AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કુમકુમ મંદિરમાં લાભપાંચમની ઉજવણી પ્રસંગે બોલ્યા સાધુ પ્રેમવત્સલદાસજી, ‘જીવનમાં સુખી થવા માટે પોઝિટીવ થિન્કીંગ કરવું’

કુમકુમ મંદિર ખાતે સ્વામિનારાયણ ભગવાન સમક્ષ વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકાટીકા અને જીવનપ્રાણ બાપાશ્રીની વાતો આદિ ગ્રંથો મૂકવામાં આવ્યા હતા. વેપારીઓ ભગવાનના દર્શન કરીને પોતપોતાના ધંધા વ્યાપારનો પ્રારંભ કરવા માટે ગયા હતા.

કુમકુમ મંદિરમાં લાભપાંચમની ઉજવણી પ્રસંગે બોલ્યા સાધુ પ્રેમવત્સલદાસજી, 'જીવનમાં સુખી થવા માટે પોઝિટીવ થિન્કીંગ કરવું'
Kumkum Temple
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 29, 2022 | 3:39 PM
Share

શનિવારે સદ્ગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત સ્વામિનારાયણ કુમકુમ મંદિર મણિનગર ખાતે લાભપાંચમી – જ્ઞાનપંચમી હોવાથી સવારે 8- ૦૦ વાગ્યાથી સ્વામિનારાયણ ભગવાનને વિશિષ્ટ શણગાર ધરાવવામાં આવ્યા હતા. સ્વામિનારાયણ ભગવાન સમક્ષ વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકાટીકા અને જીવનપ્રાણ બાપાશ્રીની વાતો આદિ ગ્રંથો મૂકવામાં આવ્યા હતા. વેપારીઓ ભગવાનના દર્શન કરીને પોતપોતાના ધંધા વ્યાપારનો પ્રારંભ કરવા માટે ગયા હતા.

લાભપંચમી પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે આ દિવસે એકાંક્ષી શ્રીફળનું ખાસ મહત્વ છે. દિવાળીના દિવસે જે વેપારીઓને ચોપડાપૂજન કરવાનું રહી ગયું હોય તેઓ આ દિવસે ચોપડા પૂજન કરીને પ્રારંભ કરે છે.

આ દિવસે સ્વામિનારાયણ મંદિરોમાં ભગવાનની પાસે સુવર્ણના કળશમાં શ્રીફળ પધરાવવામાં આવે છે અને જનમંગલના પાઠ કરવામાં આવે છે. આ દિવસે વેપારીઓ સ્વામિનારાયણ ભગવાન અને સંતના આશીર્વાદ લઈને પોતાનો ધંધા વેપારનો પ્રારંભ કરે છે.

લાભ પંચમી એટલે આ દિવસે આપણે આપણા જીવનમાં લાભ થાય અને દેશ અને સમાજને પણ કંઈક લાભ થાય તે માટે પાંચ નિયમો લઈને લાભપંચમી ઉજવવી જોઈએ.

આ દિવસે આપણે સ્વછતા જાળવીશું, દારૂ-ગુટકા આદિના વ્યસનો નહીં કરીએ, માતાપિતાની સેવા કરીશું, લાંચ રુશ્વત નહીં લઈએ, ક્રોધ નહીં કરીએ આવા નિયમો જો આજના દિવસે જનસમાજ અંગીકાર કરે તો તે પણ સુખી થશે અને આ નિયમો લેવાથી દેશને અને સમાજને પણ ખૂબ જ લાભ થઈ શકે છે.

જે મનુષ્યો આધ્યાત્મિક માર્ગે આગળ વધવું છે તેમણે આ વર્ષમાં મારે ધર્મ,જ્ઞાન, વૈરાગ્ય,ભક્તિ અને સેવા કરવી છે એવા મુખ્યત્વે પાંચ નિયમો ગ્રહણ કરવા જોઈએ.

આજે લાભપંચમી – જ્ઞાનપંચમી છે. આજના દિવસથી સૌ ધંધા-વેપારનો પ્રારંભ કરે છે. તેની સાથે-સાથે આજથી આપણે આધ્યાત્મિક માર્ગે આગળ વધવા માટે પણ જીવનમાં કાંઈક નૂતન સંકલ્પ કરીને પ્રારંભ કરવો જોઈએ. વેપારી ધંધામાં નફો થાય તેવો જ વેપાર કરે છે. તેમ આપણે આધ્યાત્મિક માર્ગે નફો થાય તેવો જ વેપાર કરવો જોઈએ એટલે કે જીવનમાં સુખ – શાંતિ મેળવવા માટે પોઝિટીવ થિન્કીંગ કરવું જોઈએ. સકારાત્મક દ્રષ્ટિ કેળવવી જોઈએ. દરેકમાંથી સારા ગુણો લેવાનો પ્રારંભ કરવો જોઈએ.

લાભપંચમીને જ્ઞાન પંચમી કહેવાય છે. લાભ પાંચમથી જેમ ધંધા વ્યાપારનો પ્રારંભ કરવામાં આવે છે. તેમ જ્ઞાનપંચમીથી આપણે વચનામૃત, જીવનપ્રાણ બાપાશ્રી આદિ ગ્રંથોનું પઠન કરવાનો નિયમ લેવો જોઈએ અને નૂતન વર્ષને સાર્થક બનાવવું જોઈએ.

g clip-path="url(#clip0_868_265)">