AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rishi Panchami 2022 : આજે ઋષિ પંચમીનો ઉપવાસ, જાણો શુભ સમય, પૂજા પદ્ધતિ અને કથા

Rishi Panchami 2022 : આ દિવસે અજાણતા થયેલી ભૂલોનું પ્રાયશ્ચિત કરવા માટે ઉપવાસ કરવામાં આવે છે. ઋષિ પંચમીના દિવસે પુરુષો અને સ્ત્રીઓ સાત ઋષિઓની પૂજા કરે છે અને તેમના આશીર્વાદ મેળવે છે. આ દિવસે મહિલાઓ સપ્ત ઋષિના આશીર્વાદ મેળવવા અને સુખ, શાંતિ અને સમૃદ્ધિની કામના કરવા માટે આ વ્રત રાખે છે.

Rishi Panchami 2022 : આજે ઋષિ પંચમીનો ઉપવાસ, જાણો શુભ સમય, પૂજા પદ્ધતિ અને કથા
Rishi Panchami 2022: Rishi Panchami fasting today
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 01, 2022 | 11:59 AM
Share

હિંદુ ધર્મમાં ઋષિ પંચમી(Rishi Panchami 2022)નું વિશેષ મહત્વ છે. ઋષિ પંચમીનો તહેવાર દર વર્ષે ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની પાંચમી તિથિએ ઉજવવામાં આવે છે. ઋષિ પંચમીનો આ તહેવાર સામાન્ય રીતે હરતાલિકા તીજના બે દિવસ પછી અને ગણેશ ચતુર્થી(Ganesh Chaturthi)ના એક દિવસ પછી ઉજવવામાં આવે છે. આ વર્ષે, ઋષિ પંચમીનો તહેવાર આજે એટલે કે 1લી સપ્ટેમ્બર 2022ના રોજ ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસે સાત ઋષિઓની પૂજા કરવામાં આવે છે. મહિલાઓ આ દિવસે વ્રત રાખે છે. આવો જાણીએ ઋષિ પંચમીનો શુભ સમય અને કથા

ઋષિ પંચમી પૂજન મુહૂર્ત – સવારે 11.23 થી બપોરે 01.53 સુધી

પંચમી તિથિ શરૂ થાય છે – 31 ઓગસ્ટ, 2022 બપોરે 03:22 વાગ્યે

પંચમી તિથિ સમાપ્ત થાય છે – 01 સપ્ટેમ્બર, 2022 બપોરે 02:49 વાગ્યે

ઋષિ પંચમીની વાર્તા

દંતકથા અનુસાર, ઉત્ક નામનો બ્રાહ્મણ તેની પત્ની સાથે વિદર્ભમાં રહેતો હતો. તેમને બે બાળકો હતા – એક પુત્ર અને એક પુત્રી. બ્રાહ્મણે, યોગ્ય વર જોઈને, તેની પુત્રીને તેની સાથે પરણાવી દીધી. પરંતુ થોડા દિવસો પછી તેમનું અકાળે અવસાન થયું. આ પછી તેની નિરાધાર પત્ની તેના માવતરે પાછી આવી.એક દિવસ જ્યારે ઉત્તકની વિધવા પુત્રી સૂતી હતી ત્યારે માતાએ તેના શરીરમાં કીડા ઉગતા જોયા. આ જોઈને તે ડરી ગઈ અને તરત જ તેના પતિને જાણ કરી.

બ્રાહ્મણે ધ્યાન કર્યા પછી કહ્યું કે તેના આગલા જન્મમાં તેની પુત્રી એક બ્રાહ્મણની પુત્રી હતી. પરંતુ માસિક ધર્મ દરમિયાન તેણીએ એક મોટી ભૂલ કરી હતી. તેણીએ માસિક સ્રાવની સ્થિતિમાં વાસણોને સ્પર્શ કર્યો હતો અને ઋષિ પંચમીનું વ્રત પણ નહોતું રાખ્યું. તેના કારણે જ તેની સાથે આ હાલત થઈ છે. પછી પિતાના કહેવાથી દીકરીએ ઋષિ પંચમીનું વ્રત કર્યું અને સ્વસ્થ થઈ ગઈ.

ઋષિ પંચમી પૂજાવિધિ

આ દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરો અને મંદિરની સફાઈ કર્યા પછી તમામ દેવી-દેવતાઓને ગંગાના જળથી સ્નાન કરાવો. મંદિરમાં સાત ઋષિઓનું ચિત્ર મૂકો અને તેની સામે પાણીથી ભરેલો એક કલશ મૂકો. પછી સાત ઋષિઓની પૂજા કરો, સૌપ્રથમ તેમને તિલક લગાવો, પછી ધૂપ-દીપ બતાવીને ફૂલ ચઢાવો. આ પછી, મીઠાઈઓ ચઢાવો. સપ્ત ઋષિઓની તેમની ભૂલો માટે ક્ષમા માગો અને વ્રતની કથા સાંભળીને આરતી કરો. પૂજા પછી બધાને પ્રસાદ વહેંચો.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">