Shirdi Sai Baba : સાંઈના 11 વચનોમાં છે દરેક સમસ્યાનું સમાધાન ! જે પાલન કરશે, તેને મળશે અનેક લાભ

|

Jul 15, 2021 | 5:33 PM

સાંઈએ તેમના જીવનમાં ઘણા ચમત્કારો કર્યા હતા, જે આજે પણ એક કોયડા સમાન છે. મહત્વની વાત એ છે કે આજે પણ ભક્તોને તેમના ચમત્કારનો અનુભવ થાય છે.

Shirdi Sai Baba : સાંઈના 11 વચનોમાં છે દરેક સમસ્યાનું સમાધાન ! જે પાલન કરશે, તેને મળશે અનેક લાભ
Shirdi Sai Baba

Follow us on

ભારતમાં એવા ઘણા સંતો અને મહાપુરુષો થયા કે જેમની સાથે લાખો લોકોની આસ્થા જોડાયેલી છે. તેમાંથી એક શિરડીના સાંઈ બાબા (Shirdi Sai Baba) છે, જેનું આખું જીવન ચમત્કારથી ભરેલું હતું. સાંઈએ તેમના જીવનમાં ઘણા ચમત્કારો કર્યા હતા, જે આજે પણ એક કોયડા સમાન છે. મહત્વની વાત એ છે કે આજે પણ ભક્તોને તેમના ચમત્કારનો અનુભવ થાય છે.

ગુરુવારેના દિવસે સાંઈ બાબાની (Sai Baba) પાલખી યાત્રા નીકળે છે. તેના દર્શન અને આશીર્વાદ મેળવવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટે છે. ચાલો આપણે જાણીએ સાંઈ બાબાના અગિયાર વચન, જેને વાંચી અને ભક્તિ સાથે તેમનું પાલન કરવાથી શુભ ફળની પ્રાપ્તી થાય છે અને અટકાયેલા કાર્યો પૂર્ણ થાય છે.

1. જે શિરડીમાં આવશે, મુશ્કેલીઓ તેની દુર થશે

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

સાંઈ બાબા કહે છે કે જે કોઈ ભક્ત શિરડી દર્શન માટે આવશે, તેની બધી મુશ્કેલીઓનો અંત આવશે.

2. સમાધિની સીડી ચડશે, તેના દુ:ખ ભાગશે

સાંઈના કહેવા અનુસાર, જે કોઈ વ્યક્તિ તેમની સમાધીની સીડી પર પગ મૂકશે, સાંઇ તે ભક્તનાં દુ:ખ દૂર કરશે.

3. દેહ ત્યાગ કરીને જઈશ, ભક્ત માટે દોડીને આવીશ

સાંઈના કહેવા પ્રમાણે ભલે તેમણે પોતાનો દેહ ત્યાગ કર્યો છે, પરંતુ તેમના ભક્ત શ્રદ્ધાથી તેમને યાદ કરી બોલાવશે તો તે મદદ માટે જરૂરથી આવશે.

4. મનમા દ્રઢ વિશ્વાસ રાખો, સમાધિ કરશે તમારી ઇચ્છા પૂર્ણ

સાંઈના કહેવા મુજબ, તેના દરેક ભક્તે મુશ્કેલીના સમયમાં દ્રઢ વિશ્વાસ રાખવો જોઈએ, કે તેની તમામ સમસ્યાનું સમધાન સાંઈની સમાધિ પર મળશે.

5. મને હંમેશા જીવંત જ જાણો, અનુભવ કરો સત્ય જાણો

સાંઈ કહે છે કે મારું અસ્તિત્વ ફક્ત શરીર સુધી મર્યાદિત નથી, પરંતુ હું હંમેશા પરમાત્માના અંશની જેમ સદાયને માટે જીવીત રહીશ.

6. મારા શરણ આવી ખાલી જાય, કોઈ હોય તો મને કહો

સાંઈ બાબા ખાતરી આપે છે કે, જે કોઈ ભક્ત મારા શરણે આવે છે, તે ખાલી હાથે પાછો ફરતો નથી. જો કોઈ આવા ભક્ત હોય તો મને કહો.

7. જેવો જેનો ભાવ તેવું મારૂ સ્વરૂપ

સાંઈ બાબા કહે છે કે, જે કોઈ ભક્ત મારા દર્શન જે ભાવથી કરશે તેમને હું તે જ સ્વરૂપમાં દર્શન આપીશ.

8. તમારો ભાર મારા પર રહેશે, આ વચન છે મારૂ

સાંઈના મતે, જે કોઈ ભક્ત તેની ભક્તિથી સંપૂર્ણ રીતે મને સમર્પિત છે, તો તેમની સંપૂર્ણ કાળજી સાંઈ લેશે.

9. આવી મારી સહાય લો, જે માંગશો તે બહુ દૂર નથી

સાંઈના મતે, જે કોઈ ભક્ત શ્રદ્ધા અને પ્રેમથી તેમની પાસે કોઈ ઈચ્છા રાખશે, સાંઈ બાબા નિશ્ચિતરૂપે તેની મનોકામના પૂર્ણ કરશે.

10. મન, વચન અને દેહથી સાંઈમાં લીન થાઓ

સાંઈ કહે છે કે જો કોઈ ભક્ત તન, મન અને વચનથી મારામાં લીન થાય છે, તે ભક્તના સાંઈ હંમેશા ઋણી રહેશે.

11. ધન્ય છે તે ભક્ત, જે સાંઈ ભક્તિમાં છે લીન

સાંઈના મતે, ધન્ય છે તે ભક્ત જે શ્રદ્ધા સાથે સાંઈ ભક્તિમાં લીન થાય છે, તેઓ હંમેશા તેમના માટે પ્રિય ભક્ત હોય છે.

 

નોંધ: અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, આ માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય હિતને ધ્યાનમાં રાખીને તે અહીં રજૂ કરવામાં આવી છે.

Next Article