AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sagittarius horoscope 2023 : ધન રાશિના લોકો માટે કેવું રહેશે વર્ષ 2023 ? જાણો નોકરી, કરિયર અને આર્થિક સ્થિતિ બાબતે

વર્ષ 2023 માં ધન રાશિ (Sagittarius) ના જાતકોને ઇચ્છિત લાભ અને સન્માન મળશે. આ વર્ષે વિદેશમા પ્રવાસની શક્યતાઓ પણ બની રહી છે. જેથી તમે વિદેશ પરિભ્રમણ કરી શકો છો અને વિદેશથી નાણા પ્રાપ્તીના યોગ પણ બની શકે છે.

Sagittarius horoscope 2023 : ધન રાશિના લોકો માટે કેવું રહેશે વર્ષ 2023 ? જાણો નોકરી, કરિયર અને આર્થિક સ્થિતિ બાબતે
Sagittarius horoscope 2023
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 30, 2022 | 1:14 PM
Share

2023નુ વર્ષ ધન રાશિના જાતકો માટે વરદાન રુપ સાબિત થશે. આ વર્ષમા ધન રાશિવાળા જાતકોને શનિની સાડા સાતી સમાપ્ત થશે. આ રાશિમા છેલ્લા સાત વર્ષથી શનિની સાડા સાતી ચાલી રહી હતી. વર્ષ 2023મા શનિ ત્રીજા ઘરમા ગોચર કરશે. જેથી તે ધન રાશિના જાતકને શુભ પરિણામ મળશે. ધન રાશિના જાતકોમા સાડા સાતી સમાપ્ત થવાથી તમને ભાગ્યનો સાથ મળશે અને તમારા આત્મવિશ્વાસમા વધારો થશે. આ વર્ષે શનિ ગ્રહ ઉપરાંત તમારી રાશિમા ગુરુ ગ્રહનુ ગોચર કરતી વખતે તમને રાજયોગનો લાભ મળશે.  22 અપ્રિલ પછી તે તમારા પાંચમા ઘરમા પ્રવેશ કરવાથી રાહુ સાથે યુતી કરતા ગુરુ-ચાંડાલ દોષ બને છે. જેના કારણે તમારે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડશે.  30 ઓક્ટોબરે રાહુ – કેતુના પરિવર્તનની અસર ધનુ રાશિના લોકો પર પડશે. જો રાહુ તમારા ચોથા ઘરમા હશે તો તમારે કેટલીક સમસ્યાનો સામનો કરવો પડશે.

ધન રાશિફળ 2023 અને કારકિર્દી

2023ના નવા વર્ષમા ધન રાશિના જાતકોને શનિની સાડા સાતીથી મુક્તિ મળવાને કારણે કરિયરમાં સારી પ્રગતિ જોવા મળશે. નવા વર્ષ દરમિયાન તમારી મોટા ભાગની ઈચ્છાઓ પૂર્ણ થશે અને તમારા કાર્યક્ષેત્રમાં સારી સફળતા પ્રાપ્ત થશે. ધન રાશિના જાતકોને નોકરી અને વ્યવસાયમાં સુવર્ણ તકો મળવાની શક્યતા રહેશે. જેના કારણે તમારું કરિયરમા પ્રગતિ થશે. વર્ષ 2023 તમારા માટે ભાગ્યશાળી વર્ષ સાબિત થશે. આ વર્ષ દરમિયાન તમારો આત્મવિશ્વાસ વધશે. આ વર્ષે કેટલાક મોટા કામ વર્ષના મધ્યના સમયગાળામા પૂર્ણ થવાના સંકેતો છે. પૈતૃક સંપત્તિમાંથી તમને નાણાકીય લાભ મળવાની શક્યતા બની શકે છે.

ધન રાશિફળ 2023 અને નાણાકીય સ્થિતિ

નવા વર્ષમા ગયા વર્ષની સરખામણીમાં તમારી આર્થિક સ્થિતિમા સુધારો રહેશે. તમને આ વર્ષે ઘણી સારી નોકરીની તકો મળશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકશે. જે લોકો કોઈપણ વ્યવસાય સાથે જોડાયેલા છે તેવા લોકો માટે આ વર્ષ તેમના વ્યવસાયમાં વધારો કરાવી શકે છે. વર્ષ 2023 માં તમને ઇચ્છિત લાભ અને સન્માન મળશે. આ વર્ષે વિદેશમા પ્રવાસની શક્યતાઓ પણ બની રહી છે. જેથી તમે વિદેશ પરિભ્રમણ કરી શકો છો અને વિદેશથી નાણા પ્રાપ્તીના યોગ બની શકે છે.

ધન રાશિફળ 2023 અને પારિવારિક જીવન

જો વર્ષ 2023 માં ધન રાશિના જાતકોના પારિવારિક જીવન વિશે વાત કરીએ તો તે આ વર્ષમા તેમના માટે મિશ્રિત ફળદાયી રહેશે. 2023મા પરિવારમાં કોઈ મોટો ધાર્મિક પ્રસંગ થવાની શક્યતા બની શકે છે. ઘર અથવા જમીન-મિલકત માટે ઘરના કેટલાક સભ્યો વચ્ચે મતભેદ કે મનભેદ થવાની સંભાવના વધી શકે છે. આ આખા વર્ષ દરમિયાન તમે તમારા સંતાનની કારકિર્દીને લઈને ચિંતિત રહી શકો છો. એપ્રિલ મહિના પછી, તમારા પરિવાર સાથે મળીને થોડી ખુશીઓ ઉજવવાની તક મળશે અને તમારા જીવનસાથી સાથે સબંધ સારા રહેશે.

ધન રાશિફળ 2023 અને આરોગ્ય

સ્વાસ્થ્યની દૃષ્ટિએ ધન રાશિના જાતકો માટે 2023 સારું રહેશે. આ વર્ષે શનિની સાડાસાતી સમાપ્ત થતાં આરોગ્ય સંબંધિત તમામ પ્રકારની સમસ્યા દૂર થશે. એપ્રિલ મહિના પછી કેટલીક સ્વાસ્થ સબંધિત સમસ્યાઓ બની શકે છે. પરંતુ આ સમસ્યા લાંબા સમય સુધી નહીં રહે જો આ વર્ષે નિયમિત રીતે યોગ અને કસરત કરતા રહેશો તો સમસ્યાઓથી બચી શકો છો.

ધન રાશિફળ 2023 અને શિક્ષણ

આ વર્ષે ધન ધનરાશિના જે જાતકોને શિક્ષણના ક્ષેત્ર સાથે જોડાયેલા છે તે લોકો માટે આ વર્ષ સામાન્ય રહેશે જે લોકો કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, તે લોકોને આ વર્ષે વધુ મહેનત કરવી પડશે જો તમે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા હશો તો આ વર્ષે તમારું આ સ્વપ્ન સાકાર થશે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Scorpio Horoscope 2023: વૃશ્ચિક રાશિના જાતકો માટે કેવું રહેશે 2023નું વર્ષ, જાણો કરિયર, નોકરી અને આર્થિક સ્થિતી વિશે

g clip-path="url(#clip0_868_265)">