ ધારણ કર્યા બાદ કે ઘરમાં સ્થાપ્યા બાદ આ વાતનું પણ જરૂરથી ધ્યાન રાખો.

આ પણ વાંચો: અહીં સ્વયં દેવતાઓએ કરી શિવલિંગની સ્થાપના, જાણો, કચ્છના કોટેશ્વર શિવલિંગનો મહિમા

આ પણ વાંચો: શું તમે ઘરમાં જ કરી છે શિવલિંગની સ્થાપના ? જો હા, તો અચૂક ધ્યાનમાં રાખજો આ વાત

g clip-path="url(#clip0_868_265)">