Rakshabandhan 2021: ભૂદેવો માટે યજ્ઞોપવિત બદલવા માટે ખાસ મંત્રો સાથેની પદ્ધતિ, વાંંચો અને ઘરે બેઠા જ બદલી શકશો જનોઈ

|

Aug 21, 2021 | 7:15 PM

સવારથીજ આ વખતે રાખડી બાંધવા સાથે જનોઈ બદલવાનું પણ મુહૂર્ત સારૂ છે. આવો અમે ભૂદેવો માટે ખાસ વિધિ વિધાન સાથે પદ્ધતિ દર્શાવવા જઈ રહ્યા છે કે જેમાં આપ ઘરે બેસીને જ જનોઈ બદલી શકો છો

Rakshabandhan 2021: ભૂદેવો માટે યજ્ઞોપવિત બદલવા માટે ખાસ મંત્રો સાથેની પદ્ધતિ, વાંંચો અને ઘરે બેઠા જ બદલી શકશો જનોઈ
When and how to change Yagnopavit? (Impact Image)

Follow us on

Rakshabandhan 2021:  ભાઈ-બહેનની પ્રિતનો પર્વ રક્ષાબંધન દર વર્ષની શ્રાવણી પૂનમે ઉજવાતો હોય છે. આ વખતે આ અવસર 22 ઓગષ્ટ, રવિવારના રોજ છે. આમ તો પૂર્ણિમાનો સમગ્ર દિવસ રાખડી બાંધવા માટે શુભ મનાય છે. પણ, ક્યારેક જો ભદ્રાકાળનો યોગ સર્જાયો હોય, તો જ રાખડી કયા સમયમાં બાંધવી તેને લઈને મૂંઝવણ ઉભી થતી હોય છે. આ વખતે સારી બાબત એ છે કે આ રક્ષાબંધન પર આવો કોઈ અશુભ યોગ નથી.

તો સાથે જ સવારથીજ આ વખતે રાખડી બાંધવા સાથે જનોઈ બદલવાનું પણ મુહૂર્ત સારૂ છે. આવો અમે ભૂદેવો માટે ખાસ વિધિ વિધાન સાથે પદ્ધતિ દર્શાવવા જઈ રહ્યા છે કે જેમાં આપ ઘરે બેસીને જ જનોઈ બદલી શકો છો. ઘણા ભૂદેવો કે જેમને કર્મકાંડ પ્રમાણે જનોઈ બદલતા નથી આવડતી તેમના માટે આ ખાસ પદ્ધતિ પણ અહીં દર્શાવી રહ્યા છે.

તા .22-8-2021
સમય :- સવાર થી સાંજે 17:33(05:33) સુધી પૂર્ણિમા છે, જેથી જનોઈ બદલાવવી અને રાખડી બાંધવી)
श्रावणी पूर्णिमा, शुक्ल यजुः तेतरिय श्रावणी, रक्षाबंधन

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

પંચાંગ અનુસાર, જનોઈ બદલવાની સંક્ષિપ્ત વિધિ 

સ્નાન કરી, ધોતી પહેરી, પૂર્વ દિશામાં અથવા ઊતર દિશા મા મુખ રહે એમ બેસવું.
પ્રથમ:
સંકલ્પ કરવો, જમણા હાથમાં જળ રાખવું અને નીચેનો સંકલ્પ કરવો.

संड़्कल्पः—-
ઓમ  विष्णु र्विष्णु र्विष्णुः
अत्राद्य महामांगल्यप्रद श्रावण मासे शुक्ल पक्षे पौर्णमास्यां तिथौ चंद्र वासरे एवंगुणविशेषण विशिष्टायां शुभपुण्यतिथौ
(श्रौतस्मार्तकर्मानुष्ठानसिध्यर्थम् श्रावणी पूर्णिमा निमितं नूतनयज्ञोपवितधारणमहं करिष्ये ।।
આમ સંકલ્પ કરી જળ નીચે તરભાણામાં મૂકો..

ત્યારબાદ ડાબા હાથમાં જનોઈ રાખી – જમણા હાથના આંગળા વડે
એના પર જળ છંટકાવ કરો અને નીચેનો મંત્ર બોલો
आपो हि ष्ठा मयोभुवस्ता न ऊर्जे दधातन ।
महे रणाय चक्षसे ॥१॥
यो वः शिवतमो रसस्तस्य भाजयतेह नः ।
उशतीरिव मातरः ॥२॥
तस्मा अरं गमाम वो यस्य क्षयाय जिन्वथ ।
आपो जनयथा च नः ॥३॥

ત્યારબાદ એના પર જમણા હાથની હથેળી ઢાંકી – 10 વાર ગાયત્રી મંત્ર જપ કરવા.

ॐभूर्भुवःस्वः तत्सवितुर्व्वरेण्ण्यम्भर्गोदेवस्यधीमहि ।। धियोयोन÷प्प्रचोदयात् ।।

ત્યારબાદ જમણો હાથ લઈ લ્યો અને ડાબા હાથમાં જે જનોઇ રહેલી છે
એના પર જમણા હાથ વડે થોડા થોડા ચોખા દાણા નીચેના નામ સાથે
– – આવહયામી બોલાય ત્યારે મૂકવા.

ॐ प्रथमतन्तौ ॐकाराय नमः
ॐकारमावाहयामि ।।1।।

द्वितीयतन्तौ अग्नये नमः
अग्निम् आवाहयामि ।।2।।

तृतियतन्तौ नागेभ्यो नमः
नागान् आवाहयामि ।।3।।

चतुर्थतन्तौ सोमाय नमः
सोमम् आवाहयामि ।।4।।

पञ्चमतन्तौ पितृभ्यो नमः
पितृन् आवाहयामि ।।5।।

षष्ठतन्तौ प्रजापतये नमः
प्रजापतिम् आवाहयामि ।।6।।

सप्तमतन्तौ अनिलाय नमः
अनिलम् आवाहयामि ।।7।।

अष्टमतन्तौ यमाय नमः
यमम् आवाहयामि ।।8।।

नवमतन्तौ विश्वेभ्यो देवेभ्यो नमः
विश्वान् देवान् आवाहयामि ।।9।।

यज्ञोपवीतग्रंथिमध्ये ब्रह्मविष्णुरुद्रेभ्यो नमः
ब्रह्मविष्णुरुद्रान् आवाहयामि ।।

आवाहितदेवताः सुप्रतिष्ठिता वरदा भवत ।।

[ ૫ ]
ત્યારબાદ થોડાક ચંદન ચોખા ફૂલ જનોઈ પર પધરાવવા
प्रणवद्यावाहितयज्ञोपवितदेवताभ्यो नमः गन्धाक्षतपुष्पाणि समर्पयाम
अथ सूर्यप्रदर्शनम् :-

ત્યારબાદ જનોઈને બે હાથના આંગળમાં રાખી હાથ ઊંચા કરી સૂર્યને બતાવો
ॐतच्चक्षुर्देव हितं पुरस्ताश्छुक्रमुच्चरत् । पश्येम शरद: शतं जीवेम शरद: शतं श्र्णुयाम शरद: शतं प्र ब्रवाम शरद: शतमदिना: स्याम शरद: शतं भूयश्च शरद: शतात् ।।

જળ હાથમાં રાખવું.
यज्ञोपवीत धारणम् :- यज्ञोपवीतमिति मन्त्रस्य परमेष्ठी ऋषिः लिङ्गोक्ता देवता त्रिष्टुप्छन्दः यज्ञोपवीतधारणे विनियोगः
પહેલા,,,

નીચેનો મંત્ર બોલી ગળામાં માળાની જેમ જનોઈ પહેરવી

ॐयज्ञोपवीतं परमं पवित्रं
प्रजापतेर्यत्सहजं पुरस्तात्।
आयुष्यमग्रं प्रतिमुंच शुभ्रं
यज्ञोपवीतं बलमस्तु तेजः।।
यज्ञोपवीतमसि यज्ञस्य त्वा यज्ञोपवीतेनोपनह्यामि ।।

પછી જમણો હાથ જનોઈમાથી બહાર કાઢી ડાબા ખભા પર રહે એમ જનોઈ ધારણ કરવી. પ્રતિ યજ્ઞોપવિત એક-એક આચમન (જળ) પીવું.

ત્યારબાદ નીચેનો મંત્ર બોલી જૂની જનોઈ કંઠ મા કરી ડાબા હાથના અંગુઠા મા રાખી જમણો હાથ જનોઈ ઉપર આડો રાખવો , ડાબા હાથના અંગુઠા માં રહેલ જનોઈ ગળામાં પહેરી ને જમણો હાથ વચ્ચે થી કાઢી લેવો જનોઈ નિકળી જશે.(જૂની જનોઈ કાઢતા સમયે નીચે નો શ્લોક બોલવો.)
एतावद्दिनपर्यंतं ब्रह्म त्वं धारितं मया ।
जीर्णत्वात्वत्परित्यागो गच्छ सूत्र यथासुखम् ।।
ત્યાર બાદ
ભૂમિ પર જનોઈ છોડી દેવી,

પછી યથાશક્તિ ગાયત્રી મંત્ર જપ કરવા.
જપ કર્યા પછી સંકલ્પ મૂકવો.
अनेन नूतनयज्ञोपवितधारणार्थकृतेन यथाशक्ति गायत्रीजपकर्मणा श्रीसविता देवता प्रीयतां न मम ।।
पुनः-
अनेन नूतनयज्ञोपवितधारणाख्येन कर्मणा मम श्रौतस्मार्तकर्मानुष्ठानसिद्धिद्वारा श्री भगवान परमेश्वरः प्रीयतां न मम ।।

તો આ રીત પ્રમાણે સવારે સ્નાન કરીને આપ પણ જનોઈ બદલી શકશો.

Next Article