17 જાન્યુઆરી 2023 એટલે કે આજે સાંજે 5-48 મિનિટે શનિ કુંભ રાશિમાં પ્રવેશ કરશે અને તે સાથે જ ઘણી રાશિઓ પર તેનો પ્રભાવ પણ શરૂ થઈ જશે આ અંગે વધુ માહિતી આપતા જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે શનિના કુંભ રાશિ પ્રવેશ સમયે ચંદ્ર વૃશ્ચિકમાં છે જેથી નાની મોટી પનોતી અને તેના પાયા આ પ્રમાણે રહેશે મિથુન, તુલા અને ધન રાશિ પનોતીમાંથી મુક્ત થશે તેમને પણ લાભ મળવાનું શરૂ થશે
શનિ મહારાજ એટલે કષ્ટ કે દુ:ખ કે દંડનો જ કારક છે એમ નથી, જે રાશિ પર તેમની શુભ દ્રષ્ટી પડે છે તેમનો બેડો પાર થઈ જાય છે. આવી જ ત્રણ રાશિ છે ધન, કન્યા અને મેષ રાશિ કે જેમનો સુવર્ણ સમય શરુ થશે મોટા ધનલાભ થશે જીવનના નિર્ધારિત કરેલા કાર્યો પૂર્ણ થશે રોકાયેલા કાર્યો પૂર્ણ થશે તમામ પ્રકારે સફળતા મળશે અને આર્થિક રીતે નબળા લોકો માટે ખુબ જ સારો સમય શરૂ થશે.
સૌથી પહેલી ધન રાશિ ને શનિ ત્રીજે પરાક્રમભાવમાં આવશે જેથી પ્રતિષ્ઠા વધે ધન યશ લાભ થાય મિત્રો અને દોસ્તોનો સપોર્ટ વધે ખૂબ જ મોટી સફળતા મળે નિર્ધારીત ટાર્ગેટ સિદ્ધ થાય
કન્યા રાશિ ને આ શનિ શત્રુ ભાવે ભ્રમણ કરશે જે સંપૂર્ણ જીત અપાવશે અત્યાર સુધી ખૂબ મોટા ખર્ચનો સમય હતો હવે ખૂબ મોટા લાભ અપાવતો સમય શરૂ થશે. ખાસ કરીને નોકરી ધંધા કે હરીફાઈના ક્ષેત્રમાં જીત અપાવશે આવકના સાધનો વધારી દેશે સંપૂર્ણ કુંભ રાશિનું ભ્રમણ તમામ પ્રકારે લાભદાયી રહેવાનું છે
મેષ રાશિ લાભ ભાવમાં ભ્રમણ કરશે કુંભ રાશિનો શનિ જે મનની તમામ અશાંતિઓ દૂર કરવા વાળો ખૂબ જ લાભદાયી નીવડવાનો છે તમામ પ્રકારે રોકાયેલા કાર્યો પૂર્ણ થશે જીવનના મહત્વના પ્રશ્નો હલ થશે નોકરી વ્યવસાયમાં પ્રગતિ થશે મોટા આર્થિક લાભ મળશે સમાજમાં યશમાન પ્રતિષ્ઠા વધશે
જ્યોતિષ શાસ્ત્ર માં શનિ ને કાર્ય અનુસાર ન્યાય કરનાર દેવતા ગણવામાં આવે છે માટે શનિ દેવ પનોતી દરમિયાન તમામ વ્યક્તિને તેમના કાર્યો અનુસાર સારું નરસું ફળ આપી ન્યાય કરે છે શાસ્ત્ર માં અનેક લોકોને શનિ મહારાજના પરચા મળ્યા હોય તેમાં રાજા વીર વિક્રમાદિત્ય ,રાજા હરિશ્ચંદ્ર અને લંકા પતિ રાવણ પણ શનિ મહારાજના પ્રકોપથી બચી શક્યા નથી શનિ જાતકને પનોતીના સમય દરમિયાન દંડ કે લાભ આપે છે
શનિ મહારાજની પનોતી રાજામાંથી રંક અને રંક માંથી રાજા બનાવે છે મુખ્યત્વે પનોતી જેઓને પણ અશુભ બનતી હોય તેમને શનિની પીડા કષ્ટ અને માર સહન કરવાનું આવે જ છે, જેમાં મુખ્યત્વે ધન નાશ, દેવું, કર્જ, ઘર-પરિવારમાં ક્લેશ, લગ્ન વિલંબ કે લગ્નજીવનમાં સમસ્યા, ભાઈભાંડુ વચ્ચે ઘર્ષણ વેપાર ધંધા નોકરીમા રુકાવટ કે નુકસાન, બાપદાદાની જમીન- જાગીર પ્રોપર્ટીમાં કોર્ટ કચેરી કે અચાનક સોદા રોકાઈ જાય, કાર્યો માં વિઘ્નો આવે કે ન પણ થાય, પૈસા ફસાઈ જાય કે નુકસાન થાય , શારીરિક રીતે વાયુને લગતા રોગો જેવા કે પ્રેશર, ડાયાબિટીસ, હાર્ટ પ્રોબ્લેમ પ્રોબ્લેમ, જોઈન્ટ પ્રોબ્લેમ, વા અન્ય માનસિક રોગો જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે.
અઢી વર્ષની નાની પનોતી
કર્ક રાશિ : શનિ આઠમો થતા અઢી વર્ષની નાની પનોતી રૂપા ના પાયે શરૂ થશે જે નાની મોટી તકો અને નાના મોટા આર્થિક લાભ અપાવે પરંતુ માનસિક ચિંતા બેચેની અને નાની શારીરિક સમસ્યાઓ કરાવી શકે
વૃશ્ચિક રાશિ: શનિ ચોથો થતાં અઢી વર્ષની નાની પનોતી સોના ના પાયે શરૂ થતી હોવાથી શારીરિક અને માનસિક તકલીફો રૂકાવટ કે બંધન આવી શકે આર્થિક તકલીફો વધે આવક ઘટે અથવા પૈસા ફસાઈ જાય
મકર રાશિ : શનિ સાડાસાતી પનોતીનો અંતિમ ત્રીજો અઢી વર્ષનો છેલ્લો તબક્કો સોનાના પાયે પગ પરથી પસાર થાય છે જે આર્થિક સમસ્યા ક્લેશ માનસિક ચિંતા અને બેચેની આપે શનિ ઉપાય કરવા અવશ્ય જરૂરી
કુંભ રાશિ: શનિનો સાડાસાતી પનોતીનો બીજો તબક્કો તાંબા ના પાયે છાતી પરથી પસાર થશે જેથી વેપાર ધંધા નોકરી કે અન્ય આર્થિક કાર્યોમાં લાભ થશે રુકાવટો દૂર થશે ,પરંતુ માનસિક શારીરિક ચિંતા ઉભી થતી રહે
મીન રાશિ : શનિની સાડા સાતથી પનોતીનો પ્રથમ તબક્કો રૂપાના પાયે માથા પરથી પસાર થાય છે ધન માટે લાભ કરતાં ગણાય પરંતુ આંતરિક માનસિક ચિંતા અને અશાંતિ રહ્યા કરે.
શનિની અઢી વર્ષની નાની પનોતી કર્ક અને વૃશ્ચિક રાશિને અને સાડાસાતીની મોટી પનોતી મકર, કુંભ અને મીન રાશિ માટે, આ પાંચ રાશિ ના જાતકો ને શનિપનોતી શરૂ થતી હોવાથી તેમણે અને જેને પોતાની રાશિ ખ્યાલ ના હોય પણ જીવન માં શનિ પનોતી ની પીડા દુઃખ અને કષ્ટ નો અનુભવ થતો હોય તેમણે અચૂક શનિ પનોતીનું નિવારણ કરવું જોઈએ કેમકે શનિદેવને કાર્યનો ન્યાય કરવાવાળા દેવ ગણવામાં આવ્યા છે તે આપણા તમામ કાર્ય ને જોવે છે માટે ચોક્કસ નિવારણના કાર્ય ને પણ જોવે છે અને જાતકને તેમનું કષ્ટ ઓછું કરી રાહત આપે છે અને જેથી પીડા કે નુકસાનીમાંથી બચી શકાય છે અનેક લોકોને શનિદેવના આવા અનુભવ થયા છે માટે આપે ઉપાય અવશ્ય કરવા જોઈએ. ઉપાય કરવાથી ખૂબ જ રાહત રહે છે અને પનોતીનો સમય આસાનીથી પૂર્ણ થાય છે ઘણી વાર સુધીનો ઘા હોય થી ટળે છે
આ અંગે વધુ માં જ્યોતિષી ચેતનભાઇ પટેલે જણાવ્યું કે શનિ મહારાજને અવગણ્યા વગર શ્રઘ્ધાથી શનિ પનોતી પીડા કષ્ટ નિવારણના આ શાસ્ત્રીય ઉપાયો કરવાથી ચોક્કસ પનોતીની અશુભ અસરો નહીંવત થાય છે.
નોંધ- આ માહિતિ વાચકોને આ ક્ષેત્રમાં વધારે સારી માહિતિ મળી રહે તે માટે જ્યોતિષી ચેતનભાઈ પટેલ દ્વારા ટીવી 9 ને પુરી પાડવામાં આવી છે. ટીવી9 આ તમામ વિગતો સાથે સંમત છે જ તેમ માનવું નહી. નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી
Published On - 11:49 am, Tue, 17 January 23