AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Garuda Purana: મૃત્યુ બાદ ગરુડ પુરાણના પાઠ કરાવવાનું મહત્વ શું છે ? તેના વિશે જાણો

ગરુડ પુરાણમાં માત્ર મૃત્યુ અને મૃત્યુ પછીની પરિસ્થિતિઓનું વર્ણન નથી, તેમાં કુલ ઓગણીસ હજાર શ્લોક છે. જેમાંથી સાત હજાર શ્લોકોમાં જ્ઞાન, ધર્મ, નીતિ, સ્વર્ગ, નર્ક અને વ્યવહારુ જીવન વિશે જણાવવામાં આવ્યું છે.

Garuda Purana: મૃત્યુ બાદ ગરુડ પુરાણના પાઠ કરાવવાનું મહત્વ શું છે ? તેના વિશે જાણો
Garuda Purana
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2021 | 6:23 PM
Share

સનાતન ધર્મમાં કોઈ મનુષ્યના મૃત્યુ બાદ ગરુડ પુરાણનો પાઠ કરાવવાની પ્રથા છે. એવું માનવામાં આવે છે કે ગરુડ પુરાણનો પાઠ કરવાથી મૃત વ્યક્તિની આત્માને શાંતિ મળે છે અને તે મોક્ષ પ્રાપ્ત કરે છે. સાથે જ તેમના પરિવારને જીવનમાં સતકર્મો કરવાની પ્રેરણા મળે છે.

ગરુડ પુરાણમાં માત્ર મૃત્યુ અને મૃત્યુ પછીની પરિસ્થિતિઓનું વર્ણન નથી, તેમાં કુલ ઓગણીસ હજાર શ્લોક છે. જેમાંથી સાત હજાર શ્લોકોમાં જ્ઞાન, ધર્મ, નીતિ, સ્વર્ગ, નર્ક અને વ્યવહારુ જીવન વિશે જણાવવામાં આવ્યું છે. જે લોકોને ધર્મના માર્ગ પર ચાલવા માટે પ્રેરિત કરે છે. અહીં વિગતવાર જાણો મૃત્યુ પછી ગરુડ પુરાણનો પાઠ કરવાનો હેતુ શું છે.

મૃતકની આત્માને શાંતિ મળે

ગરુડ પુરાણ અનુસાર મૃત્યુ પછી વ્યક્તિની આત્મા પોતાના ઘરમાં 13 દિવસ સુધી પરિવારના સભ્યો વચ્ચે રહે છે. આ સ્થિતિમાં જો તે આત્માને ગરુડ પુરાણ સાંભળવાનો મોકો મળે તો તેને શાંતિ મળે છે અને ભટકવું પડતું નથી. એવું માનવામાં આવે છે કે આ સ્થિતિમાં મૃત વ્યક્તિની આત્મા સરળતાથી તેના પ્રિયજનો સાથેનો મોહ છોડી શકે છે કારણ કે તેને મુક્તિનો માર્ગ ખબર પડી જાય છે. આ પછી તે જીવાત્મા બધા જ પ્રકારની વેદના ભૂલી જાય છે અને તેની સદ્દગતિ થાય છે. ત્યારબાદ તે પિતૃલોકમાં જાય છે અથવા તેને બીજો જન્મ મળે છે.

પરિવારના સભ્યોને જ્ઞાન મળે છે

આ મહાપુરાણમાં ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, સદાચાર, નિષ્કામ કર્મ વગેરેનું મહત્વ પણ જણાવવામાં આવ્યું છે. આથી તેનો પાઠ કરાવવાથી મૃત વ્યક્તિના સંબંધીઓ ધાર્મિક રીતે જીવન જીવવાના નિયમો અને પદ્ધતિઓ વિશે જાણે છે. તેમજ કર્મના આધારે આત્માની યાત્રા વિશેનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય છે. આ બધુ જ જાણ્યા બાદ તેઓ પોતાનું જીવન સુધારી શકે છે.

કર્મ સુધારવાની તક મળે છે

દરેક મનુષ્યના જીવનમાં જે પણ થયું છે, તેને બદલી શકાતું નથી, પરંતુ આપણે વર્તમાન કર્મોના પ્રભાવને આવનાર સમય માટે ચોક્કસપણે બદલી શકીએ છીએ. ગરુડ પુરાણ સાંભળ્યા પછી, મૃતકના સંબંધીઓ સત્ય અને અસત્ય વચ્ચેનો તફાવત જાણે છે. આ સ્થિતિમાં આ બાબતોને યાદ કરીને, તેઓ મૃત્યુ બાદ તેમના ભવિષ્ય અને સદ્દગતી તેમજ મોક્ષની પ્રાપ્તિ માટે સારા કર્મો કરવાનું શરૂ કરે છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Astro Remedies for Rahu -Ketu: રાહુ-કેતુના દોષ દૂર કરવા કરો આ અસરકારક ઉપાય

આ પણ વાંચો : Bhadarpada Purnima 2021: ભાદરવી પુર્ણિમાએ માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા કરો આ ઉપાય, મળશે માતાના આશીર્વાદ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">