આવતી કાલે 11 ઓગસ્ટ ગુરુવારે રક્ષાબંધન ઉજવાશે, જાણો રાખડી બાંધવાના શુભ મુહર્ત

|

Aug 10, 2022 | 7:13 PM

11 ઓગસ્ટ ગુરૂવારે અમદાવાદ સૂર્યોદય પ્રમાણે સવારે 10-40 થી પૂનમ તિથિ પ્રારંભ થાય છે અને ૧૨ ઓગસ્ટ શુક્રવારે સવારે 07-07 એ પૂર્ણ થશે. તેથી 11 ઓગસ્ટ ગુરુવારે દિવસ પર્યંત શ્રાવણ સુદ પૂનમ તિથિ રહેવાની હોવાથી આજ દીવસે રક્ષાબંધન ઉજવાશે

આવતી કાલે 11 ઓગસ્ટ ગુરુવારે  રક્ષાબંધન  ઉજવાશે, જાણો રાખડી બાંધવાના શુભ મુહર્ત
Raksha bandhan

Follow us on

આ વર્ષે રક્ષાબંધન (Raksha bandhan) 11 ઓગસ્ટ ગુરુવારે હોવાથી પુણ્યવર્તી ભદ્રા કહેવાય અને તે સમયે ચંદ્ર મકર રાશિમાં હોવાથી ભદ્રા પાતાળમાં ભ્રમણ કરતી હશે જેથી તેનો દોષ પણ લાગતો નથી તેમ છતાં ઘણા લોકો નથી માનતા તેથી ઉપર ભદ્રાના અશુભ સમયને બાદ કરી શુભ સમય જણાવ્યો છે એ અંગે વધુ માહિતી આપતા જાણીતા જ્યોતિષી(Astrology) ચેતન પટેલે જણાવ્યું કે જો શુભ સમય ની વાત કરીએ તો 11 ઓગસ્ટ ગુરૂવારે અમદાવાદ સૂર્યોદય પ્રમાણે સવારે 10-40 થી પૂનમ તિથિ પ્રારંભ થાય છે અને ૧૨ ઓગસ્ટ શુક્રવારે સવારે 07-07 એ પૂર્ણ થશે. તેથી 11 ઓગસ્ટ ગુરુવારે દિવસ પર્યંત શ્રાવણ સુદ પૂનમ તિથિ રહેવાની હોવાથી આજ દીવસે રક્ષાબંધન ઉજવાશે

રક્ષાબંધન શ્રેષ્ઠ શુભ મુહર્ત

સવારે 11-07 થી 12-45(ચલ) અને બપોરે 12-45 થી 2.22 (લાભ) રાત્રે 8-52 થી રાત્રે 10-00 ( ચલ ) દરમિયાન કરવાનુ રહેશે, આ શ્રેષ્ઠ મુહૂર્ત જેમાં રક્ષાબંધન કરવાથી બહેનોની મનોકામના અને ભાઇઓની રક્ષા થશે

રક્ષાબંધન પર્વ માં દર વખતે કંઈ ને કંઈ વિઘ્નો અને ભદ્રા કરણ વિષ્ટિ યોગને કારણે રક્ષાબંધનમાં મુહૂર્તો નું ખૂબ ધ્યાન રાખવું પડતું હોય છે આ વર્ષે શ્રાવણ સુદ પૂનમ રક્ષાબંધને સાજે 5-17 તે પહેલા જ રક્ષાબંધન કરવું જોઇયે અને તે સમય માં ના થઈ શકે તો રાત્રે 8-51 એ ભદ્રા ની અશુભ અસર સમાપ્ત થઈ જાય પછી પણ કરી શકાય

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભદ્રવિષ્ટિ કાળ માં રાખડી બાંધવી અશુભ ગણાય છે વાસ્તવમાં શાસ્ત્રોમાં કહેવાય છે કે ભદ્રા શનિ મહારાજની બહેન છે જેને બ્રહ્માજીએ શ્રાપ આપ્યો હતો કે જે પણ ભદ્રામાં શુભ કાર્ય કરશે તેને અશુભ ફળ મળશે આમ રાહુકાલ અને ભદ્રાના સમયે શુભ કાર્યો કરવામાં આવતા નથી

ભદ્રા વિષ્ટિ માં આ કાર્યો ન કરવા

ભદ્રા વિષ્ટિ કરણ માં લગ્ન કરવા, બાળકનું મુંડન કરવું, નવા ઘરની શરૂઆત કરવી, ઘરમાં પ્રવેશ કરવો, રક્ષાબંધન વગેરે વર્જિત ગણવામાં આવે છેશાસ્ત્ર અનુસાર ભદ્રા મુખ અને ભદ્રા પૂંછ કાળ નો ત્યાગ કરીને પછીના સમય લઈ શકાય
રક્ષાબંધન ભદ્રા કાળનો સમય

-11 ઓગસ્ટ રક્ષાબંધનના દિવસે ભદ્રા પૂંછ – સાંજે ૦5.17 થી 06-18 સુધી ભદ્રા મુખ – સાંજે 06-18 થી 8-00 સુધી

-રક્ષાબંધન ભદ્રા અશુભ પ્રભાવ સમાપ્ત -11 ઓગસ્ટ ગુરૂવારે રાત્રે 8-51 વાગ્યે

-રક્ષાબંધન માટે પ્રદોષ કાલનો મુહૂર્ત-11 મી ઓગસ્ટ ગુરૂવારે રાત્રે 08-52 થી ફરી રાખડી બાંધવાનો શ્રેષ્ઠ સમય શરૂ થાય છે

ભદ્રા વિષ્ટિ માં આ કાર્યો ન કરવા

એક પૌરાણિક માન્યતા અનુસાર કહેવાય છે કે લંકાપતિ રાવણે ભદ્રાકાળ માં રાખડી બંધાવી હતી અને તેનો એક વર્ષમાં જ વિનાશ થયો હતો,આ સિવાય પણ માન્યતા પ્રમાણે રાહુકાળ માં પણ રાખડી બંધાતી નથી તેથી આ સમય નો પણ ત્યાગ કરવો જોઈએ
રક્ષાબંધને રાહુકાળ બપોરે 2-22 થી 3-59 સુઘી રહેશે

પ્રાચીનકાળથી ભારત વર્ષમાં શાસ્ત્રોની કથા અનુસાર બલિરાજાને વચન આપી ભગવાન વિષ્ણુ પાતાળ માં રોકાઈ ગયા હતા ત્યારે શ્રાવણ સુદપૂનમે માતા લક્ષ્મી એ બલિરાજાને રક્ષા સૂત્ર બાધી ભાઈ બનાવી ભગવાન વિષ્ણુને મુક્ત કરાવ્યા હતા .
તેમજ મહાભારતકાળમાં રાજસૂય યજ્ઞ વખતે દ્રૌપદી એ ભગવાન કૃષ્ણને રક્ષાસૂત્ર બાંધ્યું હતું

આમ રક્ષાબંધન નો અનેરો મહિમા છે આજ પરંપરાથી રક્ષાબંધન નો મહિમા અનેરો છે દરેક બહેન પોતાના ભાઇની રક્ષા થાય અને ભાઈને તંદુરસ્ત આરોગ્ય અને સુખ સંપત્તિ મળે તેવી કામના સાથે બહેન રાખડી બાંધે છે

આમ પૌરાણિક કાળથી બહેન ભાઈના અતુટ સબંધ ની સાક્ષી રક્ષાબંધનનો મહાપર્વ બની રહ્યો છે કહેવાય છે કે શ્રાવણ સુદ પૂર્ણિમાના આ શુભ યોગબળે રક્ષાબંધન ના દિવસે શુભ મુહૂર્ત માં રાખડી બાંધતા સમયે બહેને ભાઈ માટે કરેલ કામનાઓ અવશ્ય ફળે છે અને ભાઇનું રક્ષણ પણ થાય છે અને ભાઈ સુખી પણ થાય છે

આ ગેરમાન્યતા છે

ઘણીવાર સમાજમાં એવી પણ ગેરમાન્યતાઓ હોય છે કે અમુક આ રાશિના લોકોને અમુક કલર ની રાખડી બાંધવી ઘણીવાર બહેનો આને કારણે ચિંતા અનુભવતી હોય છે પરંતુ આવી અ શાસ્ત્રીય બાબતોની ચિંતા કરવી નહીં પરંતુ શુદ્ધ મન અને આત્માથી શુભ મુહૂર્તમાં ભાઇની રક્ષા થાય સુખી થાય અને ભાઈ આપણી રક્ષા કરે અને તેવી મનોકામના થી રક્ષાબંધન કરવું અનિવાર્ય છે અને ભાઈ એ પણ બહેનને ખુશ કરવા ભેટસોગાદ અને હંમેશા સાથ આપવાનું અને રક્ષણ કરવાનું વચન આપવું એ જ શ્રેષ્ઠ રક્ષાબંધન ગણાય

જાણીતા જ્યોતિષી ચેતન પટેલે ભદ્રા વિષ્ટિ કરણ શું છે

હિન્દુ પંચાંગના પાંચ મુખ્ય અંગ માનવામાં આવે છે. આ પાંચ અંગ છે જેમાં 1 તિથિ, 2 વાર, 3 યોગ, 4 નક્ષત્ર અને 5 કરણ
કરણને તિથિનો અડધો હિસ્સો માનવામાં આવે છે. કરણ સંખ્યા કુલ 11 હોય છે. આ 11 કરણોમાં (7) સાતમું કરણ વિષ્ટિ ભદ્રા છે શાસ્ત્ર ની કથા અનુસાર બ્રહ્માજીએ ભદ્રા ને કરણમાં સ્થાન આપી ભદ્રા ને શાંત કરેલ છે ભદ્રા માટે શાસ્ત્રમાં ઉલ્લેખ છે કે તે યમ દેવની પુત્રી અને શનિદેવની બહેન છે

જે ભદ્રા ત્રણેય લોક સ્વર્ગ પાતાળ અને પૃથ્વી માં ભ્રમણ કરતી રહે છે જ્યારે ચંદ્ર મેષ, વૃષભ, મિથુન અથવા વૃશ્ચિક રાશિમાં હોય છે, ત્યારે ભદ્રા સ્વર્ગમાં હોય છે અને જ્યારે ચંદ્ર કન્યા, તુલા, ધનુ અથવા મકર રાશિમાં ગોચર કરે છે, ત્યારે ભદ્રા પાતાળમાં રહે છે અને જ્યારે ચંદ્ર કર્ક, સિંહ, કુંભ અને મીન રાશિમાં હોય ત્યારે ભદ્રા વિષ્ટિ કરણનો યોગ થાય ત્યારે ભદ્રા પૃથ્વીલોકમાં રહે છે. તેથી રક્ષાબંધન જેવા શુભ કાર્ય પ્રસંગે ભદ્રા પૃથ્વીલોકમાં હોય તેવા સમયે રક્ષાબંધન તેમજ કોઈપણ શુભ કાર્ય વર્જિત માનવામાં આવે છે કારણ તેમાં વિઘ્ન આવે છે અન્ય લોકો માં હોય તો વિઘ્ન કારક નથી તેમ કહેવાય છે

બીજું શાસ્ત્રમાં તેમ પણ ઉલ્લેખ છે કે સોમવાર અને શુક્રવારની ભદ્રાને કલ્યાણી, શનિવારની ભદ્રાને વૃશ્ચિકી, ગુરુવારની ભદ્રાને પુણ્યવતી અને રવિવાર, બુધવાર અને મંગળવારની ભદ્રાને ભદ્રિકા કહેવામાં આવે છે
ખાસ શનિવારની ભદ્રા વિશેષ અશુભ માનવામાં આવે છે

ભદ્રા વિષ્ટિ કરણ માં આ કર્યો કરી શકાય

પ્રાચીન શાસ્ત્રોમાં આવા કેટલાક કાર્યોનું વર્ણન પણ છે, જે જો ભદ્રા કાળમાં કરવામાં આવે તો શુભ માનવામાં આવે છે. જેમ કે યજ્ઞ બલિદાન, શત્રુ પર પરાક્રમ , અસ્ત્ર શસ્ત્ર નો ઉપયોગ, સ્ત્રી સંબંધમાં સ્નાનકરવુ , કેસ દાખલ કરવો , ઓપરેશન કરવું , અગ્નિદાહ, ભેંસ, ઘોડો, ઊંટને ખરીદ વેચાણ કરવા માટે શુભ માનવામાં આવે છે.

Next Article