AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શમીના છોડનું ધાર્મિક મહત્વ શું છે ? જાણો શા માટે કરવામાં આવે છે તેની પૂજા

શનિદેવ સાથે સંબંધિત આ છોડનું નામ શમી છે. શમીનો છોડ જીવનના તમામ દુઃખો અને પરેશાનીઓને દૂર કરવાનું કામ કરે છે. આ છોડની રોજ પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.

શમીના છોડનું ધાર્મિક મહત્વ શું છે ? જાણો શા માટે કરવામાં આવે છે તેની પૂજા
Shami Plant Significance
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 25, 2021 | 12:01 PM
Share

Shami Plant Significance: એવું કહેવાય છે કે દરેક છોડનું પોતાનું વિશેષ મહત્વ હોય છે. દરેક છોડ પોતાનામાં એક ખાસ ગુણ ધરાવે છે. કેટલાક છોડ સુંદરતા વધારે છે જ્યારે કેટલાક રંગ, સુગંધ, ફળ અને ફૂલ ધરાવે છે. પરંતુ કેટલાક છોડ પૂજન માટે પણ ખાસ હોય છે. તેમાંથી એક શમી વૃક્ષ છે.

શનિદેવ (Shanidev) સાથે સંબંધિત આ છોડનું નામ શમી છે. શમીનો છોડ જીવનના તમામ દુઃખો અને પરેશાનીઓને દૂર કરવાનું કામ કરે છે. આ છોડની રોજ પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.

શમીના છોડનું ધાર્મિક મહત્વ શું છે પુરાણો અનુસાર ભગવાન શ્રી રામ પ્રભુએ લંકા પર હુમલો કરતા પહેલા આ છોડની પૂજા કરી હતી. એટલું જ નહીં, પાંડવોએ તેમના વનવાસ દરમિયાન આ વૃક્ષ પર તેમના અસ્ત્રો અને શસ્ત્રો પણ છુપાવ્યા હતા. એટલા માટે આ છોડને સૌથી શક્તિશાળી પણ માનવામાં આવે છે.

શમીની સ્થાપના ક્યારે અને ક્યાં કરવી 1. શમીનો છોડ ઘરમાં રાખવું ખૂબ જ શુભ હોય છે, પરંતુ તેને વિજયાદશમી પર લગાવવો શ્રેષ્ઠ છે. 2. જો તમે શનિવારે આ ખાસ છોડ લગાવો તો તે પણ સારું છે. 3. આ શુભ છોડને ઘરમાં કુંડામાં અથવા ઘરના મુખ્ય દરવાજાની નજીક જમીન પર રોપવું સારું માનવામાં આવે છે. 4. જો તમારા ઘરમાં આ છોડ છે, તો પ્રયાસ કરો કે તે ક્યારેય સુકાઈ ન જાય.

આ છોડની પૂજા કેવી રીતે કરવી 1. દર શનિવારે ઘરમાં રાખેલા શમીના છોડ પાસે દીવો પ્રગટાવો. 2. ભગવાન શિવને દરરોજ શમીનું પાન અર્પણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. 3. દરરોજ સ્નાન કર્યા પછી શમીના છોડને જળ અર્પણ કરવું જોઈએ. 4. પૂજા પાઠમાં પણ આ છોડના પાનનું વિશેષ મહત્વ છે. 5. કહેવાય છે કે કોઈ પણ શુભ કાર્ય માટે ઘરેથી નીકળતા પહેલા આ છોડના દર્શન કરીને જ નીકળવું જોઈએ. 6. દરરોજ આ છોડની પૂજા કરવાથી તમામ પ્રકારના દુ:ખનો નાશ થાય છે. 7. આ છોડની પૂજા કરવાથી દરેક સમસ્યા દૂર થાય છે અને ધન-સંપત્તિમાં વધારો થાય છે. 8. જો શનિના કારણે સ્વાસ્થ્યની સમસ્યા હોય તો શમીના લાકડાને કાળા દોરામાં લપેટીને પહેરો.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Bhakti: જાણો ચાચરિયામાં વિદ્યમાન માતા મહાકાળીના દિવ્ય સ્વરૂપનો મહિમા

આ પણ વાંચો : Horoscope Today 25 October : વાંચો આજનું મેષ થી મીન સુધીનું દૈનિક રાશિફળ સંક્ષિપ્તમાં

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">